આપણે ઘરમાં કે અથવા ઘરની બહાર ફરિયામાં ગણેશજી ની પ્રતિમાનું સ્થાપન કરતા હોઈ છે પરંતુ અમૂકવાર સ્થાપન કરીને આપણે કોઈ એવું કામ કરીએ છે તો ગણેશજી નારાજ થઈ શકે છે.
શું તમે ઘરમાં ગણેશજીનું સ્થાપન કર્યું છે?
દેશભરમાં ગણપતિ બાપ્પાની ભારે ભક્તિભાવથી ચોથ ઉજવાય છે. ભાદરવા માસની ચતુર્થીએ ગણેશ પૂજન કરવાથી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે. લોકો ગણેશજીને વાજતે-ગાજતે ઘરે લાવે છે અને દસ દિવસ માટે ગણેશજીની ઘરે સ્થાપના કરવામાં આવે છે.
ગણેશજીની જ્યારે ઘરે સ્થાપના કરવામાં આવે છે ત્યારે કેટલાંક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. આ નિયમો એવા છે જેનું પાલન ન કરવામાં આવે તો સ્થાપના કરનાર પાપના ભાગીદાર બની જાય છે.
દસ દિવસ ન કરવા આ કામ
સૌથી પહેલા તો ઘરમાં ઝગડાં ન કરવા શાંતિ અને સંયમ જાળવવો તેમજ ક્રોધ ન કરવો. ખોટું ન બોલવું કે ન કોઈ વાત છુપાવવી. દસ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું. ઘરમાં કોઈની નિંદા ન કરવી. ભોજન કરતાં પહેલાં ગણેશજીને ભોગ લગાવવો.
આ દિવસો દરમિયાન ઘર ખાલી ન રાખવું. એક સભ્યએ ઘરમાં હાજર રહેવું. આ દિવસોમાં ઘરમાં જુગાર ન રમવો. આ દિવસો દરમિયાન કોઈના માટે પણ મનમાં કોઈ માટે ખરાબ ભાવના ન રાખવી.
આ કામ અવશ્ય કરવું
સવારે અને સાંજે ગણેશ પુરાણ, ગણેશ ચાલીસા, સ્તુતિ, આરતીનું પઠન કરવું. ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરવો. ભગવાનને મોદકનો ભોગ અવશ્ય ધરાવવો.