વિઘ્નહર્તા ગણેશનું અનોખું મંદિર
ભારત માં વિઘ્નહર્તા ગણેશજી ના આમ તો ઘણા મંદિરો આવેલા છે પણ અમે આજે તમને જે મંદિર વિસે જણાવ જઈ રહ્યા છે એ મંદિર વિસે તમે કદાચ જ સાંભળ્યું હશે અને ભારત માં જો કોઇ સૌથી પહેલા ગણેશ મંદિર બન્યું હોય તો એ છે રણથંભોર ત્રીનેત્ર ગણેશ મંદિર.
આમ તો હિંદૂ ધર્માં 33 કરોડ દેવી-દેવતાઓની વાત છે. જોકે આ 33 કરોડ એટલે હકીકતમાં 33 પ્રકારના થાય છે. કેમ કે સંસ્કૃતમાં કોટી શબ્દનો અન્ય એક અર્થ પ્રકાર પણ થાય છે.
જોકે આ તમામ પ્રકારના દેવતાઓ વચ્ચે વિઘ્નહર્તા બાપ્પા ભગવાન ગણેશનું પૂજન સૌપ્રથમ કરવામાં આવે છે. કેમ કે તેઓ તમામ કાર્યોની વચ્ચે આવતી બાધા અને વિઘ્નને દૂર કરે છે. એટલે જ કોઈપણ શુભ કાર્ય હોય કે પછી પ્રવાસ કે અન્ય શુભારંભ તમામ સ્થળે વિઘ્નહર્તા ગણેશને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે.
આમંત્રણ પત્રિકા મોકલા તમારા તમામ વિઘ્નો બાપ્પા કરશે દૂર
આ મંદિર ની પ્રથા કઈ અલગ જ છે કેમ કે અહીં ભગવાન ગણેશજી ને આમંત્ર પત્રિકા મોકલવા માં આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અને આમ તો ભગવાન ગણેશના આમ તો ઘણા નામ છે અને તેમના ચમત્કારોની વાતોથી હિંદૂ ધર્મના ગ્રંથો ભરેલા પડ્યા છે. પરંતુ આ ફક્ત વાતો નથી આજે પણ તમને બાપ્પાના ચમત્કાર સાક્ષાત જોવા મળે છે. ત્યારે બાપ્પાના અસ્તિત્વ અને તેમના ચમત્કાર વિશે અવિશ્વાસ કે શંકા કરવાનું કોઈ કારણ જ નથી મળતું.
લોકોને મળી ચૂક્યા છે પરચા
ભગવાન ગણેશના દેશ-વિદેશમાં હજારો મંદિર છે.પરંતુ ભારતના રાજસ્થાનમાં આવેલ આ મંદિર કંઈક વિશેષ છે. અહીં આજે પણ લોકો ગણપતિને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે અને પછી તેમના જીવનમાં રહેલી તમામ બાધાઓ જાણે કે હવામાં ગાયબ થઈ ગઈ હોય તેમ દૂર થઈ જાય છે. એટલે અનેક લોકો આજે પણ પોતાના ઘરમાં શુભ પ્રસંગ હોય તો સૌથી પહેલા અહીં ગણપતીજીને કંકોત્રી મોકલે છે અને ભગવાન ગણેશજી ને ઘરે આવવા આમંત્રિત કરે છે.
રાજસ્થાનમાં આવેલ છે આ મંદિર
આ મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુરથી 10 કિમી દૂર આવેલ રણથંભોરના કિલ્લામાં આવેલું છે. સ્થાનિક લોકો તો પોતાના ઘરના દરેક કાર્યોમાં ભગવાન ગણપતિને સૌથી પહેલા આમંત્રણ આપવા માટે દોડી જાય છે. એવું માનવામાં આવે છે કે પત્રિકા મળતા જ ગણપતિ અવસરના સ્થળે હાજર થઈ જાય છે અને આવતી દરેક બાધા વિઘ્ન દૂર કરી દે છે.ભારત ના જ નહીં પણ બહાર ના દેશ ના ઘણા લોકો અહીં ગણેશજી ના દર્શન કરવા માટે આવે છે.
મંદિરનો 1000 વર્ષ જૂનો ઇતિહાસ
આ મંદિર નો ઇતિહાસ ખૂબ જૂનો છે અને આ મંદિરનો ઈતિહાસ 10 મી સદીમાં મળે છે. એ સમયે રણથંભોરના રાજા હમીરને યુદ્ધ દરમિયાન સપનામાં ગણપતિ આવ્યા હતા અને વિજયી બનવાના આશિર્વાદ આપ્યા હતા. યુદ્ધમાં તે સમયે રાજા હમીર અનેક મુશ્કેલીઓથી ઘેરાયલ હતા અને શુત્ર બળવાન હતો. જોકે બીજા દિવસે અચાનક પરિસ્થિતિઓ પલટવા લાગી અને શત્રુનું બળ ઓછું થવા લાગ્યું.
આ યુદ્ધમાં રાજા હમીરનો વિજય થયો.જે બાદ તેમણે કિલ્લામાં ભગવાન ગણેશનું મંદિર બંધાવ્યું અને તેમાં સ્વપ્નમાં આવેલ મૂર્તિની સ્થાપના કરી. આ મંદિર માં ભગવાન ગણેશજી એ ત્રીનેત્ર સ્વરૂપ માં છે. જેમાં ત્રીજી આંખ છે બુદ્ધિ નું પ્રતીક છે. અને આ સમગ્ર વિશ્વમાં એક માત્ર મંદિર છે.
આવી અલૌકિક મૂર્તિ છે ગણેશની
આ મંદિરમાં સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિને ત્રણ આંખો છે. તેમની સાથે બંને પત્નીઓ રિદ્ધી-સિદ્ધી અને પુત્રો શુભ-લાભ પણ બિરાજે છે.
મૂર્તિ સાથે તેમની સવારી મૂષક રાજ પણ હાજર છે. ગણેશ ચતુર્થીના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ હોય છે. લોકો દૂરદૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.
આસ્થાનો ચમત્કાર
આજે પણ અહીં દેશ-વિદેશથી પત્રના સ્વરુપે લોકો વિઘ્નહર્તા ગણપતિને આમંત્રણ પાઠવે છે અને વિઘ્નહર્તાનો ચમત્કારી પરચો મેળવે છે. ભલે વિજ્ઞાન આ વાત નો કોઈ ખુલાસો કરી શકે કે ન કરી શકે પણ જ્યાં આસ્થા હોય છે ત્યાં કોઇપણ પ્રકારના ચમત્કાર પર પ્રશ્ન ઉઠાવવોનું કારણ બાકી જ નથી રહેતું આમ આ મંદિર માં ગણેશજી આખું પરિવાર હોવાથી અહીં હજારો ભક્તો અહીં દર્શન માટે આવતા હોય છે.