કાશ્મીર માં ૩૭૦ ના નવા નિર્ણય બાદજ પાકિસ્તાનમાં તો જાણે આભતૂટ્યું હતું પહેલાથીજ આંતકવાદ ને લઈને પાકિસ્તાન ચર્ચામાં છે. પાકિસ્તાન પોતાની નાપાક કરતૂતો થી ક્યારેય ઉચ્ચું નથી આવ્યું. હાલમાં પણ તેને કંઈક એવુજ કર્યું છે.
આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન આપણાં ઉપર હુમલાઓ કરી રહ્યા છે. પાકિસ્તાનીઓ આપણાં પર રઘવાયા થઈ રહ્યા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલા સીઝફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
આ દરમિયાન ભારતીય સેનાએ એલઓસીને પેલે પાર સ્થિત એક પાકિસ્તાની પોસ્ટને પણ નિશાન બનાવી છે. પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યાં બાદ બંને તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
સેનાના સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. અને ઘણા સમયથી સિઝફાયરિંગ થઈ રહ્યું છે. અને બન્ને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે.
અને જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને શનિવારે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. ભારતીય સેનાના લાંસ નાયક સંદીપ થાપા શહીદ થઇ ગયાં છે.
એક અહેવાલ અનુસાર રાજૌરીના નૌશેરા સેક્ટરમાં શનિવારે સવારે 6.30 કલાકે પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ. આ ગોળીબારમાં ભારતીય સેનાના લાંસ નાયક સંદીપ થાપા શહીદ થઇ ગયાં છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગ હજુ પણ યથાવત છે.
જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. અને તેમની એક ચોકી પણ આપણા ભારતીય જવાનોએ ઉડાવી દીધી છે. આ દરમિયાન તેમને એ વાત પણ સ્વીકારી છે કે પાકિસ્તાને બે દિવસ પહેલાં જ એલઓસી પર પોતાના પાંચ સૈનિક માર્યા ગયા હોવાની વાત કબૂલી હતી.
પાકિસ્તાન સતત ભારતીય સીમામાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. જેથી ભારતીય સેના સરહદ પર એલર્ટ છે. અને તેમને જડબાતોડ જવાબ આપી રહી છે અને પાકિસ્તાનીઓ ને એલઓસી પર જડબાતોડ જવાબ આપી રહ્યા છે.