બદલાઈ જશે હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ના નિયમ,જાણો કેવા છે નવા નિયમો અને ક્યારથી આવશે અમલ માં જાણો વિગતે.

આજકાલ દરેક વ્યક્તિ ઓનલાઇન ટ્રાન્ઝેકસન કરે છે,અને આજના યુગમાં દરેક કામ ઓનલાઈ ટ્રાન્ઝેકસન દ્વારા થતું હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે સોમવારથી બદલાઇ જશે ઓનલાઇન ટ્રાન્ઝેકસનના નિયમ તો આવો જાણીએ આ નવા નિયમ.

નવા સમય અનુસાર હવે સવારે 8 કલાકને બદલે 7 વાગ્યાથી RTGS શરૂ થશે.અને આની સાથે તમને ઘણા ફાયદા થશે.આજકાલ દરેક વ્યક્તિ ઓનલાઇન ટ્રાન્ઝેકસન કરે છે.

અને જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને લેવડ દેવડ માટે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ની સમયમર્યાદામાં ફેરફાર કર્યા છે. આ નવા ફેરફાર 26 ઓગસ્ટના રોજથી લાગુ થશે.

અને આ ફેરફરોથી ઓનલાઇન ટ્રાન્ઝેકસન કરતા દરેક વ્યક્તિ ને ફાયદો થશે.હવે સોમવારથી બદલાઈ જશે ઓનલાઇન ટ્રાન્ઝેકસનના નિયમ,નવા સમય અનુસાર હવે સવારે 8 કલાકને બદલે 7 વાગ્યાથી RTGS શરૂ થશે.

હાલમાં ગ્રાહકો માટે RTGS સિસ્ટમનો ટાઈમિંગ 8 કલાકથી સાંજે 6 કલાકનો છે. જ્યારે ઈન્ટર-બેન્ક ટ્રાજેક્શનનો ટાઈમિંગ સવારે 8 કલાકથી સાંજે 7.45 કલાકનો છે.

નવા આદેશમાં હવે RTGS સિસ્ટમનો સમય વધારવામાં આવ્યો છે. હવે ગ્રાહકો અને બેન્કો માટે RTGS સવારે 7 વાગ્યાથી શરૂ થશે.

અને RTGS સવારે 7 વાગ્યે ચાલુ થઈ જશે,અને દરેક વ્યક્તિને આનો લાભ થશે,અને ઓનલાઇન ટ્રાન્ઝેકસન કરતા દરેક વ્યક્તિને ફાયદો થશે.

આ ઉપરાંત બીજા ઘણા ફાયદા થશે જાણો,જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો, બીજા એકાઉન્ટમાં તરત જ રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે.

બીજા-ચોથા શનીવારે બેન્કમાં રજાની સાથે આ સર્વિસ બંધ રહે છે. જ્યારે રવિવારે અને બેન્કની જ્યારે-જ્યારે રજા હોય છે ત્યારે આ સર્વિસ બંધ રહે છે.

અને ઓનલાઈન ટ્રાન્ઝેકસન કરતા લોકોને તખલીફ પડે છે.બેન્કીંગ ટ્રાન્ઝેક્શનોમાં ચેક મારફત ફંડની લેવડ-દેવડ ઉપરાંત અન્ય ઘણાં વિકલ્પોથી પણ ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે.

ઇલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર માટે આરટીજીએસ (રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) અને એનઇએફટી (નેશનલ ઇલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર) સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.

રૂપિયા ૨ લાખથી વધુ રકમના ફંડ ટ્રાન્સફર માટે આરટીજીએસનો ઉપયોગ કરવામાં આવે છે.જ્યારે રૂપિયા ૨ લાખથી ઓછી રકમ માટે એનઇએફટીનો ઉપયોગ થાય છે.

આમ નવા નિયમ મુજબ ઓનલાઇન ટ્રાન્ઝેકસન કરતાં લોકોને ઘણા ફાયદા થશે.લોકો ના ફાયદા ને ધ્યાન માં રાખી નેજ આ નિર્ણય લેવા માં આવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top