માહિતી મુજબ હવેથી ઘણા કાયદા બદલાવવા જય રહ્યા છે. તો આવો જાણીયે દેશમાં બદલાઈ રહેલા કાયદા વિશે ની સંપૂર્ણ માહિતી દેશમાં ઘણા મહત્વના ફેરફાર થવના જઇ રહ્યા છે.
આજથી ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે. જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડી શકે છે. તો કેટલાક ફેરફારમાં તમને રાહત મળી શકે છે. 1 સપ્ટેમ્બર 2019 એટલે કે રવિવારથી દેશમાં ઘણા નિયમ બદલાઇ રહ્યા છે જેની સીધી અસર વ્યક્તિના ખિસ્સા પર પડશે.
1 સપ્ટેમ્બરથી બેંકિંગ, ટ્રાફિક અને ટેક્સથી જોડાયેલા ઘણા નિયમ બદલાવા જઇ રહ્યા છે.
આ ઉપરાંત કેવાઇસી નહીં હોવા પર ઇ વોલેટ જેવી સુવિધાઓને બંધ કરી દેવામાં આવશે. આ ફેરફાર તમારી રોજીંદી લાઇફને અસર પહોંચાડશે. ટ્રાફિક નિયમ તોડવા પર ભારે દંડ.
નવા નિયમો અનુસાર, જો કોઇ લાયસન્સ વગર બિન અધિકૃત વાહન ચલાવતા પકડાય તો તેને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અત્યારની દંડપાત્ર રકમ 1000.
લાયસન્સ વગર વાહન ચલાવવા પર 500 ની જગ્યાએ 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દારૂ પીને વાહન ચલાવવા પર પહેલી વખત પકડવામાં આવે તો 6 મહિનાની જેલ અથવા10000 રૂપિયાનો દંડ જ્યારે બીજી વખત પકડાઇ જવા પર 2 વર્ષ સુધી જેલ અથવા 15000 રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ છે. ઓવર સ્પીડ ચલાવવામાં આવે તો પહેલા 500 રૂપિયાનો દંડ અથવા 3 મહિનાની જેલ થતી હતી.
જો કે હવે 5000 રૂપિયા દંડ અથવા 3 મહિનાની જેલ, બીજી વખત 10000 નો દંડ અથવા 1 વર્ષની જેલ થશે.
કેવાઇસી ના હોવા પર ઇ-વોલેટ થશે બંધ. Paytm અને PhonePe જેવા મોબાઇલ ઇ-વોલેટનું જો કેવાઇસી થયું નથી તો 1 સપ્ટેમ્બરથી મોબાઇલ વૉલેટ કામ કરવાનું બંધ કરી દેશે.
ભારતીય રિઝર્વ બેંકે વિભિન્ન મોબાઇલ વોલેટ કંપનીઓને નોટિસ મોકલી હતી જે હેઠળ કેવાઇસી કરવા માટે 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.ટ્રેનની ઓનલાઇન ટિકીટ મોંઘી.
1 સપ્ટેમ્બરથી ભારતીય રેલવેએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ફૂડ ટૂરિઝ્મ કોર્પોરેશનથી ખરીદવામાં આવતી ઇ-ટિકીટ પર સર્વિસ ચાર્જ ફરીથી લાગૂ થશે.
સર્વિસ ચાર્જ લાગૂ થવાથી આઇઆરસીટીસીથી ઓનલાઇન ટિકીટ બુક કરાવવી મોંઘી થશે. ઇ-ટિકીટ બુક કરવા પર 20 રૂપિયાથી 40 રૂપિયા સુધીનો સર્વિસ ચાર્જ લાગશે. સ્લીપર ઇ-ટિકીટ પર 20 રૂપિયાનો સર્વિસ ચાર્જ આપવો પડશે.
જ્યારે એસી ક્લાસની ઇ-ટિકીટ પર 40 રૂપિયાનો સર્વિસ ચાર્જ લાગશે. ટેક્સ ભરવામાં છૂટ. વાસ્તવમાં, જૂના ટેક્સ મામલાને નિપટાવવા માટે એક સ્કીમ લૉન્ચ કરવામાં આવી છે. એ હેઠળ બાકી રહેલો ટેક્સ ચુકવી શકાશે.
આ સ્કીમમાં ટેક્સ ચુકવવા પર કાયદાકીય કાર્યવાહી થશે નહીં, પરંતુ વ્યાજ, પેનલ્ટીથી છૂટ મળશે. એ હેઠળ 50 લાખ સુધીના ટેક્સ પર 70 ટકા, 50 લાખથી વધારેના ટેક્સ પર 50 ટકાની છૂટ આપવામાં આવશે.
ITR ફાઇલ કરવા પર દંડ. 1 સપ્ટેમ્બરથી આયકર રિટર્ન દાખલ કરવા પર 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જેની આવક પાંચ લાખથી વધારે છે એમને 5000 રૂપિયા અને જેમની આવક 5 લાખ કરતાં ઓછી છે એમને 1000 રૂપિયા દંડ તરીકે ભરવા પડશે. બેંકિંગ નિયમોમાં ફેરફાર.
દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના જૂના ગ્રહાકોને હોમ અથવા ઑટો લોનના રેપો રેટથી લિંક કરવાનો નિર્ણય લીધો છે. એને લાગૂ થયા બાદ જ્યારે પણ આરબીઆઇ રેપો રેટમાં ઘટાડો કરશે ત્યારે ગ્રાહકોને તત્કાળ પ્રભાવથી ફાયદો મળશે. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવું સરળ. આજથી કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવું પહેલાની સરખામણીએ સરળ થઇ જશે.
હવે વધારેમાં વધારે 15 દિવસોમાં બેંકને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવું પડશે. આ સંબંઘમાં થોડાક દિવસો અગાઉ સરકારે નિર્દેશ આપ્યો હતો.
આપત્તિઓમાં નુકસાન પર મળશે વાહન વીમો. જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ હવે વાહનોને ભૂકંપ, પૂર જેવી પ્રાકૃતિક આપત્તિઓ અને તોફાનો જેવી ઘટનાઓથી થતા નુકસાન માટે અલગથી વીમો કવર ઉપલબ્ધ કરાવશે.