જાણો કોણે લખ્યો પરેશ ધાનાણી ને પત્ર, શું કરી પાટીદારો માટે માંગ

પાટીદાર અનામત આંદોલન નો ત્રીજો તબક્કો ૨૬ તારીખે હાર્દિક પટેલે માલવણ થી શરુ કર્યો, આ ન્યાય પંચાયત ની અસરને લઈને ગુજરાતના વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી રૂપાણી ને અને વિધાનસભા અધ્યક્ષ ને  પત્ર લખ્યો છે અને વિધાનસભામાં વિશેષ સત્ર બોલવવા માંગ કરી છે. ત્યારે હાર્દિક પટેલ ના એક સમય ના  સાથી દિનેશ બાંભણીયાએ આ પહેલ ને આવકારી છે, અને સાથે સાથે એક પત્ર લખીને ધાનાણી ને પાટીદાર આંદોલનકારીઓ દ્વારા સરકાર સમક્ષ મુકાયેલી માંગ પણ રજુ કરી છે.

આ પત્રમાં બાંભણીયાએ ભૂતકાળ માં પાટીદાર સમાજ ની કોંગ્રેસ દ્વારા અવગણના કરી ત્યારે કરાયેલા ઉગ્ર વિરોધ નો પણ ઉલ્લેખ કર્યો છે. મને ખુશી છે કે તમે પાટીદાર સમાજ ના અવાજ ને વિધાનસભા સુધી લઇ જવા પ્રયત્ન કર્યો છે. અને સાથે સાથે પાટીદાર આંદોલનકારીઓ દ્વારા કરી રહેલી માંગો ને આ પત્ર માં શામેલ કરવામાં આવેલ છે.

હાર્દિક પટેલ ના સમર્થકો દ્વારા વારવાર બાંભણીયા પર તે ભાજપ સાથે   બેસી ગયેલ છે તેવા આક્ષેપો થતા રહ્યા છે. દિનેશ બાંભણીયા એ પુંજ કમીશન સમક્ષ ફરિયાદો દાખલા કરાવી છે, એફિડેવિટ કરાવી છે અને પાટીદારો ની રજૂઆત સાંભળવા માટે નો સમય એક મહિનો વધારવામાં આવ્યો તે અરજી પણ બાંભણીયાએ કરેલી હતી. અહી ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન કરીઓ ની માંગો ને લઈને કાયદાકીય કોઈ જ અરજી કે ફરિયાદ કરવામાં આવી નથી. દિનેશ બાંભણીયા એ હાર્દિક નાં આ વલણ ને લઈને હાર્દિક ભાજપ નું કામ કરી રહ્યો છે તેવો આરોપ પણ લગાવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top