જે વ્યક્તિ પાસે કોઈ પણ વાહન હોય છે એને પોલીસ એક વાર તો પકડે છે.એવા માં કોઈ વાર તમારું પણ ચલણ કાપી લીધું હશે અથવા તમે પૈસા આપીને મામલો સેટ કર્યો હશે. હંમેશા પોલીસ આ ચલણ ટ્રાફિટ નિયમો નું ઉલ્લંઘન કરવા,સિગ્નલ તોડવુ,હેલ્મેટ ના પહેરવું,અથવા ગાડીના જરૂરી ડોકયુમેન્ટ ના હોવા પર કાપે છે.જ્યારે તમારું ચલણ કપાય છે ત્યારે દંડના રૂપ માં પૈસા આપવા પડે છે.માટે તમારે ચલણ,પોલીસ અને તમારા અધિકારી ના સંબંધમાં જાણકારી હોવી જરૂરી છે.
ચલણ ના પ્રકાર.
ઓન ધ સ્પોટ ચલણ.આ ચલણ નું ભૂગતાન તમારે તે જ સમયે પોલીસ ને પૈસા આપીને કરવાનું હોય છે. અને ચલણ કાપનાર ના જોડે થી એક રશીદ પણ મળે છે.
નોટિસ ચલણ.
આ નોટિસ ચલણ સીધું તમારા ઘરે આવી જાય છે.અને પોલીસ ત્યારે મોકલે છે જ્યારે કોઈ વાહન એના રોકવા પર પણ નહીં ઉભુ રાખતું,ત્યારે વાહનના રજિસ્ટ્રેશન નંબર ની સહાયતાથી એને તમારા ઘરે મોકલવામાં આવે છે.
કોર્ટ ચલણ.
આ ચલણ તમારે કોર્ટમાં જઈ ને ભરવાનું હોય છે.અને પોલીસ કાપી ને આપે છે.
કેમ અને કોનું કપાય છે ચલણ.
તમારું આ ચલણ પોલીસ દ્વારા વેહિકલ એક્ટ ની ધારા 130 મુજબ કપાય છે.આને ત્યારે કાપવામાં આવે છે જ્યારે વાહનનો માલિક પોલીસ દ્વારા મંગાવેલ દસ્તાવેજ જેવા કે,લાઈસેન્સ,વીમો,રજિસ્ટ્રેશન નમ્બર પરમીટ અને પ્રદુષણ સંબધિત ડોક્યુમેન્ટ ન બતાવવા.
કોણ કાપે છે ચલણ.
પોલીસ મોટર વિહીક્સલ એક્ટ ની ધારા 132 અનુસાર ચલણ ખાલી સબ ઇન્સ્પેક્ટર રેંક અથવા એના ઉપર નો અધિકારી કાપી શકે છે.આ પદના નીચેના વ્યક્તિ જેવા કે કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ને ચલણ કાપવાનો અધિકારી નથી હોતો.
એક બીજી વાત ધ્યાન રાખો કે ગાડી ના ડોક્યુમેન્ટ માંગવાનો અધિકારી ખાલી RTO અથવા ટ્રાફિક પોલીસ ને જ હોય છે.સ્ટેશન ની પોલીસ તમારી જોડે ગાડી ના પરમીટ નથી માંગી શકતી.
ચલણ કાપવા પર આમ આદમી નો અધિકારી.
ચલણ કાપવાની સ્થિતિ માં પણ આમ જનતા પાસે પણ થોડા અધિકારી હોય છે.જેને તમારે જોવું જોઈએ.ઉદાહરણ તરીકે જો કોઈ પોલીસ તમારું ખોટું ચલણ કાપી લે તો તમે એની શિકાયત લેખિત માં પોલીસ અધ્યક્ષ ને કરી શકો છો.
કોઈ વાર પોલીસ વાળા ગાડી રોકી ને એની ચાવી કાઢી લેતા હોય છે.જણાવી દઇએ કે પોલીસ ને કોઈ પણ વાહનને રોકી ને એની ચાવી કાઢવાનો અધિકાર નથી હોતો.
એટલુંજ નહીં જો કોઈ પોલીસ વાળો તમારી જોડે ખરાબ વ્યવહાર કરે છે તો તમે એની લેખિત મા અરજી કરી શકો છો.પહેલા તમે પોલીસ ને આ નિયમો વિશે વિનમ્રતા થી જણાવો.અને જો એ તમારી વાત તો પણ નથી સાંભળતા તો તમે એની શિકાયત મોટા અધિકારી જોડે કરી શકો છો.
તમે ચાહો તો વિડિઓ અથવા ઓડીઓ રેકોર્ડિંગ પણ કરી શકો છો.આ રીતે તમારે મોટા અધિકારી સામે પોતાની વાત રાખવામાં સુવિધા રહેશે.