ગુજરાત નું સૌથી વ્યસ્ત અને સૌથી લોકપ્રિય મંદિર એટલે કે માં અંબા નું પવિત્ર સ્થાન અંબાજી સમગ્ર ગુજરાત તથા દેશ ના ખૂણે ખૂણે થી ઘણા લોકો માં અંબા ના દર્શન અર્થે અંબાજી આવે છે.
ત્યારે તેઓ ગબબર પણ જતા હોઈ છે.એવું કેહવાઈ છે કે માં અંબા ગબબર થીજ નીછે આવ્યા હતા તેની પાછળ પણ ઘણી રશપ્રદ સ્ટોરી છે.
પરંતુ આજે આપણે વાત કરીશું તેના વિશે કે જે વર્ષો થી ચાલી આવતી પરંપરા છે તેની સાથે થોડી છેડછાડ કરવા માં આવી છે.
માં અંબાજી નું મંદિર 51 શક્તિપીઠ માનું એક છે.કથા અનુસાર અહીં માં શક્તિ નું હૃદય પડ્યું હતું અને અને અહીં માં અહીં અંબા ના ચરણો ના નિશાન પણ છે.
અહીં પૂર્ણિમા ના દિવસે ગણા ભક્તો માં અંબા ના દર્શન કરવા માટે આવતા હોય છે. માં શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા માઇધામ અંબાજી અને ગબ્બર ખાતે લાખો શ્રદ્ધાળુઓની અનન્ય શ્રદ્ધા અને આસ્થા ધરાવતા.
આ ધર્મ સ્થાનકમાં મન-મરજી મુજબની વર્તણૂક અને કામગીરીથી પ્રજામાં રોષની લાગણી સાથે શ્રદ્ધાળુ યાત્રિકોની લાગણી દુભાય છે.
અહીં મૂર્તિ હટાવવા ના કારણે ઘણા ભક્તો ના ખુશ થયા હતા.ગબ્બર ખાતે ચૌદસની રાત્રીની આરતી દર્શનનું વિશેષ મહાત્મય છે.આ દર્શન આરતી માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટે છે. ઘણા ભક્તો એ આના વિસે અરજી પણ આપી હતી.
અખંડ દીવાની પાછળ મુકાયેલી માતાજીની મૂર્તિ ન દેખાતા હોબાળો મચ્યો હતો અને મંદિરના અધિકારીઓને જાણ કરાઇ હતી.
શ્રદ્ધાળુ યાત્રિકોના રોષ આગળ તંત્ર ઝુક્યું હતું અને પ્રતિમા ફરી મુકાઇ હતી.ગબ્બર ખાતે માતાજીના અખંડ જ્યોતના દર્શનનું વિશેષ મહાત્મય છે.
શ્રદ્ધાળુ ભક્તો પ્રસાદ, પૂજાપો, ચુંદડી કે સાડી માતાજીને અર્પણ કરી શકે તે માટે માતાજીની મૂર્તિ જ્યોત આગળ વર્ષોથી મુકાયેલી છે જેનો શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે.
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દાંતા ખાતે હોઇ મંત્રી વિભાવરીબહેન દવેના આગમન ટાણે મૂર્તિ હટાવાતા અનેક સવાલો ખડા થયા હતા.
આ બાબતે ગબ્બર ખાતેના કર્મચારી યોગેશભાઇ જોશીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અખંડ જ્યોતના દર્શન સારી રીતે થઇ શકે તે માટે મૂર્તિ ખસેડી હતી.
પરંતુ ચૌદસની રાત્રે દર્શનાર્થીઓનો ધસારો વધતા ચુંદડી, સાડી, કુમકુમ ચઢાવવા માટે મૂર્તિ ફરી તે જ સ્થળે મુકાઇ હોવાનું જણાવ્યું છે.