ભૂત પૂર્વ વિદેશ મંત્રી તથા ભાજપના સીનિયર નેતા એવા સુષમા સ્વરાજજીનું મંગળવારે રાત્રે દુઃખદ અવસાન થયું.
છેલ્લા ઘણાં મહિનાઓથી સુષ્માજી ની તબિયત સારી ન હતી, જેના કારણે તેમણે લોકસભા ચૂંટણી લડવાની પણ ના પાડી હતી.
સુષમા સ્વરાજજી છેલ્લે ગયાં મહિને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં જોવા મળ્યાં હતાં. તેઓ એ 67વર્ષની ઉંમરે દિલ્હીની AIIMSમાં છેલ્લા શ્વાસ લીધા હતા.
સુષ્માજી ની વાત કરીએ તો રાજકીય કારકિર્દીમાં તેઓ ના નામે ઘણી ઉપલબ્ધિઓ છે,જેને દેશ ક્યારેય ભૂલી નહીં શકે.
આટલી વયે પ્રથમ વખત કેબિનેટ મંત્રી બન્યા સુષ્મા સ્વરાજજી 1977માં જ્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષ હતી ત્યારે તે સૌથી ઓછી ઉંમરના કેબિનેટ મંત્રી બન્યાં હતાં.
તે 1977થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય મળ્યા હતા. જ્યારબાદ 27 વર્ષની ઉંમરમાં તે હરિયાણામાં રાજ્ય અધ્યક્ષ બન્યાં હતાં.
સુષ્મા સ્વરાજજી પેહલાથીજ કુશળ કારી નેતા હતાં.સુષમા સ્વરાજ રાષ્ટ્રીય સ્તરની રાજકીય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા હતા અને સૌથી પહેલા તેમનેજ આ ગૌરવ પ્રાપ્ત થયું હતું.
ત્યારબાદ સુષમાજી પ્રથમ મહિલા મુખ્યમંત્રી તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિપક્ષ પ્રથમ મહિલા નેતા હતાં. ઈન્દિરા ગાંધી બાદ સુષમા બીજા એવા મહિલા હતાં.
જેમણે વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું હતું. છેલ્લા ચાર દાયકામાં તે 11 ચૂંટણીઓ લડ્યા.
જેમાં ત્રણવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા. સુષમા સાત વખત સાંસદ રહી ચૂક્યા હતા. પંજાબના અંબાલા કેન્ટમાં જન્મેલી સુષમા સ્વરાજે પંજાબ યુનિવર્સિટી ચંડીગઢથી કાયદાની ડિગ્રી લીધી.
શિક્ષણ પૂરું કર્યા બાદ તેમણે પહેલા જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો.ઈમરજન્મસીનો પૂરજોશ વિરોધ કર્યા બાદ તે સક્રિય રાજકારણ સાથે જોડાયા.
સુષમા ભારતીય સંસદના પ્રથમ અને એકમાત્ર મહિલા સદસ્ય હતાં જેમને આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટેરિયન સન્માન મળ્યુ હતું. જે ખુબજ ગર્વ ની વાત છે આવી અનેક સિદ્ધિઓ તેમના નામે છે.
પરંતુ આવા દિગગજ કુશળ ,ભૂત પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ મંગળવારે દુનિયાનાને અલવિદા કહી દીધું. વિદ્યાર્થી કાળથી રાજકારણમાં સક્રિય રહેનારા.
સુષમા સ્વરાજે પાર્ટી લાઈનથી અલગ પોતાની ઓળખ ઉભી કરી હતી.
વિદેશ મંત્રી તરીકેનું તેમનું કાર્યકાળ ઘણું જ ચર્ચિત રહ્યું. ઓજસ્વી વક્તા, સ્પષ્ટ વક્તા અને કુશળ નેતા તથા ટાસ્ટ માસ્ટર તરીકે પોતાની ઓળખ તેમણે બનાવી હતી.
દેશે આ દિગ્ગજ નેતાને ગુમાવ્યા છે, પણ તેમની ઉપલબ્ધિઓ લાંબા સમય સુધી દેશવાસીઓના દિલમાં રહેશે. જાણો, સુષમા સ્વરાજના જીવનના અમુક ખુબજ રસપ્રદ ઘટનાઓ છે.
(૧) સરકાર પડી ત્યારે કહ્યું હતું રામરાજ્યનો પાયો નાખ્યો છે.
સુષમા સ્વરાજ એક સ્પષ્ટ અને ઉત્તમ વક્તા હતા, તેમના ભાષણોમાં ઐતિહાસિક પ્રસંગ, કવિતાઓ અને વ્યંગનો જબરજસ્ત સમાવેશ કરતા હતા.
1996માં જ્યારે સરકાર માત્ર 13 દિવસ ચાલી હતી તો સુષમા સ્વરાજે પ્રભાવશાળી સ્પીચ આપી હતી.
આ ભાષણમાં તેણે રામાયણ અને મહાભારતના પ્રસંગોને યાદ કરીને સરકાર તોડનારી પાર્ટીઓને ટોણો માર્યો હતો.
આ ભાષણમાં તેમણે કહ્યું હતું કે આજે ભારતમાં રામ રાજ્યનો પાયો નાખ્યો છે.UNમાં સુષમા સ્વરાજનું છેલ્લું ભાષણ, જેમાં તેમણે PAKને ઝાટક્યું હતું
(૨)ટ્રોલર્સને આપ્યો હતો કડક સંદેશ
સુષમા સ્વરાજે હાજરજવાબી પણ હતી. 2018માં તેમણે લખનૌના એક દંપતીના પાસપોર્ટ મામલે ટ્વીટ કરીને કેટલાક ટ્રોલર્સને તેમણે જવાબ આપ્યો હતો.
સુષમાએ એ ટ્રોલર્સને જવાબ આપીને ટ્વીટ કર્યું હતું કે, અપશબ્દ કહેનારાઓના ટ્વીટ મે લાઈક કર્યા છે.
(૩) વિદેશ મંત્રી તરીકે લોકોની મદદ માટે તત્પર રહ્યા.
સુષમા સ્વરાજે વિદેશ મંત્રી તરીકે ટ્વીટરનો પ્રયોગ કરીને ઘણાં લોકોની મદદ કરી હતી. વિદેશમાં ફસાયેલા ભારતીયોની ટ્વીટર દ્વારા તેમણે મદદ કરી હતી.
સુષમા સ્વરાજના વિરોધી હોય તેમને પણ સષમાના આ કામની પ્રશંસા કરી હતી.
(૪)સૌથી પહેલા સરકારી બંગલો ખાલી કર્યો
સામાન્ય રીતે સરકારી બંગલા ખાલ કરવામાં લોકો ઘણો સમય લગાવતા હોય છે. જોકે, સુષમા સ્વરાજ આ વિષયમાં અપવાદ છે
અને તેમણે નિશ્ચિત સમયમાં જ પોતાને મળેલો સરકારી બંગલો ખાલી કરી દીધો હતો.સરકારી બંગળો ખાલી કર્યાની સુચના પણ તેમણે ટ્વીટર પર આપી હતી.
(૫)વિરોધી સાંસદોને દીકરો, ભાઈ કહીને બોલાવતા હતા
સુષમા સ્વરાજ તેમના પ્રભાવષાળી વક્તવ્ય માટે જાણીતા હતા, જોકે,તેઓ એટલા જ આત્મીય પણ રહેતા હતા.
કટ્ટર વિરોધી પાર્ટીના સાંસદો પણ તેઓ ભાઈ કહીને બોલાવતી હતી. કોંગ્રેસના યુવા સાંસદોને તેઓ બેટા કહીને સંબોધતા હતા.
(૬) સિનિમા જગત માટે લીધો હતો યાદગાર નિર્ણય.
સુષ્મા સ્વરાજ જી એ સુચના અને પ્રસારણ મંત્રી તરીકે નો કાર્યકાળ ઘણો જ ઉલ્લેખનીય હતો. ફિલ્મ જગતને તેમણે કેન્દ્રીય મંત્રી રહેવાના સમયે ઉદ્યોગ જગતનો દરજ્જો આપ્યો હતો.
ઉદ્યોગ જગતનો દરજ્જો મળવા કારણે ફિલ્મ સાથે જોડાયેલા કામ માટે પણ બેંકમાંથી વ્યાજ મળી શકે.
ખાસ કરીને તેમણે ફિલ્મ જગતના જુનિયર કલાકારો અને ટક્નિશિય માટે ચિંતા વ્યક્ત કરી હતી.સુષ્મા જી ના
આ નિર્ણય થી સમગ્ર ફિલ્મ જગત માં સૌ ના દિલ માં તેઓ માટે એક અલગજ ભાવના ઉત્તપન્ન થઈ હતી નાના કલાકારો માટે તે ભગવાન સમાન સાબિત થાયા હતા .