આપ સૌ જાણો છો તેમ જમ્મુકાશ્મીર માં થી 370 નાબૂદ કરી દેવાયું છે.આ નિર્ણય થઈ દેશવાસીઓ ખુબજ ખુશ છે પરંતુ પડોશી રાજ્ય માં તો જાણે આગ લાગી ગઈ છે.
અગાવ તે પોતાની નાપાક કરતૂતો થી બહાર નથી આવ્યા અને હવે પણ તેમણે એજ કર્યું છે આર્ટિકલ 370ને નાબુદ કરી દેવામાં આવી છે.
પરીણામે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન હવે સરહદે જેમતેમ કરીને આતંકીઓને કાશ્મીરમાં ઘુસાડવા તેમજ ગોળીબાર વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતીય સૈન્ય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન હાલ એલઓસી પર આતંકીઓનું પ્રમાણ વધારવામા લાગી ગયું છે.
આ માટે પાકિસ્તાની સૈન્યએ કવાયત પણ શર કરી દીધી છે. આર્ટિકલ 370 રદ કરવામાં આવી તે બાદ એજન્સીઓ કાશ્મીરમા વધુ સક્રીય થઇ ગઇ છે
જ્યારે એલઓસી પર સૈન્ય તેમજ એરફોર્સના જવાનોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. અગાવ પણ સૈન્ય દળ હતુંજ પરંતુ આ નાપાક કરતૂતો ના લીધે હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે.
પહેલા જમ્મુકાશ્મીર ને વિશેષ રાજ્ય નો દરજ્જો હતો.પરંતુ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી લેતા તેને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો પણ રદ થઇ ગયો છે.
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે જોકે ત્યાં વિધાનસભાને રાખવામા આવી છે.
કાશ્મીરમાં બધુ બદલાઇ જતા હવે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની સ્થિતિ શું રહેશે તે અંગે પણ સરકારે સ્પષ્ટતા કરી દીધી છે.
હાલ આ અધિકારીઓ જે પોસ્ટ અને સ્થળ પર સેવા આપી રહ્યા છે તેમાં કોઇ જ ફેરફાર નથી કરવામાં આવ્યો.સરકાર આ વિષય વિશે પાછળ થી નિર્ણય લેશે હાલ તેઓ કોઈ પણ નિર્ણય લેવા માંગતા નથી.
ઇન્ડિયન આર્મી ચીફ ના જણાવ્યા મુજબ હવેથી જે નવા અધિકારીઓની ભરતી કરવામા આવશે તેમને અરુણાચલ ગોવા મિઝોરમ યુનિયન ટેરેટરી એટલે કે એજીએમયુટી તરીકે ઓળખવામાં આવશે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર શ્રીનગરમાં સૈન્ય કમાન્ડર દ્વારા એક અતી મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકની આગેવાની જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચિફ રણબીરસિંહે સંભાળી હતી.
જેમાં શ્રીનગર સહીતના અતી સંવેદનશિલ વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને જરુર પડે તો સુરક્ષા વધારવામાં આવશે તે માટેનો પ્લાન પણ તૈયાર કરાયો હતો.
ઇન્ડિયન આર્મી હોવી પેહલાથીજ સજ્જ થઈ ને બેઠી છે પાડોશી ની તમામ જાત ની નાપાક કરતૂતો ને જડબા તોડ જવાબ આપવા માટે સમગ્ર સૈન્ય નો દરેક જવાન હોવી તૈયાર છે
કલમ 370 નાબૂદ થવાની ખુશી થઈ તમામ જવાનો માં એક અનોખો જોસ જોવા મળ્યો છે.
આમ તો ભારતીય આર્મી ક્યારેય કોઈ પણ જગ્યાએ પાછી પડી નથી.
અને પડશે પણ નહીં માટે હવે પાડોશીઓ ના કોઈ પણ જાતના આક્રમણ ને મુહતોડ જવાબ આપવા આર્મી ની ક્ષણે ક્ષણ હોવી તૈયાર છે અને અમને તમને અને સમગ્ર દેશ ને આર્મી પાર ગર્વ છે.