જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના બહુ પ્રતીક્ષિત નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેન્દ્ર સરકારે સોમવારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા અંગે ની માહિતી સંસદ માં આપી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એ પહેલાં રાજ્યસભા અને ત્યારબાદ લોકસભામાં કલમ 370 નાબૂદ થવાની માહિતી આપી.
10 પોઇન્ટમાં જાણો જમ્મુ કાશ્મીરથી કલમ 370 નો નાબૂદ થવાનો શુ અર્થ છે અને એનાથી તમને શુ અધિકાર મળશે.
જો તમે પણ કાશ્મીર જઈને જમીન ખરીદવા માંગો છો તો ખરીદી શકશો અને મકાન પણ ખરીદી શકશો અને ત્યાં જઈને ધંધો પણ કરી શકશો કલમ 370 નાબૂદ થયા પછી બીજા રાજ્ય વાળા લોકો માટે ખુશીના સમાચાર છે
કાશ્મીરની રાજનીતિક પાર્ટીઓ વિરોધો કરી રહ્યા છે પણ જયારે રાજ્યસભામાં કલમ 370 પાસ થયું છે એટલે જેટલો પણ વિરોધ થાય પાસ થયેલી કલમ લાગુ જ રહેશે અને અમલમાં પણ મુકાશે.
કલમ 370 નાબૂદ થતા જ રાજનીતિક હલકો માં ખળભળાટ મચી ગયો છે. જ્યાં કેટલાક રાજકારણીઓ તેને એક દેશ – એક બંધારણ કહી રહ્યા છે.
તેમજ મોટાભાગના વિરોધી પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. નિષ્ણાતો નું પણ માનવું છે કે કલમ 370 નાબૂદ થયા પછી.
જમ્મુ કાશ્મીર સાચા અર્થમાં ભારતનો અભિન્ન ભાગ બની ગયો છે. દેશના અન્ય રાજ્યોના લોકો માટે આ ખૂબ જ સારા સમાચાર છે, જેની રાહ દેશ ને આઝાદી પછી હતો.
કલમ-370 નાબૂદ થવા થી થશે એ 10 ફેરફાર.
1.હવે જમ્મુ-કાશ્મીર માં દેશ ના બીજા રાજ્યો ના લોકો પણ જમીન લઈને રહી શકશે.
2.કાશ્મીર નો હવે અલગ ધ્વજ નહીં હોય. મતલબ કે ત્યાં પણ હવે તિરંગા શાન થી લહેરાશે.
3.કલમ 370 ની સાથે જ જમ્મુ-કાશ્મીર નું અલગ બંધારણ પણ ઇતિહાસ બનાવી ગયું છે. હવે ત્યાં પણ ભારત નું બંધારણ લાગુ થશે.
4.જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક લોકોની દ્વિ નાગરિકતા નાબૂદ થઈ જશે.
5.જમ્મુ-કાશ્મીરના બે ટુકડા કરી દેવામાં આવશે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે અલગ-અલગ રાજ્યો બનશે.
6.બે નવા રાજ્યો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશો હશે.
7.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા થશે, પરંતુ લદ્દાખમાં વિધાનસભા નહીં થાય. મતલબ કે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યની સરકાર હશે, પરંતુ લદ્દાખમાં કોઈ સ્થાનિક સરકાર નહીં હોય.
8.જમ્મુ-કાશ્મીર ની છોકરીઓ ને હવે બીજા રાજ્યો ના લોકો સાથે પણ લગ્ન કરવાની સ્વતંત્રતા રહશે. બીજા રાજ્ય ના પુરુસ સાથે લગ્ન કરવાથી તેની નાગરિકતા સમાપ્ત નહીં થાય.
9.કલમ 370 માં પહેલા પણ ઘણા બદલાવ થાયા છે. 1965 માં જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ ની જગ્યાએ સદર-એ-રિયાસત અને મુખ્યમંત્રી ની જગ્યાએ પ્રધાનમંત્રી હતા.
10.કલમ 370 ને નાબૂદ કરવાની પરવાનગી રાષ્ટ્રપતિ એ પહેલાજ આપી દીધી હતી. ખરેખર આ અનુચ્છેદ ભૂતકાળમાં રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો.
તેથી,તેને નાબૂદ કરવા માટે સંસદ સાથે પસાર કરાવાની જરૂર ન હતી.