આજના આ શિક્ષિત યુગમાં એક બાપ પોતાના દીકરાને પેટે પાટા બાંધીને ભણાવે અને દીકરાને મોટો કરે અને સારી નોકરી અપાવે ત્યારે દીકરા તરીકે એની એક ફરજ હોવી જોઈએ, કે પોતાના બાપ ને પાછલી જિંદગી આરામથી થી જાય એ સુવિધા કરવી એ એક દીકરા તરીકે નૈતિક ફરજ બનવી જોઈએ ત્યારે એક એવો કિસ્સો પણ આવ્યો છે.
જેમાં દીકરાને આલીશાન ઘર હોવા છતાં પોતાના પિતાને દર દર ઠોકરો ખાવી પડે આજે આ વાંચો કરુણાંજનક સ્ટોરી.દેશ માં બહુ બધા આવા મુદ્દા છે જેને કોઈ સરકાર નહી પરંતુ આપણું મન જ ઠીક કરી શકે છે. આ દુનિયામાં સારા લોકો દેખાય છે અને દરેક પોતાના માતા પિતા ને પ્રેમ કરે છે તો પછી આ વૃદ્ધ આશ્રમ માં કોના માતા પિતા રહે છે.
આ બહુજ અંદરથી વિચારવા વાળી વાત છે. અને પાછળના દિવસો માં એક બીજા વૃદ્ધ માતા પિતા ની કહાની સામે આવી જેમના પુત્ર ના આલીશાન મકાન હોવા છતાં પણ ભટકી રહ્યા છે વૃદ્ધ માં બાપ,આખરે આવું કેમ થઈ રહ્યું છે એમની સાથે ચાલો જાણીએ છે.
પુત્રો ના આલીશાન મકાન હોવા છતાં પણ ભટકી રહ્યા છે વૃદ્ધ માં બાપ.માતા પિતા ને ભગવાન નું બીજું રૂપ માનવામાં આવે છે. અને તેમની સેવા કરવાથી જ ચારેય ધામ ની યાત્રા થઈ જાય છે. પરંતુ આજની દુનિયામાં એવા કેટલાક પુત્રો છે જેઓ તેમના વૃદ્ધ માતાપિતાને બોજરૂપ માને છે. પુત્રો પોતાના આલીશાન મકાન માં ભાડાવાળા રાખી શકે છે.
પણ વૃદ્ધ માતાપિતા માટે જગ્યા નથી હોતી કંઈક એવું જ આગરા ના રામલાલ વૃદ્ધાશ્રમ રહી રહેલા એક માણસ ની કહાની છે જેમને એમને જાતે એક વેબસાઈટ ને કહ્યું છે. નાઈ ની મંડી રહેવા વાળા ઉમેશ ચંદ્ર ની કહાની બહુજ દર્દ ભરી છે, અને જે પુત્ર ની એક મુસ્કાન જોવા માટે એ પોતાની ખુશીઓ ને નજરઅંદાજ કરી દેતા હતા એજ પુત્ર એ પિતા ને ચોરી ના ગુના માં ઘરે થી નીકળી દીધા.
પુત્ર ના બે ઘર છે પરંતુ પિતા ને વૃદ્ધાઆશ્રમ માં રહેવા માટે મજબુર કરી દીધા. પહેલા તો કોઈક વાર મળવા પણ આવતો હતો પરંતુ હવે નથી આવતો. કોઈક કોઈક વાર છોકરી મળવા આવી જાય છે. એમ પણ પુત્ર ને વાંધો છે.
અર્જુન નગરના સુંનહરિલાલ વર્માના ત્રણ પુત્રો છે, જેમાંથી એક વિદેશી દેશમાં રહે છે અને બીજા બે અહીં રહે છે. સુલ્તાનપુરા માં તેમની શરાબ ની દુકાન હતી, અને બધું સારું ચાલતું હતું. એના પાવહી સુનહરિલાલ ને રામલાલ વૃદ્ધાઆશ્રમ માં આશ્રય લેવો પડ્યો.
તેમના અનુસાર કારોબારી હાથ થી જાવા પછી પુત્રો એ તેમની સાથે બહુજ ખરાબ વ્યવાર કર્યો. તેમને ના તો સમય પર ખાવાનું આપતા હતા અને ના બીમાર પડવા પર દવા લાવીને આપતા હતા. વૃદ્ધાવસ્થામાં, પુત્રો ક્યારેક મળવા આવે છે,પરંતુ એ તેમને એ નતા મળતા કારણ કે પુત્રો થી મળી ને શું કરવું જ્યારે તેમના જીવન માં પિતા નું મહત્વ જ કાઈ નથી, જોકે હવે પુત્રો નથી આવતા.
શહેર માં ત્રણ દુકાન,એક મકાન ના માલિક ભગવાન સ્વરૂપ ગુપ્તા નો પણ આજ હાલ થયો. સમય બદલાવા પર આજે બન્ને પતિ-પત્ની વૃદ્ધાશ્રમ માં રહે છે. બહુ શબ્દો નો દુરઉપયોગ કરતી હતી અને પુત્ર પણ પોતાના માં-બાપ ને મારવાની વાત કરતો હતો. દીકરાએ એમ કહી ને બહાર નીકળી દીધા કે મારા ઘર માં તમારી કોઈ જગ્યા નથી. ભગવાન સ્વરૂપ ના અનુસાર પુત્ર એ તેમની પ્રોપર્ટી માટે મૃત્યુ પ્રમાણપત્ર પણ બનાવી દીધું છે. એક બે વાર પુત્ર મળવા આવ્યો તો તેમને પણ મળવાની ના પાડી દીધી.
આ કહાની ને આગળ વધાતા બતાવીએ છે કે ટેડી બગીયા ના રહેવા વાળા રાજેન્દ્ર શર્મા અને તેમની પત્ની ઓમવતી નું પોતાનું મકાન અને દુકાન છે પરંતુ માતાપિતા ને પુત્ર પોતાની સાથે નથી રાખતા. વહુ એ બન્ને ને એક દિવસ આ કહી ને રૂમમાં બંધ કરી દીધા કે કેરોસીન છાંટી ને આગ લગાવી દઈશું,જેનાથી તેમનાથી પીછો છૂટી જશે.
પોતાઓની પજવાણીથી પીડા સહેવા પછી આ વૃદ્ધ દંપતી એ પોતાનું મકાન છોડી દીધું,અને વૃદ્ધાશ્રમ માં રહેવા મજબૂર થઈ ગયા. દંપતી નું કહેવું છે કે અમને વહુ ના વ્યવહાર થી કોઈ ફરક નથી પડ્યો પરંતુ જ્યારે અમારા પુત્ર એ અમારી સાથે આવું કર્યું તો અમારું કાળજું કપાઈ ગયું.
રામલાલ વૃદ્ધાશ્રમ ના અધ્યક્ષ શિવ પ્રસાદ શર્મા એ કહ્યું કે આશ્રમ માં શહેર ના આવા વૃદ્ધ રહે છે જે સમૃદ્ધ પરિવાર થી છે. જેમના પુત્રો પાસે પૈસા ની કોઈ કમી નથી તો પણ એ પોતાના માતા-પિતા ને પોતાની પાસે નથી રાખતા,આ કારણ થી આશ્રમ માં વૃદ્ધો ની સંખ્યા વધી રહી છે.