વર્ષ 2017ની સૌથી વિવાદાસ્પદ ફિલ્મમાં સામેલ રહેલી પદ્માવતીની રિલીઝ ડેટને લઇને ઘણી અટકળો ચાલી રહી છે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મ જાન્યુઆરીમાં નહી, પરંતુ 9 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ પદ્માવતી પર અનેક રાજ્યોમાં પ્રતિબંધ લગાવી દીધા બાદ ફિલ્મ મેકર્સે તેની રિલીઝ ટાળી હતી.જોકે પહેલા કહેવામાં આવી રહ્યુ હતું કે આ ફિલ્મ 12 જાન્યુઆરી 2018એ રિલીઝ થઇ શકે છે. પરંતુ રિપોર્ટ અનુસાર આ ફિલ્મ જાન્યુઆરીમાં નહીં પરંતુ ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.
બોક્સ ઓફિસ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ વિદેશી ડિસ્ટ્રીબ્યુટર્સે કેનેડા અને અમેરિકાના થિએટરને 9 ફેબ્રુઆરી 2018નો શેડ્યુલ મોકલ્યો છે. જેનો મતલબ છે કે ફિલ્મ મેકર્સ પદ્માવતીને 9 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. હાલ ફિલ્મને લઇને વિવાદ ચાલુ છે, જેથી ફિલ્મની હજુ પણ ટાળવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ પદ્માવતીને લઇને રાજપૂત કરણી સેના દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.