ભાજપ છોડી નીતિન પટેલ કોંગ્રેસમાં આવે તો તેમનું સ્વાગત : જગદીશ ઠાકોર

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ભાજપ છોડવાની અટકળો વચ્ચે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર કટાક્ષ કરતા જણાવ્યું છે કે ભાજપ છોડી નીતિન પટેલ કોંગ્રેસ આવે તો સ્વાગત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપમાં હિટલરશાહી ચાલી રહી છે. જેમાં સરકારી જાહેરાતોમાંથી નીતિન પટેલના ફોટા ગાયબ થઈ રહ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે આગામી દિવસોમાં તેમની કેવી હાલત થવાની છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સીએમ રૂપાણી વચ્ચે ચાલી રહેલો વિવાદ તેની ચરમસીમાએ પહોંચે તેવી શક્યતા સામે આવી હતી .જેમાં ગુજરાતમાં ટીમ રૂપાણીના કેબીનેટ વિસ્તરણમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પડતા મુકવાની શકયતા વચ્ચે આ વિવાદ વકર્યો હોવાનું સામે આવ્યું છે. જેના લીધે નીતિન પટેલ ભાજપ સાથે છેડો ફાડે તેવી અટકળો પણ તેજ થઈ હતી. જેના ગુજરાત રાજકારણમાં પણ હીટવેવ શરૂ થઈ છે.

જો કે આ અંગે ગુજરાતના નાયબ સીએમ નીતિન પટેલે ટ્વીટ કરીને આ અંગે ખુલાસો કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે આ વાઈરલ થઈ રહેલો મેસેજ ખોટો છે અને મીડિયા સામે આવીને આવી પ્રતિક્રિયા આપીને તેનાથી મારી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું છે.મારા વિરુદ્ધની પોસ્ટનો કોઈએ વિશ્વાસ કરવો નહીં. નિતીનભાઈ પટેલે કહ્યું છે કે મને બદનામ કરવાનું ષડયંત્ર છે અને મારી પ્રતિષ્ઠા અને વિશ્વનીયતાને નુકશાન કરવા માટે કેટલાક લોકો દ્વારા આવા મેસેજ ફેલાવી રહ્યા છે.

જેમાં છેલ્લા ઘણા સમયથી આ બાબતની રાજકીય ચર્ચા વચ્ચે નીતિન પટેલ અને વિજય રૂપાણી વચ્ચે થોડા સમય પૂર્વે પણ જાહેર ખટરાગ જોવા મળ્યો હતો. આ ઉપરાંત Gujarat માં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં સરકારની રચના બાદ મંત્રીમંડળમાં ખાતાઓની ફાળવણીને લઈને ઉભો થયેલો અસંતોષે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી હતી. જેની શરુઆત નાયબ સીએમ નીતિન પટેલ જ કરી હતી. જેના પગલે હવે ભાજપે કેબીનેટની ફેરબદલની કવાયત હાથ ધરી છે. જેમાં સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેબીનેટ રીસફલ નીતિન પટેલને પડતા મુકવાની અને તેમના સ્થાને બીજા પાટીદાર નેતાને પ્રમોટ કરવાનો તખતો ધડાઈ ચુક્યો છે.

આ ઉપરાંત નીતિન પટેલ લોકસભા ચુંટણીમાં સાંસદની ચૂંટણી લડાવીને તેમને કેબીનેટમાંથી દુર કરવાની પણ ભાજપે રણનીતિ ધડી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીને અનુલક્ષીને મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવી પણ શક્યતા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top