રાંધણ છઠ્ઠ એ શીતળા સાતમ સાથે સંકળાયેલો તહેવાર છે સાતમના આગલા દિવસને આપણે રાંધણ છઠ્ઠ કહીએ છીએ.
આપણે ત્યાં રાંધણ છઠ્ઠ નું ખુબ મહત્વ છે અને શ્રાવણ વદ છઠ ના દીવસે રસોઇ તૈયાર કરી સાતમના દિવસે ઠંડી રસોઇ આરોગવાની પરંપરા છે.
અને પરંપરા અનુસાર સાતમના દિવસે આરોગવામા આવતી ઠંડી રસોઇ ની તૈયારી ઓ છઠના દીવસે કરાય છે. આ દિવસે ભાત ના ભોજન બનાવવામાં આવે છે અને માતા શીતળાને સંતતિરક્ષા માટે પ્રાર્થના કરે છે.
અને બીજા દિવસે એટ્લે શીતળા સાતમના દિવસે પ્રાત:કાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લિપિ-ગુપી તેમાં આંબો રોપી કુતકૃત્ય વિધિ કરે છે.
સગડી, ગેસ કે ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકરણે કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન નું પૂજન કરીને કૃતાગ્નતા અનુભાવે છે.
ભારતની વિવિધ સંસ્કૃતિ માં એક અહમ અંગ તહેવારો છે.
રાંધણ છઠ પર વહેલી સવારથી જ ઘેર ઘેર રસોઇ મંડાશે, અને ઘેર-ઘેર વડા, થેપલા રાયતુ પુરી સહીતની વાનગીઓ રંધાયા બાદ રુ ની ચુંદડી અને કંકુ ચોખા દ્વારા ચુલાનું પુજન કરવામા આવે છે.
મોડી રાત્રે ચુલાને ઠારવામાં આવે છે. ચુલા ઠારવા પાછળ પણ લોકવાયકા પ્રસિદ્ધ છે.
જે અનુસાર શીતળા સાતમના આગળના દિવસે એટલે કે છઠના દિવસે શીતળા માતાજી ઘરે-ઘરે ફરે છે અને ચુલામાં આળોટે છે.
રાંધણ છઠ્ઠના દિવસે આંબા ના રોપની પરમપરા
આંબાના રોપનું રહસ્ય એ છે કે બધા કુટુંબીજનો ને આમ્રવૃક્ષની શીતળતા મળતી રહે.
અને આંબાના પરિપક્વ ફળ જેવો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે તેવી ભવ્ય ભાવના સાથે સાધનને પવિત્ર ગણી તેની પૂજા કરવામાં આવે છે.
આથી સ્ત્રીઑ સગડી, ઘંટી, સરવણી, સૂપડું વગેરે સેવાને સાધનોની શ્રધ્ધપૂર્વક પૂજા કરે છે. તેમજ ખેડૂત હળની તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે.
જ્યારે વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે. અને પંડિત કે વિધ્ધવાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે.
અને આ રાંધણ છઠ્ઠ બીજા દિવસે એટલે કે સાતમ ના દિવસે ઘણા જગ્યા એ મેળાઓ પણ ભરાય છે અને આ મેળાઓ નું આપણે ત્યાં ખૂબ મહત્વ છે.