ભારતમાં ઘૂસ્યો આતંકવાદી, ATS એ જાહેર કર્યો સ્કેચ તમે પણ જોઈ લો

તમામ એજન્સીઓ અને પોલીસને ફેક્સ મેસેજ અફઘાની પાસપોર્ટથી ચાર શખ્સો ઘૂસ્યા હોવાના ઇનપુટ
ઝાકી નામના ઇસમનું પાકિસ્તાની ઓળખપત્ર પણ સામેલ કરાયું

અમદાવાદ: ભારતભરમાં ઓગષ્ટ મહિનાની શરૂઆતથી જ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે.

ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જિલ્લા એસઓજી અને તમામ પોલીસને એક ફેક્સ મેસેજ કરાયો છે.

જેમાં ચાર જેટલા લોકો ભારતમાં ઘૂસ્યા હોવાના ઇનપુટ આપવામાં આવ્યા છે. તેમાંનો એક શખ્સ અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું પણ જણાવાયું છે.

અફધાન બોર્ડરથી આતંકીઓએ ઘૂષણઘોરી કરી તાજેતરમાં કાશ્મીરમાંથી 370 હટાવતા જ એલર્ટ અપાયું હતું. કેટલાક આતંકી સંગઠનો પણ એક્ટિવ થઇ હુમલો કરવાના હોવાના પોલીસને ઇનપુટ મળ્યા હતા.

ત્યારે વધુ એક વખત શહેર પોલીસ તથા તમામ એસઓજીને એટીએસ તરફથી એક ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો છે.

જેમાં જણાવાયું છે કે, ઓગષ્ટ 2019ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમો ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર એટેકને અંજામ આપવા સારું અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરેલી છે.

ઝાકીનું પાકિસ્તાની ઓળખકાર્ડ સામેલ

અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આ આતંકી ગ્રુપના વડાનો પાસપોર્ટ અને ફોટો પણ પોલીસને કરેલા ફેક્સ મેસેજમાં સામેલ કરાયો છે.

આ શખ્સ આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાકી નામના ઇસમનું પાકિસ્તાની ઓળખપત્ર પણ સામેલ કરાયું છે.

ફોટોમાં દેખાતા વ્યક્તિ કે અફધાન પાસપોર્ટ ધરાવનારે કચેરીએ મોકલવા

આ બાબતે 15 જુલાઇ 2019થી ફોટોમાં સામેલ ઇસમ અથવા અન્ય કોઇ પણ અફઘાન પાસપોર્ટ ધરાવનાર ઇસમો જે તે વિસ્તારમાં હોય તો તેના સી ફોર્મની વિગતો માહિતી સાથે 18મી ઓગષ્ટ 2019 સુધીમાં જે તે કચેરીઓમાં મોકલવાનો હુકમ કરાયો છે.

તો બીજી તરફ પોલીસે પણ પાસપોર્ટને લગતી તમામ તપાસ શરૂ કરી રિપોર્ટ તેમના અધિકારીઓને સોંપ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top