ઘણી વખત રામાયણ ના પાત્રો અને તેની ઘટના પર લોકો આંગળી ઉઠાવે છે. રામાયણ ની ઘટનાથી હિંદુઓ ની આસ્થા જોડેલી હોય છે. અને લોકો તેને પવિત્ર ઘટના રૂપમાં યાદ કરે છે.
આવી પરિસ્થિતિઓમાં,સમય સમયે તેની સત્યતા પર ઉભરતી આંગળી તેના હૃદય ને ઠેશ પહોંચે છે. હિન્દુ ધર્મમાં,રામની પૂજા થાય છે અને તે એક આદર્શ માણસનું ઉદાહરણ માનવામાં આવે છે.
લોકો આ પ્રશ્નોના સવાલ કરે છે કે કેમ રામ ખરેખર જન્મ્યા હતા? શું રાવણ નામનો કોઈ રાક્ષસ અથવા હનુમાન જેવા કોઈ હતા? જેમાં કોઈ ને આ સમય માં લાવ્યા નથી શકતા કારણ કે આ ઘટના બહુજ પ્રાચીન હતી,
પરંતુ તેનાં હોવાના પુરાવા જરૂર સામે લાવી શકીએ છીએ. ભારત અને શ્રીલંકામાં, કેટલાક સ્થળો છે જે રામાયણ ઘટના ને સાક્ષી આપે છે. ભારત અને શ્રીલંકામાં,કેટલાક સ્થળો છે જે રામાયણ ઘટના ને સાક્ષી આપે છે. અને તેમના વિશ્વાસને મજબૂત કરે છે.
પંચવટી રામાયણની સાચી સ્ટોરી
ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન અહીં ગયા હતા,આ સ્થાને,લક્ષ્મણ એ શુપર્ણખા નું નાક કાપી નાખ્યું હતું. આ સ્થળ આજે નાસિકમાં આવે છે.
શ્રીલંકાની કોબરા હૂડ ગુફા.
આ ગુફા વિશે કહેવામાં આવ્યું છે કે જ્યારે રાવણે સીતાને અપહરણ કર્યું હતું અને લંકા પહોંચ્યાં હતા,ત્યારે આ સ્થળ પર સૌથી પહેલા રોકાયો હતો.
અને સીતા ને અહીજ રાખી હતી. આ ગુફામાં તે સમયના કેટલાક ચિત્રો હજુ પણ છે જે તેને સાબિત કરે છે.
જનકપુર નું જાનકી મંદિર.
સીતા માતા નો જન્મ રાજા જનક ને ત્યાં થયો હતો. એટલા માટે તેમનું નામ જાનકી પડી ગયું. તેમના પિતા ના નામ પરથી જ નેપાલ માં જે જગ્યા એ સીતા માતા નો જન્મ થયો હતો.
આજે તેને જનકપુર ના નામ થી જાણવામાં આવે છે.
હનુમાન ગઢની હાજરી.
હનુમાન ગઢ વિશે કહેવામાં આવે છે કે હનુમાનજી જ્યારે ભગવાન રામ ની રાહ જોઈ રહ્યા હતા તો એ આજ જગ્યા પર બેઠા હતા.
રામાયણ માં આ જગ્યા ના વિશે વિગતવાર માં લખવામાં આવ્યું છે. વર્તમાન સમય માં અયોધ્યા ની પાસે આવેલી આ જગ્યા પર હનુમાનજી નું મંદિર પણ છે.
રામલિંગમ નું મંદિર.
રાવણના અવસાન પછી,ભગવાન રામ ને બહુજ પસ્તાવો થયો હતો કે તેમના હાથથી એક ભ્રામહન ને મારી નાખ્યા.આ પછી તેમણે શિવની ઉપાસના કરી,ભગવાન શિવે તેમને ચાર શિવલિંગ બનાવવા કહ્યું. હનુમાનજી બે શિવલિંગ કૈલાશ પર્વત થી લઈ આવ્યા.
માતા સીતા એ એક શિવલિંગ રેતીનું બનાવ્યું. અને ભગવાન રામ એ એક શિવલિંગ બનાવી આ જગ્યા પર સ્થાપના કરી હતી. આજે આ સ્થળ રામલિંગમ તરીકે ઓળખાય છે.
હનુમાનજી નાં પગ ના નિશાન.
હનુમાનજી એ સીતા માતા ને શોધવા માટે બૃહદ રૂપ લીધું હતું. જ્યારે તે સમુદ્ર પાર કરી ને લંકા માં પહોંચ્યા.
તો તેમના પગ જમીન માં પડતાજ ત્યાં પગ ના નિશાન પડી ગયા. જે આજે શ્રીલંકા માં હાજર છે.
રામ દ્વારા બનાવેલો પુલ.
રામ જ્યારે ભારતથી લંકા જવા લાગ્યા તો વચ્ચે સમુદ્ર હતો તેને પાર કરવા માટે તેમને એક પુલ બનાવ્યો હતો. આ પુલ તરતાં પત્થરોથી બનાવવામાં આવ્યો હતો.
જે આજે પણ અસ્તિત્વમાં છે. થોડા વર્ષો પહેલા બ્રિજ તોડી નાખવાની વાત ચાલી રહી હતી, પરંતુ તેને તોડવા નહતો દીધો.
પુરાતત્વ વિભાગએ પણ સ્વીકાર્યું કર્યું.
પુરાતત્વ વિભાગના પણ આ વાત માને છે કે ભગવાન રામ હતા.
પુરાતત્વ વિભાગના એમ પણ જણાવ્યું હતું કે શ્રીલંકા માં 1750000 વર્ષ પહેલાં પણ માનવીઓ ના ઘર હતા.
રામ દ્વારા બનવામાં આવેલો પુલ પણ એજ સમય નો છે.
રાવણ નો મહેલ અને કોંડા કટ્ટુ ગાલા.
શ્રીલંકાના પુરાતત્વીય વિભાગને એક મહેલ મળ્યો છે જેને તે રામાયણ ના સમય નો કહી રહ્યા છે, તેઓ અંદાજ કરે છે કે આ મહેલ કોઈ બીજા નો નહીં પરંતુ રાવણ નો જ છે.
મહેલથી શહેરમાં ઘણા ગુપ્ત રસ્તાઓ આવે છે,આ બધા રસ્તાઓ મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે.
આ મહેલ થી એક રસ્તો કોંડા કટ્ટુ ગાલા માં બનેલી ગુફાઓ સુધી જાય છે. ત્યાં રાવણ એ સીતા માતા ને હનુમાનજી એ લંકા દહન પછી રાખ્યુ હતું.
લંકા દહનના અવશેષો.
હનુમાનજી એ લંકા સળગાવ્યા થી તે જગ્યા ની બધી માટ્ટી કાળી પડી ગઈ હતી. જે આજે પણ એ વિસ્તારની પાસે મળે છે. જ્યાં રાવણ નો મહેલ મળ્યો હતો.
લોપક્ષી નું મંદિર.
રાવણ જ્યારે સીતા માતા નું અપહરણ કરી ને લંકા લઈ જતો હતો ત્યારે રાવણ નો રસ્તો જટાયુ એ રોક્યો હતો.
જટાયુ રાવણ સામે લડ્યા હતા પરંતુ તે મૃત્યુ પામ્યા હતા,તેના મૃતદેહ આ સ્થળે પડ્યા છે.
આજે આ જગ્યા પર એક મંદિર છે જેને લોકપક્ષી મંદિર ના નામથી જાણવામાં આવે છે.
પાણી માં તરવા વાળા પથ્થર.
રામ એ જે પુલ લંકા જવા માટે બનાવ્યો હતો એ તરતાં પથ્થરો થી બનાવામાં આવ્યો હતો.
થોડાક વર્ષો પહેલા સુનામી આવી હતી એ સમયે થોડાક પથ્થર નીકળી ને બહાર આવી ગયા હતા.
વૈજ્ઞાનિકો એ આ પથ્થરો ને ફરીવાર પાણી માં ફેંક્યો તો એ તરતાં હતા.
દ્રોણાગીરી પર્વત અને શ્રીલંકા માં હિમાલય ની જડીબુટિયા.
લંકા માં યુદ્ધ ના સમયે જ્યારે લક્ષમણ ને ઘાયલ થયા હતા તો તેમના ઈલાજ માટે હનુમાન હિમાલય થી દ્રોણાગીરી પર્વત લાવ્યા હતા.
તેમાંથી સંજીવીની નીકળી ને લક્ષ્મણ નો ઈલાજ કર્યો હતો. જેનાથી એ સારા થઈ ગયા હતા. આજે પણ તે પર્વત પર નિશાન છે.
આજે પણ શ્રીલંકાના સ્થળોમાં કેટલાક ઔષધો મળી આવી છે જે ફક્ત હિમાલયમાં જ છે.
અશોક વાટીકા.
રાવણ એ જ્યારે સીતા નું અપહરણ કર્યું અને તેને પોતાના મહેલ માં લઈ ગયો તો સીતા એ ત્યાં તન થી મન કરી દીધું હતું.
હરણ કરી ને માતા સીતા ને રાવણ એ અશોક વાટિકા માં રાખ્યા હતા. શ્રીલંકા માં આજે એ જગ્યા હકગાલા બોટૈનિકલ ગાર્ડન ના નામ તરીકે ઓળખાય છે.
જે જગ્યા પર માતા સીતા ને રાખવામાં આવ્યા હતા તેને સીતા એલ્યા કહેવામાં આવે છે.