રાજ્ય માં અગાવ પણ ઘણો વરસાદ વરસી ચુક્યો છે જેના કારણે રાજ્ય માં પેહલી વાર એવું જોવા મળ્યું છે કે રાજ્ય ના તમામ ડેમ છલો છાલ થી ગયા છે.
ઘણા વિસ્તારો માં તો પૂર ની સ્થિતિ જોવા મળી છે ત્યારે હવામાન વિભાગે નવી જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્ય ના અમુક વિસ્તારો માં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે.અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર-ઠેર ઝરમર -ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
રક્ષાબંધનના દિવસે બપોરથી અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રક્ષાબંધન તહેવારમાં જઈ રહેલા સામાન્ય પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
પરંતુ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.આજે પણ શહેરમાં ઠેક-ઠેકાણે ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં પણ આ રીતે સવારથી ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ સહિત વડોદરા રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિત ઠેર-ઠેર રક્ષાબંધનના દિવસે વરસાદ નોંધાયો.
અમદાવાદમાં ગઈકાલે સાંજ સુધીમાં 1.5mm વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના ગુરુવારના સાંજ સુધીના આંકડામાં સૌથી વધારે ડીસામાં 32mm વરસાદ નોંધાયો છે,જ્યારે રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓ પર 2 થી 5mm જેવો વરસાદ નોંધાયો છે.
આગામી સમયમાં પણ આવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ તૂટી પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતનાના અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ગાજવીર સાથે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.
પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ ભારે વરસાદ તૂટી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અને વધુ માં હવામાન જણાવે છે કે આ વખત નો વરસાદ અગાવ કરતા ખુબજ ભયંકર રૂપ ધારણ કરી શકે છે.