આપણે સૌ જાણીએ છીએ કે આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારતમાં ઘણા નવા નવા કર્યો કર્યા છે.અને ભારતને ખુબજ આગળ વધાર્યું છે.
હાલમાંજ તેમને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કારવામાં મોટું યોગદાન આપ્યું હતું.અને કલમ 370 નાબૂદ કરવામાં સફળ થાયા હતા.તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઇનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અપાશે,જાણો વિગતે.
તારીખ.૨૩મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અપાશે અને તેમને સમ્માનિત કરવામાં આવશે.
યુએઈના સૌપ્રથમ BAPS હિંદુ મંદિર ખાતે શુક્રવારે ‘જન્માષ્ટમી ઉત્સવ’ ઉજવાશે અને યુએઈ માં જન્માષ્ટમીનો દિવસ ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવાશે.
યુએઈના સૌપ્રથમ BAPS હિંદુ મંદિર ખાતે શુક્રવારે ‘જન્માષ્ટમી ઉત્સવ’ ઉજવાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત યુએઈમાં વસતાં ભારતીયોને અત્યંત આનંદ, ગૌરવ અને પ્રેરણા આપનારી બની રહેશે અને ત્યાંના લોકો માટે આ ખુબજ ઉત્સાહ ની વાત છે.
BAPS અનેક શાખાઓ અને મંદિરો અલગ અલગ વિદેશી દેશોમાં આવેલા છે.અને હવે યુએઈમાં પણ આ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.યુએઇના સૌપ્રથમ BAPS હિંદુ મંદિર કે જેનું નિર્માણ આ દેશની રાજધાની અબુ ધાબી ખાતે થઈ રહ્યું છે.
ત્યાં તા.૨૩મી ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ પૂજ્ય બ્રહ્મવિહારીદાસજીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તા.૨૩મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘Order of Zayed’ અપાશે. જેની એપ્રિલ-૨૦૧૯માં જાહેરાત થઈ હતી.અને આ એવોર્ડ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈમાં આપવામાં આવશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક દેશો સાથે સારા સબંધ બાધે છે.અને યુએઈ પાસે પણ અનેક વાર મુલાકાતે ગયા છે.
ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીની ચાર વર્ષમાં ત્રીજી મુલાકાતને આવકારવામાં આવી રહી છે અને બન્ને દેશો વચ્ચેના સંબંધોને સુદૃઢ બનાવનારી બની રહે તે સંદર્ભમાં જોવામાં આવી રહી છે.
પોતાની બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના શેખ ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન ઝાયદને મળશે અને સંયુક્ત મુદ્દાઓ પર દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે.
અને યુએઈના શેખ ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન ઝાયદ સાથે મિટિંગ કરશે અને સંયુક્ત મુદ્દાઓ પર દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈમાં બીએપીએ સંસ્થાનું ઉદ્ઘાટન કરશે, સવડાપ્રધાનની યુએઈની આ મુલાકાત અંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓની જવાબદારી સંભાળતા વરિષ્ઠ સંત પૂજ્ય સાધુ બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યુએઈની મુલાકાત અહીં રહેતાં ભારતીયોને અત્યંત આનંદ, ગૌરવ અને પ્રેરણા આપનારી બની રહેશે.
ખાસ કરીને આપણા વડાપ્રધાનને યુએઈનો ‘સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર’ તેઓના વ્યાપાર-અર્થશાસ્ત્ર ઉપરાંત, બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોના નિર્માણનાં નિરંતર પ્રયાસ માટે મળી રહ્યો છે.
થોડાં જ સમયનાં અંતરમાં વડાપ્રધાનની યુએઈની ત્રીજી મુલાકાત બન્ને દેશો અને નેતાઓ વચ્ચે પણ મજબૂત સંબંધ અને વ્યક્તિગત મિત્રતાને પણ વધારશે.
અને આ મુલાકાતથી આપણા દેશ ને સારી એવી તાકાત મળશે,અને મિત્રતા પણ વધશે,જેનાથી આપણા અનેક કામો માં મદદ કરશે યુએઈ.
તેમજ સાધુ બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ બન્ને નેતાઓના પ્રેમ, સહિષ્ણુતા અને મિત્રતાના માધ્યમથી વિકાસનું વાતાવરણ નિર્માણ કરવાની ઉદારતા અને સમર્થન માટે પણ તેઓને અભિવાદન પાઠવ્યા છે.