દર રોજ કરોડો ટન કચરો આ ધરતી પર વધે છે.આપણે રોજ કોઇ ને કોઇ વસ્તુ ફેકતા હોય છે .હવે એમાંથી ઘણા પ્રકારના કચરાથી નિજાત મેળવવું તો સરળ હોય છે.
પણ જ્યારે પ્લાસ્ટિક ની વાત આવે છે તો વાત થોડી ગંભીર બને છે.આ પ્લાસ્ટિક જમીન માં મળી ને પોતે ઓગળતા નથી,આ ઘણા વર્ષો સુધી આમ ને આમ જ રહે છે.
ઘણી વાર આ પ્લાસ્ટિક ના કચરા ના લીધે જમીન માં સારી રીતે પાણી સ્ટોર નથી થતું.
દુનિયા ભરમાં પડેલા પ્લાસ્ટિક જંગલ,સમુન્દ્ર,અને બીજા વિસ્તારમાં જાનવરો ને મારી રહ્યા છે.
એવા માં આ સમસ્યા માંથી નીકળવા માટે અને પ્લાસ્ટિક ના કચરાનો સારો ઉપયોગ કરવા માટે છત્તીસગઢ માં એક ખૂબ સારી પહેલ કરવામાં આવી છે.
આમ છત્તીસગઢ ના અંબિકાપુર ભારતનું પહેલું ગારબેજ કેફે ખોલ્યું છે.એની ખાસ વાત એ છે કે અહીં તમે પ્લાસ્ટિક કચરો જમા કરીને બદલા માં પેટ ભરી ને જમી શકો છો.
આ સ્કીમ નગર નિગમ ચલાવી રહી છે જેનો ફાયદો ગરીબ અને બેઘર લોકો લઈ શકે છે.
અહીં તમને કચરા માં બદલા માં ભોજનની થાળી આપવામાં આવશે.આ યોજનામાં તમે એક કિલો પ્લાસ્ટિક જમા કરી ને પેટ ભરીને ભોજન કરી શકો છો
જો તમે 500 ગ્રામ પ્લાસ્ટિક લાવો છો તો તમે બ્રેકફાસ્ટ કરી શકો છો.
જણાવી દઈએ કે અંબિકાપિર એજ શહેર છે જેને ઇન્દોર પછી ભારત ના સૌથી સ્વચ્છ શહેર ના લિસ્ટમાં બીજું સ્થાન મેળવેલું છે.
આ ગારબીજ સ્કીમ ને આગળ વધારવા માટે નગર નિગમે પોતાના બજેટ માંથી 5 લાખ રૂપિયા પણ લગાવ્યા છે.
આ યોજના માં પ્લાસ્ટિકના બદલે બેઘરો અને ગરીબોના ખાલી જમવાનું આપવામાં આવે છે પણ એમને રહેવાની વ્યવસ્થા ના પણ પ્રયત્નો કરવામાં આવશે.
બીજી એક શાનદાર વાત એ છે કે આ યોજનાથી જે પ્લાસ્ટિક ભેગું થશે એનો ઉપયોગ અંબિકાપુર માં રોડ બનાવવામાં કરવામાં આવશે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શહેર માં પહેલાથી જ પ્લાસ્ટિક થી બનેલો રોડ છે.એમાં ગ્રાંઉલ્સ અને અસફાલ્ટ નો પણ ઉપયોગ થયેલ છે.આ રોડને બનાવવા માટે 8 લાખ પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ કર્યો હતો.
છત્તીસગઢ નગર નિગમની આ યોજના સચ માં ખૂબ સારી છે.આના વિશે જાણ્યા પછી બીજા રાજ્યોના નાગરિક પણ આને પોતાના રાજ્ય માં ખોલવા ની માંગ કરી રહી છે.
આ વાત માં કોઈ સક નથી કે આપણે માણસ દિન પ્રતિદિન કચરો,વાયુ પ્રદુષણ,જલ પ્રદુષણ વગેરે માધ્યમથી આ ધરતી ની હાલત કરતા જઈ રહ્યા છે.
જો જલ્દી આના વિશે કાઈ નથી કરતા તો આ પ્લેનેટ રહેવા લાયક નહીં રહે.ખાસ કરીને આપણી આવનારી જનરેશન ખૂબ પરેશાનિયો નો સામનો કરવો પડી શકે છે.
માટે આ ધરતી ને બહેતર બનાવવા માટે સરકારની સાથે આપણે પણ આપણાં સ્તરે પ્રયત્ન કરવો જોઈએ.
અને આમ આ યોજનાની ખાસ વાત એ પણ છે કે આનાથી ના ખાલી પર્યાવરણને ફાયદો થશે પણ ગરીબ લોકો પેટ પણ ભરી જશે.જે લોકો બેઘર,બેરોજગાર,અથવા ગરીબ છે.
એ પ્લાસ્ટિક નો કચરો પોતાના માટે ભોજન નો જુગાડ કરી શકે છે.