આ વ્યક્તિએ ઓછા પાણીએ કરી દાડમની ખેતી,મેળવી બમણી આવક.જાણો વિગતે.

હાલ રાજ્ય માં સારો વરસાદ દેખાય છે.પરંતુ થોડા મહિનાઓ અગાવ દુકાળ જેવી પરિસ્થિતિ જોવા મળી હટી તે પરિસ્થિતિ વચ્ચે એક વ્યક્તિએ અદભુત તકનીક થઈ દાડમ ની ખેતી કરી બમણી આવક મેળવી છે જાણો કેવીરીતે આ શક્ય બન્યું.

રાજ્યમાં ઓછું પાણી ધરાવતા વિસ્તારમાં મોરબીનો પણ સમાવેશ થાય છે.આ વિસ્તારમાં અનિયમિત અને ઓછા વરસાદ સાથે તળના પાણી ઊંડા હોય મોટેભાગે ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર વિશેષ ભાર મુકે છે.

પરંતુ આ વિસ્તારના ખેડૂતો પણ હવે ઓછા પાણીએ આવક અપાવે તેવા પાક તરફ વળવા લાગ્યા છે. ઓછા પાણીની જરૂરિયાત ધરાવતાલાંબાગાળાના બાગાયતી પાકમાં ઓછી મહેનતે સારું વળતર રહેતું હોય આ ખેતી તરફ વળી રહ્યા છે.

ઓછા પાણીમાં મહેનત થકી સારી આવક લઈ શકાય તેવા પાકમાં દાડમની ખેતીને પસંદ કરી ઉત્તમ આવક લેવામાં સફળ રહ્યા છે.

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ ખાનપર ગામના દામજીભાઈ પટેલ. જેઓએ સુકી જમીન પર દાડમની ખેતી કરી અનોખી ક્રાંતિ સર્જી છે.

હાલ ૧૨ વીઘામાં દાડમના બગીચામાં ૧,૯૦૦ જેટલા રોપા પરથી ઉત્પાદન લેવામાં સફળતા મેળવી વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક લે છે.૧૭૦૦ ફૂટ ઊંડો દાર બનાવતાં પાણી મળ્યું.

આજથી પાંચ વર્ષ પહેલા કપાસ મગફળીના ભાવ ના મળતાં ખેડૂત દામજીભાઈએ બાગાયતી ખેતી તરફ વળવા મન બનાવ્યું.

પરંતુ સૌથી પહેલી મુશ્કેલી હોય તો પાણીની હતી. તેમના વિસ્તારમાં નથી નર્મદા કેનાલના પાણી આવતા કે નથી અન્ય કોઈ કેનાલના પાણીની સુવિધા.

પાણીની મુશ્કેલી દૂર કરવા માટે દામજીભાઈએ દાર બનાવવાનું નક્કી કર્યું.

ત્રણથી ચાર દાર કરાવ્યા છતાં પાણી ના આવ્યું છતાં હિંમત ના હાર્યા અને છેલ્લે ૧૭૦૦ ફૂટ ઊંડો દાર બનાવતાં પાણી મળ્યું. હાલમાં તેમના બોરમાં ૩૫૦ ફૂટે પાણી આવે છે.

જેના થકી તેઓ ડ્રિપ ઈરિગેશનથી દાડમનો ૧૨ વીઘાનો બગીચો ખીલવ્યો છે.ઓછા પાણીએ દાડમની ખેતીમાં દમદાર ઉત્પાદન લેવા માટે દામજીભાઈ ઘોડાસરાએ આધુનિક ડ્રિપ ઈરિગેશન સાથે ખેતી અપનાવી છે.

તેમણે ૧૨ વીઘામાં કુલ ૧,૯૦૦ રોપામાં ૧૨ ફૂટ બાય ૮ ફૂટનું અંતર જાળવ્યું હતું. દાડમમાં વચ્ચેના ભાગમાં તેઓએ લીંબુ તેમજ એપલબોરના ૭૦ જેટલા ઝાડ પણ લગાવ્યા છે.

લીંબુમાં આ વર્ષથી ઉત્પાદન ચાલુ થશે.તો દાડમનું તેઓ દર વર્ષે ૮ મા મહિનામાં ઈથરેલ છાંટી ફ્લાવરિંગ લગાવે છે. તેના ફળ ફેબ્રુઆરી અંતમાં આવતા હોય છે. હાલમાં પણ દાડમના ઝાડ પર ફળ લાગેલા છે.

પરંતુ પદ્ધતિસરના ઉત્પાદન માટે હવે માવજત કરશે.દાડમની ખેતીમાં સારા ઉત્પાદન માટે મુખ્ય આધાર માવજત પર છે. દાડમનો ગ્રોથ સારો થાય તે માટે સમયસર છોડને આરામ આપ્યા પછી ખાતર, પાણીનું સિડ્યુલ બનાવવું પડે છે.

તેઓ ડ્રિપમાં વોટરસોલ્યૂબલ ખાતરો સાથે ગૌમૂત્ર, જીવામૃત, ખાટી છાસ વગેરે પિયતમાં આપે છે. રાસાયણિક ખાતરોના મહત્તમ ઉપયોગ ઘટાડા સાથે સાથે સાથે ખાટીછાસ અને ગૌમૂત્રનો છોડ પર સ્પ્રે પણ કરે છે. ખાટી છાસના લીધે ફૂગજન્ય રોગ ઓછા લાગે છે.

દર વર્ષે દાડમની વાડીમાં કટિંગથી લઈને કાપણી સુધી માવજત પાછળ ૨ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે. ગત વર્ષે દાડમનું ૪ લાખ રૂપિયાથી વધુનું વેચાણ મળ્યું હતું.

હવે દાડમનો જેમ જેમ વિકાસ થશે તેમ તેમ આવકમાં વધારો થશે. આ વર્ષે દાડમનું પદ્ધતિસરનું ઉત્પાદન લેશે. વાડીએ બેઠા વેપારીઓ આવીને દાડમની ખરીદી કરી જાય છે.

તો ઓછો માલ હોય ત્યારે મોરબી યાર્ડમાં પણ તેનું વેચાણ કરી દે છે. સમયસર પ્લાનિંગ સાથે જાત મહેનત કરવી હોય એના માટે દાડમની ખેતી ઉત્તમ છે.

હાલમાં દામજીભાઈ કપાસ,મગફળી કરતાં દાડમમાં વધુ વળતર મેળવી ગામ લોકો માટે આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.જે ખુબજ પ્રેરણા દાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top