શા માટે પોતાના પતિના નામને જ બનાવી દીધી પોતાની સરનેમ,સુષ્માજી એ રચ્યા છે એવા રેકોર્ડ જે કોઈ તોડી નહીં શકે.જાણો વિગતે.

સુષ્મા સ્વરાજ વિશે તમે ઘણું બધું જાણ્યું હશે અથવા તો તમે જાણતા હસો પરંતુ શું તમને સુષ્મા અને સ્વરાજ વચ્ચે ની સંપૂર્ણ કહાની ખબર છે.

તો આવો જાણીએ વિગતે ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા સુષ્મા સ્વરાજે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે.

સુષ્મા સ્વરાજના નિધનના સમાચારથી આખો દેશ દુ:ખી થઇ ગયો છે.સુષ્માજીએ પોતાના જીવનમાં કેટલાંક મુકામો પ્રાપ્ત કર્યા છે.

જેના પર દેશ હંમેશા ગર્વ કરશે. રાજકારણની ઊંચાઇઓને છૂનાર સુષ્માજીની પર્સનલ લાઇફ પણ એટલી જ સુંદર રહી છે.

અન્ય ની જેમજ તેમની પણ એક ખાનગી લવસ્ટોરી છે તો ચાલો આપણે તેમની લવસ્ટોરી ની થોડી ઘણી વાત જાણીએ.

પહેલા તો તમને જણાવી દઈએ કે સુષ્મા જી ની સરનેમ જ તેમના પતિ ના નામ પરથી છે .સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલની Love Story તેમના કોલેજના દિવસોથી શરૂ થઈ હતી.

અને બન્નેએ 13 જુલાઈ 1957ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પછી સુષ્મા સ્વરાજ પૉલિટિક્સમાં એક્ટિવ થઈ ગયા તો તેમના પતિ સ્વરાજ કૌશલે તેમના માટે એક સિધ્ધાંત બનાવી લીધો કે સહયોગ પૂરો અને હસ્તક્ષેપ નિલ.

સુષ્મા કહેતા કે તેમના પતિએ ક્યારેય પણ તેમના પૉલિટિકલ બાબતોમાં હસ્તક્ષેપ કર્યો નથી. અને ક્યારે તેને લઈને કોઈ ફરિયાદ કરી નથી.

જાણો કેવી રીતે શરૂ થઈ હતી આ લવસ્ટોરી સુષ્માજી અને સ્વરાજ કૌશલજી પંજાબ યુનિવર્સિટી,કે જે ચંદીગઢમાં આવેલી છે.

ત્યાં લો ડિપાર્ટમેન્ટમાં તેઓ ક્લાસમેટ હતા.તે બન્ને કોલેજની ડિબેટ્સમાં પણ જોડે ભાગ લેતા હતા. સુષ્મા પોતાની ટીમની તરફથી હિન્દીમાં બોલતા હતા.

અને કૌશલ અંગ્રેજીમાં.તે સમયે સુષ્મા, જયપ્રકાશ નારાયણ દ્વારા ઈંદિરા સરકારના વિરોધમાં બનાવેલી છાત્ર વાહિની અને એબીવીપીના સભ્ય હતા અને કૌશલ સમાજવાદી યુગ જનસભાના સદસ્ય હતા. બન્નેની ટીમે ક્યારેય પ્રથમ પુરસ્કારની ટ્રોફી નથી હારી.

બન્નેનો ઉદ્દેશ્ય, વિચાર અને સમજ એક જેવી જ હતી.અહીંથી બન્ને એકબીજાથી અટ્રૅક્ટ થયા અને બન્નેમાં પ્રેમ થયો.બન્નેની ફેમિલી એક બીજાને પહેલાથી જઓળખતી હતી.

માટે લગ્નમાં કોઈ અવરોધ ન આવ્યો.સુષ્માના પિતા હરદેવ શર્મા, સ્વરાજ કૌશલની માતા સામે બન્નેના લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા હતા, જેને તરત જ બધાની સહમતી મળી ગઈ હતી.

સુષ્માએ પોતાની સરનેમના રૂપમાં પોતાના પતિના નામની પસંદગી કરી.બન્નેને એક દીકરી છે. સુષ્મા પોતાના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણની પ્રિય વસ્તુ પર પોતાની દીકરીનું નામ રાખવા માંગતા હતા, માટે તેમણે પોતાની દીકરીનું નામ ‘બાંસુરી’ રાખ્યું.

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે 67 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું પરંતુ સુષમા સ્વરાજના નામે એવા રેકોર્ડ છે જે કોઈ તોડી નહીં શકે તો જાણીએ આ રેકોર્ડ વિશે.

(૧)સૌથી ઓછી વય ના કેબિનેટ મંત્રી. વર્ષ 1977માં પહેલી વખત સૌથી ઓછી ઉંમરના મહિલા કેબીનેટ મંત્રી બન્યા હતા. તેઓ તે સમયે 25 વર્ષના હતા અને તેમની પાસે શિક્ષણ વિભાગની જવાબદારી હતી.

(૨)સૌથી ઓછી વય ના પ્રદેશ પ્રમુખ
વર્ષ 1979માં પહેલી વખત સૌથી ઓછી ઉંમરના મહિલા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તેઓ 27 વર્ષના હતા.

(૩) ભાજપ ના પહેલા મહિલા વિદેશી મંત્રી.
નરેન્દ્ર મોદી સરકારમાં પહેલા મહિલા વિદેશ મંત્રી બન્યા જેમને 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો અને વિદેશ મંત્રી રહીને ટ્વીટર દ્વાર અનેક લોકોની મદદ કરી હતી.

(૪)પ્રથમ મહિલા રાષ્ટ્રીય પ્રવક્તા
ભારતમાં પહેલી વખત કોઈ રાજનિતિક પાર્ટીએ રાષ્ટ્રીય પ્રવકતા તરીકે કોઈ મહિલાને જવાબદારી સોપી.

(૫)પ્રથમ મહિલા મુખ્યમંત્રી
વર્ષ 1998માં દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.

(૬) વિપક્ષ મહિલા નેતા
વર્ષ 2009 થી 2014 દરમિયાન લોકસભામાં પહેલા મહિલા નેતા વિપક્ષ બન્યા હતા.

(૭)બેસ્ટ મહિલા સંસદ

બેસ્ટ મહિલા સંસદ સભ્યનો એવોર્ડ પહેલી વખત મળ્યો હતો.

(૮)કોઈ પાર્ટી ના પહેલા મહિલા કેબિનેટ મંત્રી.

સુષ્મા સ્વરાજ બીજેપીના પહેલા મહિલા કેબીનેટ મંત્રી બન્યા.

(૯)સૌથી સફળ સ્વાસ્થ મંત્રી.

ભારતના સૌથી પહેલા સ્વાસ્થ્ય મંત્રી હતા કે જેમને પોતાના કાર્યકાળ દરમિયાન 6 એઈમ્સની મંજૂરી આપી.

(૧૦) સૌથી લોકપ્રિય વિદેશી મંત્રી.

દુનિયાના પહેલા લોકપ્રીય વિદેશ મંત્રી હતા કે જેમના સૌથી વધારે ટ્વીટર પર ફોલોઅર્સ છે. આ માટે તેમનું નામ લીમકા બુક ઓફ રકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યું હતું.

આવા વૈભવશાળી અને ખુબજ કુશળ વ્યક્તિત્વ વાળા હતા સુષ્મા સ્વરાજ .સુષ્મા જી ને સમગ્ર દેશવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top