અમિત શાહ અત્યારે આ નામ એટલું પ્રખ્યાત છે કે સૌ કોઈ ફક્ત આજ નામ રટે છે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવાતા અમિત શાહ ને હવે દેશની જનતા એ આપ્યું નવું નામ અમિત શાહને હવે બીજા લોહ પુરુષ તરીકે જનતા જોઈ રહી છે.
આર્ટિકલ-370 હટાવવા જેવુ પગલુ ઉઠાવ્યા બાદ ભાજપના નેતા અને સમર્થકોએ શાહની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરવાની શરૂ કરી દીધી છે. દિલ્હીના ભાજપના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, મોદી ફોર 2024, શાહ ફોર 2029.
રવિવારે પૂર્ણ થયેલા ભાજપ સાંસદોના બે દિવસના અભ્યાસ વર્ગ બાદ વિત્ત રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે અમિત શાહમાં સરદાર વલ્લભભાઈ પટેલની છબિ દેખાય છે.
અમિત શાહ નું વ્યક્તિત્વ કંઇક ને કંઇક અંશે સરદાર વલ્લભભાઈ પટેલ જેવું છે તથા તે ગુજરાતી પણ છે.
એવું કહેવાય છે કે શાહ ની તમામ પદ્ધતિ સરદાર જેવીજ છે જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને મોટી જવાબદારી સોંપી છે, શાહે પોતાની લોખંડી પુરુષની ઈમેજને સાચી પુરવાર કરી આપી છે.
ઉત્તર પ્રદેશમાં 50 ટકાથી વધુ વોટ પોતાના પક્ષે કરવાથી માંડીને બંગાળમાં ભગવો લહેરાવા સુધી, શાહ મજબૂતીથી પાર્ટી માટે કામ કરી રહ્યા છે.
જમ્મુ કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય બાદ શાહે પોતાની જાતને ભારતીય રાજકારણના લોહપુરુષ સાબિત કરી દીધા છે.
પાછલા 72વર્ષ થી ભારત વાસીઓ જે દિવસ ની રાહ જોતા હતા તે દિવસ હોવી આવી ગયો છે.
કેહવાઈ છે કે અમિત શાહ સ્ટ્રેટેજી બનાવવા માં ખૂબ એક્સપર્ટ છે ચૂંટણી જીતવાની સ્ટ્રેટેજી બનાવવામાં માસ્ટર અમિત શાહને પહેલેથી જ ભાજપના ચાણક્ય તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.
હવે કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય બાદ તેમની હિંમતને પણ બધાએ દાદ આપી છે.
ભાજપ લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદીના નામે જીત્યુ હતુ પરંતુ તેની આખી સ્ટ્રેટેજીની જવાબદારી શાહે સંભાળી હતી.
મોદી સરકારના પહેલા પાંચ વર્ષમાં શાહે સમગ્ર દેશ નો ખૂણે ખૂણો ફરયા અને લોકોની નસ પકડી જેનો ઉપયોગ તેમણે ચૂંટણીની સ્ટ્રેટેજી બનાવવામાં કર્યો.
અને પરિણામે ભાજપ સરકારને પહેલા કરતા વધુ બહુમત મળ્યો અને શાહને સૌથી મહત્વની ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી. તેનાથી શાહનું કદ વધી ગયું.
અમિત શાહ સત્તા માં આવતાજ તમામ અગત્યના મુદ્દે પોતે કામ ચાલુ કરી દીધું હતું રસપ્રદ વાત એ છે કે ઓરિજિનલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ દેશના ગૃહમંત્રી જ હતા.
સરકાર સહિત પાર્ટીમાં મહત્વની નિયુક્તિ માટે મોદી અને શાહની સહમતિ મહત્વની ગણાય છે. કલમ-370 રદ કર્યા બાદ હવે એ પણ ચર્ચા છે કે ગૃહમંત્રી અથવા વડા પ્રધાન 15 ઓગસ્ટના રોજ શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવે.
જો કે અત્યાર સુધી આ વાતને કોઈ સમર્થન મળ્યું નથી. પરંતુ અમિત શાહ અને નરેન્દ્ર મોદી શ્રીનગર
માં તિરંગો ફરકાવે તેમ લાગી રહ્યું છે
વિરોધીઓ પણ એ વાત સાથે સહમત થાય છે કે સદનમાં શાહ દરેક સવાલના જવાબ આપવા તૈયાર થઈ જાય છે. તેમની સ્ટ્રેટેજીને કારણે જ બહુમત ન હોવા છતાંય મહત્વનું બિલ પાસ થઈ ગયુ. બીજી પાર્ટીના સાંસદ ભાજપમાં આવી રહ્યા છે.
તે પણ શાહના મેનેજમેન્ટનો નમૂનો છે. શાહ ની ટ્રિક ને ચાલતા અન્ય પાર્ટી ના લોકો ભાજપ માં જોડાઈ રહ્યા છે.દેશ માં જ્યારે અમિત શાહ ની વાત ચાલી
રહી છે ત્યારે રાજ્યસભામાં સોમવારે જ્યારે ચેરમેને એલાન કર્યું કે કોંગ્રેસના સાંસદ ભુવનેશ્વર કલીતાએ રાજીનામુ આપ્યુ છે ત્યારે કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા પરથી લાગ્યું કે તેમને આ વાતની જાણ પણ નહતી.
ત્રણ તલાક બિલ પર વોટિંગ થતા પહેલા વધુ એક કોંગ્રેસ સાંસદે રાજીનામુ આપી દીધુ હતુ. વોટિંગ વખતે પણ અમુક કોંગ્રેસના સાંસદ ગેરહાજર રહ્યા હતા.
શાહની સિક્સરથી સોમવારે વિરોધીઓ ભડકી ગયા હતા. જ્યારે શાહ પર તેની કોઈ અસર જોવા મળી નહતી.
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ એટલી હદે ગુસ્સામાં હતા કે ભાજપના સાંસદે ટોકતા તેમણે શટઅપ કહી દીધું.
સાંસદ વાઈકો ઊભા થયા તો આઝાદ તેમના પર ભડક્યા અને શટઅપ કહી દીધું.અમિત શાહ સંસદ માં ખુબજ શાંત રહે છે.
અને જ્યારે પોતાનો વારો આવે છે ત્યારે કોઈ ને બોલવા નથી દેતા ત્યારે સમગ્ર સંસદ માં ફક્ત શાહ જ સંભળાઇ છે.
અમિત શાહે જમ્મુકાશ્મીર ને લઈને જે નિર્ણય લીધો છે તેનાથી સમગ્ર દેશવાસીઓ ખૂબ ખુશ છે અને દેશવાસીઓ આ ખુશી વ્યક્ત કરતા અમિત શાહ ને દેશ ના બીજા લોખંડી પુરુષ નું બિરુદ આપ્યું .