ભારત દેશ ને અતિ પ્રાચીન દેશ કેહવાઈ છે તે આપ સૌ જાણોજ છે.ભારતના ખૂણે ખૂણે લોકો ના મનમાં ભક્તિ વાશે છે
ત્યારે સૌથી લોકોપ્રિય યાત્રા એટલે કે ચારધામ યાત્રા આપણાં દેશમાં ઘણા લોકો ચારધામની યાત્રા કરતા હોય છે.
પરંતુ તેમને અમુક ઋતુ માં આ યાત્રા કરવા મળતી નથી પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સુપ્રીમ કોર્ટ એ 900કિમિ નવા હાઈ વે બનાવની મંજૂરી આપી છે.
ચારધામની યાત્રાએ જનારા લોકો માટે એક ખુશ ખબર આવી છે.જે મુજબ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તરાખંડના ચાર પવિત્ર ધાર્મિક શહેરોને દરેક મોસમમાં જોડનારા 900 કિમી લાંબા મહત્વકાંક્ષી ચારધામ હાઈવે યોજનાને મંજૂરી આપી દીધી છે.
કોર્ટે NGTને આદેશમાં ફેરફાર કરતા પર્યવારણની બાબતો પર વિચાર કરવા એક સમિતિની રચના કરવા માટે કહ્યું છે. 900કિમીના આ હાઈવેથી કેદારનાથ,બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી યાત્રાધામોને જોડવામાં આવશે.આ હાઈવે દ્વારા દરેક લોકો પોતાની યાત્રા એ જઇ શકશે.
અને પોતાની યાત્રા કોઈ પણ ઋતુમાં પુરી કરી શકશે.જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી બેંચે પર્યાવરણ તથા વન મંત્રાલયને 22 ઓગસ્ટે આ સમિતિની રચનાનો નિર્દેશ આપ્યો છે.
આ પહેલા એનજીટીએ આ પરિયોજના પર નજર રાખવા માટે ઉત્તરાખંડ હાઈકોર્ટના એક પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
આ પહેલા સીટિઝન ફોર ગ્રીન દૂન નામના NGOએ પાછલા વર્ષે 26 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મુજબ આ યોજનાથી વિસ્તારની પરિસ્થિતિને થનારા નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે.
જોકે કોર્ટે હવે સમિતિના દેખરેખ હેઠળ બધુ કામ થાય અને દર ત્રણ મહિને મીટિંગ કરીને પર્યાવરણના માનકોનું ધ્યાન રખાઈ રહ્યું છે કે નહીં તે સુનિશ્ચિત કરવા કહ્યું છે.
સમિતિ રસ્તા બનાવવા માટે વૃક્ષ, વન વિસ્તાર અને અન્ય કુદરતી સ્ત્રોતોને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખશે.અને કોઈ અન્ય ને નુકશાન ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
આમ યાત્રા એ જતા અનેક લોકો ને ચારધામ ની યાત્રા કરવી સરળ થઈ જશે,અને કોઈ પણ ઋતુમાં યાત્રા જઇ શકશે.અને પોતાની યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરી શકશે.
તમામ લોકો માટે આ ખુબજ ગર્વ ની વાત છે.