જ્યાર થી મોદી સરકાર બીજી વખત સત્તા માં આવી છે ત્યારબાદ થીજ મોદી નાના મોટા અનેક નિર્ણય લેવાના ચાલુ કરી દીધા હતા.
મોદી ના દરે નિર્ણય ને લઈને ઘણા લોકો ખુશ હોઈ છે જ્યારે વિપક્ષ હંમેશા તેના પર કંઈક ને કંઈક વિવાદિત પ્રશ્ન કરતા રહે છે.
ત્યારે આ વચ્ચે મોદી એ સૌથી મોટા નિર્ણય તરીકે કાશ્મીરમાં 370 હટાવવા નો નિર્ણય લીધો જે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે.
ત્યારે હવે મોદી દેશ ની અર્થવ્યવસ્થા ને લઈને ઘણા નિર્ણય લેવાના છે તેવી માહિત જાણવા મળી હતી તો આવો જાણીએ શુ છે.
સચ્ચાઈ.દેશની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને કેટલાક ક્ષેત્રો મંદીમાંથી પસાર થઈ રહ્યા છે.
ત્યારે અર્થતંત્રને ફરી પાછી પાટા પર લાવવા તેમજ વેગવંતો બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ મોરચો સંભાળે તેવી શક્યતા છે.
મોદી સરકાર ટૂંક સમયમાં મોટા નિર્ણય કરી શકે છે.પીએમઓના સૂત્રો પ્રમાણે ટેક્સમાં રાહત મળે તેવા અને લોકોની નોકરીઓ બચે તેવા નિર્ણયોની શરૂઆત સોમવારથી જ થઈ શકે છે.
સંકટમાંથી પસાર થતા ક્ષેત્રોને પહેલા જ રાહતના પેકેજના સંકેત મળી ચૂક્યા છે,પરંતુ મોદી સરકાર માત્ર એટલાથી જ રોકાશે નહી.
સૂત્રો મુજબ આ નિર્ણયો એ પ્રકારે લેવામાં આવશે કે જેનાથી દેશને 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં પણ આગળ અડચણ ન આવે.
જે માટે દેશ અને વિદેશી રોકાણકારોને વિશ્વાસ વધે તે માટે વડાપ્રધાન સીધો સંવાદ પણ કરી શકે છે.
ઉપરાંત સરકારી ખર્ચાઓમાં કાપ મૂકવા અંગે પણ નિર્ણય લઈ શકે તેવી શક્યતા છે.
અર્થતંત્રને ફરી પાટે લાવવા સૌ પ્રથમ પ્રધાનો અને અધિકારીઓના બિનજરૂરી સુવિધાઓ અને રોજબરોજના ખર્ચાઓમાં કાપ મૂકવામાં આવશે.
જો કે સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે કલ્યાણકારી યોજનાઓના ફંડમાં કોઈ કાપ નહી મૂકવામાં આવે.
અન્ય ઉપાયમાં સૌથી મોટો નિર્ણય ટેક્સ સુધારાને લગતો હોઈ શકે છે,જે અર્થતંત્રને વેગવાન બનાવવા એક્કારૂપ સાબિત થઈ શકે છે.
તો નોકરીઓ બચાવવા માટે સરકાર મંદીમાંથી પસાર થતી કેટલીક ઈન્ડસ્ટ્રીઓને રાહત પેકેજ આપવાની પણ તૈયારી કરી રહ્યુ છે.
અનેક નાનાં મોટાં નિર્ણય લઈને સરકાર એવું વિચારી રહી છે કે દેશ ની અર્થવ્યવસ્થા હાજી વધારે સારી બને તથા દેશ ની ગરીબી પણ ઓછી થાય.