પાકિસ્તાન ના નાપાક ઈરાદા ઓ પર પ્રતિબંધ મુકતા હોવી તે ભારત સિંધુ અને સતલજ બન્ને નદી પાકિસ્તાને ભારત પર સિંધુ અને સતલજ બંને નદીમાં જણાવ્યા વગર પાણી છોડવાનો મનગઢંત આરોપ મૂક્યો છે.
ત્યાંના પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના અધિકારીઓએ સતલજ અને અલચી બંધમાંથી પાણી છોડ્યા બાદ પૂર સંબંધિત એલર્ટ જાહેર કર્યું છે.
ભારત દ્વારા ફીરોજપુર સ્થિત હરિકે હેડવર્લ્સમાંથી લગભગ 70,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે.
ભારતે લગભગ 2 લાખ ક્યૂસેક પાણી જણાવ્યા વગર જ સતલજ નદીમાં છોડી દીધું છે.
જેના કારણે પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે.ડૉન ન્યૂઝના એક રીપોર્ટ અનુસાર પંજાબની ક્ષેત્રિય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ભારત દ્વારા નદીમાં પાણી છોડ્યું આ બાદ સતલજમાં વધતા જતા પાણીના સ્તરના કારણે પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં તેમણે ગંડા સિંહ ગામમાં લગભગ 125,000 થી 175,000 ક્યૂસેક પાણી પહોંચવાની શક્યતા જણાવી છે.સંબંધિત એજન્સીઓને જરૂરી વ્યવસ્થા કરવાના આદેશ પણ આપ્યા છે.
પાકિસ્તાનમાં પૂર સામે પહોંચી વળવાની તૈયારીઓ પૂરજોશમાંક્ષેત્રિય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ખૈબર પખ્તૂનખ્વાના ડીરેક્ટર જનરલે પણ જણાવ્યું છે કે, ભારત દ્વારા અચાનલ પાણી છોડવામાં આવ્યું છે.જેના કારણે સિંધુ નદીમાં પૂર આવી શકે છે.તેમણે ચેતવણી આપતો એક પત્ર પણ લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે, પાણીને તારબેલા બંધ સુધી પહોંચવામાં 12 કલાક લાગશે, જ્યારે ડેરા ઈસ્માઇલ ખાન સુધી પહોંચવામાં 15 થી 18 કલાક લાગશે.
કોઇપણ જાતની ઈમર્જન્સીને પહોંચવા સિંધુ નદીના આસપાસના વિસ્તારો પર નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
સાથે-સાથે પૂર્વતૈયારી રૂપે હોડીઓ અને તરવૈયાની વ્યવસ્થા કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.ઘણા લોકો નું કહેવું છેકે જે થયું તે ખૂબ સારું છે.