ભારતીય જવાન ની તારીફ કરો એટલી ઓછી છે.આ લોકો ડયુટી નીભવતા દેશ ની રક્ષા તો કરે જ છે પણ સાથે કોઈ જરૂરતમંદ ને મદદ પણ કરે છે. પછી એ કોઈ માણસ હોય કે જાનવર.મતલબ જયારે પણ કોઈ પાકૃતિક આપત્તિ આવે છે ત્યારે આ લોકો જી જાન લગાવી ને લોકો નો જીવ બચાવે છે
એટલું જ નહીં પણ એવું પણ જોવા માં આવ્યું છે કે વગર કોઈ અપેક્ષા એ મુસીબતો માં ફસાયેલા જાનવરો ને પણ મદદ કરે છે.હાલ માં જ એક નવું વાક્ય સામે આવ્યું,જ્યાં એક BSF ના જવાને એક અંજાન યાત્રી નો જીવ બચાવ્યો.
વાત એ છે કે BSF માં એસ એમ ઓ ડો.લોકેશ્વર ખજૂરીયા એક પ્લેન માં સફર કરી રહ્યા હતા.એમની જોડે એક યાત્રી પણ બેઠો હતો.
તમારી જાણકારી માટે જણાવી દઈએ છીએ કે લોકેશ્વર એ દરમિયાન ડયુટી પર ન હતા.એ કોઈ કામ ન લીધે હવાઈ યાત્રા કરી રહ્યા હતા.એવા માં એમની જોડે બેઠેલા એક યાત્રી ને અચાનક છાતી માં દુખાવો થાય છે.
આ જોય ને લોકેશ્વર તરતજ એક્ટિવ થઇ ગયા અને પરિસ્થિતિ ને જોઈ ને સાથી યાત્રી નો જીવ બચાવવા માં લાગી ગયા.એમને એ યાત્રી ને જરૂરી મેડિકલ સહાયતા આપી.એમની આ હેલ્પ થી યાત્રી નો જીવ જવાનો ખતરો ઓછો થઇ ગયો.અને એની જાન બચી ગઈ.
ચમત્કાર લોકેશ્વર ની સુજબૂજ અને તુરંત નિર્ણય લેવાની ક્ષમતા ને કારણે સંભવ થયું.તે ઓફ ડયુટી પર હતા તો પણ તેમને એક આમ નાગરિક ની મદદ કરી.માટે તે સાચા હીરો છે.
BSF સીમા સુરક્ષા બલ ના જવાનોએ twitter પર લોકેશ્વર ખજુરીયાના કામ ની તારીફ કરી ને એમ ને સલામ કર્યા.આ બહાદુર જવાન ની ફોટો સાથે લખ્યું કે એક પ્રહરી કયારેય પણ ઓફ ડયુટી નથી રહેતા. ફ્લાઈટ માં એક યાત્રી ને છાતી માં દર્દ અને શ્વાસ લેવામાં તફલિક થતી હતી.
આ સ્થિતિ માં BSF ના એસએમઓ ડો.લોકેશ્વર ખજૂરીયા એ યાત્રી ની સહાયતા કરવા માટે આવી ગયા હતા. એમને જરૂર દવા આપી એમનો જીવ બચાવી લીધો.
BSF જવાનનું આ કામ ખૂબ સરાહનીય છે.આ ખબર ને વાયરલ થયા પછી લોકો જવાની ખૂબ તારીફ કરવા લાગ્યા એક યુઝર્સ કહ્યું કે આ છે અમારા દેશ નો સાચો જવાન.
એની સોચ અને એના કામ ને સલામ,બીજા એ કહ્યું કે જવાન છુટ્ટી પર હતો તો પણ તેને એક યાત્રી નો જીવ બચાવ્યો લાગે છે
એનો જન્મ લોકો નો જીવ બચાવવા થયો છે. પછી એક માણસ લખે છે કે આવી ઇમરજન્સી વાળી હાલતમાં પણ જવાને સમજદારી વાળું કામ કર્યું.
એમના તુરંત એકશન લેવાથી માણસ નો જીવ બચી ગયો.ભગવાન તમને લાંબી આયુ આપે.