વીંગ કમાન્ડર અભિનંદન આપણે કરેલી એરસ્ટ્રેક બાદ પાકિસ્તાન વિમાનો ભારતમાં ઘુસતા અટકાવવા ગયા હતા.
અને તે વખતે તેમનું પ્લેન ક્રેશ થતા Pok માં તેઓ જઇ પડ્યા હતા અને ત્યાં પાકિસ્તાની આર્મીએ તેમને પકડી લીધા હતા
ભારતના જાબાંજ વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાકિસ્તાની કમાન્ડો અહેમદ ખાનને ભારતીય સેનાએ ઠાર કર્યો છે.
અહેમદ ખાન નિયંત્રણ રેખાને પાર આતંકવાદીઓની ધુસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે.
અહેમદ ખાન પહેલા પણ આતંકવાદીઓ માટે નૌશેરા, સુંદરવની, પલ્લનવાલા અને આસપાસના સેક્ટર્સ પર ઘુસણખોરી કરતો આવ્યો છે.
અહેમદ ખાનને કેટલાંક દિવસ પહેલાં પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં આતંકવદીઓની ઘુસણખોરીને લઇને તૈનાત કરવામાં આવ્યાં હતાં.
ભારતીય જવાનોની સતર્કતાના કારણે તે પોતાના નાપાક ષડયંત્રમાં નિષ્ફળ રહ્યો. પાકિસ્તાની સેનાએ પૂંછની કૃષ્ણા ઘાટીમાં મોર્ટારથી બોમ્બમારો કર્યો જેનો જડબાતોડ જવાબ ભારતીય સેનાના જવાનોએ આપ્યો.
પાકિસ્તાન તરફથી અનેક વિસ્તારોમાં મોર્ટારથી બોમ્બમારો કર્યો જેની આડમાં આતંકી ઘુસણખોરીના પ્રયાસમાં હતા.
ભારત તરફથી જવાબી કાર્યવાહીમાં નિશાને પર પાકિસ્તાની સેનાના કમાન્ડો અહેમદ ખાન પણ આવી ગયો.
વિંગ કમાંડર અભિનંદને ખદેડ્યાં હતાં પાકિસ્તાની વિમાન.
બાલાકોટમાં ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકના એક દિવસ બાદ પાકિસ્તાની વિમાનોએ ભારતમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રયાસને નિષ્ફળ બનાવીને પાકિસ્તાની વિમાનને વિંગ કમાંડર અભિનંદન વર્ધમાને ખદેડ્યાં હતાં.
પાકિસ્તાની એફ-16 વિમાનો સાથે ડૉગફાઇટ કરતાં વિંગ કમાંડર અભિનંદનનું મિગ-21 બાઇસન વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા હતાં
અને તે પાકિસ્તાની સીમામાં જઇ પડ્યા હતાં. પાકિસ્તાને તેમને પકડી લીધાં હતાં, જે બાદ 1 માર્ચના રોજ જિનિવા સંધિ અંતર્ગત તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં.
સ્વતંત્રતા દિને વીર ચક્રથી સન્માનિત
પાકિસ્તાનને પરસેવો છોડાવનાર વિંગ કમાંડર અભિનંદનને ફરીથી વાયુ સેના જોઇન કરી છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર તેઓ ટૂંક સમયમાં ફરીથી લડાકુ વિમાનો સાથે ઉડાન ભરશે. તેમના શૌર્યને જોતાં આ સ્વતંત્રતા દિને તેમને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં.