અરૂણ જેટલી ગઈકાલ બપોરે 12.07 કલાકે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ છેલ્લા થોડા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જે બાદ તેમને દાખલ કરવામાં આવ્યાં હતાં. પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનો ગુજરાતા સાથે અનોખો સંબંધ રહેલો છે. તેઓ ગુજરાતનાં સંબંધી પણ છે.
જેટલીના પત્નીની ભત્રીજીના લગ્ન ભાજપનાં નેતા પરિન્દુ ભગત ઉર્ફે કાકુભાઈના પુત્ર મૌલિક સાથે થયા છે. અરૂણ જેટલીને મોદીનાં ટ્રબલ શૂટર પણ કહેવામાં આવે છે.
નોંધનીય છે કે વર્ષ 2002 માં ગોધરાકાંડ બાદ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ આ સમયે અડવાણીની સાથે અરૂણ જેટલી પણ તેમના સમર્થનમાં ઉભા હતા. જેના કારણે મોદીનું મુખ્યમંત્રી પદ પણ બચી ગયું હતું.
આ ઘટના બાદ મોદી અને અરૂણ જેટલી એકબીજાની વધુ નજીક આવ્યા હતાં. ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં મુશ્કેલી અને ફેફસાંમાં પાણી ભરાવાની ફરિયાદને પગલે પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં 15 દિવસની સારવાર બાદ આજે તેમનું નિધન થયું છે. અરૂણ જેટલી મોદી સરકારની પહેલી ટર્મમાં સૌથી પાવરફુલ નેતાઓમાંના એક હતા.
તેઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીના ટ્રબલ શૂટર બનતા હતા. અરૂણ જેટલીનો ગુજરાત અને મોદી સાથે લગભગ બે દાયકાથી ગાઢ સંબંધ રહ્યો છે. આ સિવાય અરૂણ જેટલી ગુજરાતના વેવાઈ પણ છે. જેટલીના પત્નીની ભત્રીજીના લગ્ન ભાજપના નેતા પરિન્દુ ભગત ઉર્ફે કાકુભાઈના પુત્ર મૌલિક સાથે થયા છે.
18 વર્ષ સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. અરૂણ જેટલી પહેલી રાજ્યસભાની ચૂંટણી પણ ગુજરાતમાંથી લડ્યા અને રાજ્યસભાના સાંસદ બન્યા હતા.
ત્યાર બાદ તેઓએ 2006 થી 2012 અને 2012 થી 2018 સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. 2002 માં મોદીની પડખે મજબૂતાઈથી ઉભા રહ્યા.
માત્ર એટલું જ નહીં, વર્ષ 2002 માં થયેલા ગોધરાકાંડ બાદ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની લગભગ તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ આ સમયે અડવાણીની સાથે અરૂણ જેટલી પણ તેમના સમર્થનમાં મજબૂતાઈથી ઉભા રહ્યા અને મોદીનું મુખ્યમંત્રી પદ પણ બચી ગયું હતું.
આ ઘટના બાદ મોદી અને અરૂણ જેટલી એકબીજાની વધુ નજીક આવ્યા.મોદી-શાહને કાયદાકીય મદદ કરીવર્ષ 2002 થી 2013 સુધીમાં ગુજરાતમાં અનેક ઘટનાઓ બની.
જેમાં સોહરાબુદ્દીન અને ઈશરતજહાં ફેક એન્કાઉન્ટર કેસમાં પણ જેટલી અમિત શાહ અને મોદીની પડખે રહ્યાં. માત્ર એટલું જ નહીં, મીડિયામાં પણ તેઓ અનેકવાર મોદી-શાહનો બચાવ કરતા જોવા મળ્યા. તેની સાથે સાથે કાયદાકીય મદદ પણ કરી. મોદી-શાહને ફસાવવાનો આરોપ મુકી તત્કાલીન પીએમ મનમોહન સિંહને પત્ર લખ્યો.
મોદી અને શાહના સપોર્ટમાં જેટલીએ 27 સપ્ટેમ્બર 2013 ના રોજ તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહને પત્ર લખ્યો હતો.
આ પત્રમાં અરૂણ જેટલીએ તત્કાલીન યુપીએ સરકાર પર તપાસ એજન્સીનો દૂરઉપયોગ કરીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. આ પત્રમાં જેટલીએ હરેન પંડ્યા હત્યા કેસથી લઈ સોહરાબુદ્દીન અને ઈશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસ દ્વારા બીજેપીના સંબંધિત નેતાઓને ફસાવવાનો આરોપ મુક્યો હતો.
2014 માં દિલ્હીમાં નવા સવા મોદીને જેટલીના રૂપમાં વિશ્વાસુ મળ્યાવર્ષ 2014 માં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતની ગાદી છોડીને દિલ્હીની ગાદી સંભાળી ત્યારે દિલ્હી માટે તેઓ આઉટસાઈડર હતા.
મોદી ભલે ગુજરાતના ત્રણ ત્રણવાર મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય પણ તેઓ એક વાત સારી રીતે જાણતા હતા કે, દિલ્હી ગાંધીનગર નથી. અહીંની રીત-ભાત અને રંગ કંઈક અલજ છે. જેથી મોદીને પોતાની કેબિનેટમાં એક એવા વ્યક્તિની શોધ હતી જે દિલ્હી અને લુટિયન્સ ઝોનની રગેરગથી વાકેફ હોય.
આ શોધ અરૂણ જેટલીમાં પુરી થઈ હતી. જેટલી એક માત્ર એવા વ્યક્તિ હતા જેઓ અમિત શાહ બાદ મોદીના સૌથી વધુ વિશ્વાસુ હતા.
અરૂણ જેટલીએ પહેલી રાજ્યસભાની ચૂંટણી પણ ગુજરાતમાંથી જ લડ્યાં હતાં. જે બાદ તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ત્યાર બાદ તેઓએ વર્ષ 2006 થી 2012 અને 2012 થી 2018 સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. અરૂણ જેટલીએ એમપી તરીકે ગુજરાતનું ચાંદોદ ગામ દત્તક લીધું હતું. તેમણે આ ગામમાં ઘણાં જ વિકાસનાં કામ ઉપરાંત સ્વચ્છતા પણ વધારી હતી.