આજથી 10 દિવસની હડતાળ પર ખેડૂતો, શાકભાજી અને દૂધ જેવી રોજિંદી વસ્તુઓના સપ્લાયમાં આવી શકે છે સંકટ

એકથી દસ જૂનની વચ્ચે કેટલાય રાજ્યોના ખેડૂતો હડતાળ કરવા જઇ રહ્યાં છે. આવામાં દૂધ અને રોજિંદી વસ્તુઓને લઇને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ખેડૂતો સંગઠનોએ મધ્યપ્રદેશના મંદસૌરમાં પોતાની માંગોને લઇને આંદોલન કર્યુ હતું, જેમાં રાજ્ય પોલીસના ફાયરિંગમાં પાંચ ખેડૂતોના મોત થઇ ગયા હતા.

ભારતીય ખેડૂત યુનિયને 1લી જૂનથી 10 જૂન સુધી થનારી હડતાળને લઇને બધી તૈયારીઓ કરી લીધી છે. આ ગામ બંધ હડતાળને સફળ બનાવવા માટે ગામોમાં સભાઓ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે તે હડતાળ દરમિયાન ફળ, ફૂલ, શાકભાજી અને અનાજને પોતાના ઘરોમાંથી બહાર ના લઇ જાય અને ના તેને શહેરોમાંથી ખરીદી કરે અને ના ગામોમાં વેચાણ કરે.

એક રિપોર્ટ અનુસાર, આ આંદોલનમાં ખેડૂતો ગયા વર્ષ જેવી હિંસા નથી ઇચ્છતા, મંદસૌરના ખેડૂતોનું કહેવું છે કે, ‘અમે આ વખતે કોઇ એવી ઘટના નથી ઇચ્છતા, જેનાથી કોઇ નુકશાન થાય, અમે બંધ પાળ્યુ છે અને અમે ઘરમાં રહીને આનું સમર્થન કરીશું.’

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો સ્વામીનાથન કમીશનને લાગુ કરવા અને દેવુ માફ કરવા સહિતની કેટલીય માંગોને લઇને હડતાળ કરી રહ્યાં છે. ખેડૂતોની આટલી લાંબી હડતાળની લઇને લોકોની મુશ્કેલીઓ તો વધશે સાથે સરકાર માટે પણ મુશ્કેલીઓ ઉભી થશે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top