ઘણા લોકો ખુબ કમજોર હોઈ છે નાની ના વાત માં પોતાની હિંમત હરિ જતા હોઈ છે આજે અમે તમને એક એવી સ્ટોરી બતાવ જય રહ્યા છીએ જે જાણી ને તમે પણ હેરાન થઇ જાસો જે માણસ નાની નાની વાતમાં નિરાશ કે હતાશ થાય છે.
તેને આ પ્રેરણાદાયી કિસ્સો અવશ્ય જોવો જોઈએ. હકારાત્મકતાની ચરમસીમા કહી શકાય એવો આ કિસ્સો છે સુરતની શ્રુચિ વડાલિયાનો. શ્રુચિ કેન્સરની દર્દી છે. પરંતુ અહીં તેને કેન્સર પીડિત કહેવા કરતા પથદર્શક કહેવી વધારે ઉચિત છે. કારણે દર્દથી ડરવાને બદલે પોઝિટિવિટીથી તેનો સામનો કઈ રીતે કરી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
પર્યાવરણ બચાવવા ચલાવ્યું અભિયાન ખરેખર આપણે આ મહિલા સાથે થી ઘણું બધું શીખવાનું છે. આ મહિલાએ જે કામ કર્યું છે તે ખુબજ સુંદર છે અને તેનાથી તેમને અને બીજાને પણ ઘણો બધો લાભ થવાનો જ છે.
ઉલ્લેખનીય છે કે, શ્રુચિ બ્રેઈન ટ્યુમરના છેલ્લા સ્ટેજમાં હોવા છતાં કોઈપણ જાતના ડર વિના શાનથી જિંદગી જીવી રહી છે. તેના ચહેરા પર અસાધ્ય કેન્સરથી પીડિતાનો ભાવ જરા પણ નથી જોઈ શકાતો. તે પોઝિટિવિટીની ખાણ છે.
પોતે કેન્સરગ્રસ્ત થઈ છે ત્યારે ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ જેવા કોઈ કારણથી અન્ય વ્યક્તિઓને કેન્સરનું ભોગ ન બનવુ પડે તે માટે તેણે એક પર્યાવરણ બચાવવાનું અભિયાન ચલાવ્યું છે.
હું લોકોના શ્વાસમાં જીવીશ પર્યાવરણ બચાવવા માટે 2 વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડી ચૂકી છે. શ્રુચિ કહે છે કે, ‘મારી અંતિમ ઈચ્છા જ એ છે કે, હું અસંખ્ય વૃક્ષો ઉગાડું.
હું શારીરિક રીતે તો મૃત્યુ પામીશ પરંતુ, વૃક્ષોના કારણે હું લોકોના શ્વાસમાં જીવીશ. તેનું કહેવું છે કે, મને વિચાર આવતો કે, કેન્સરને અટકાવી ન શકાય…?
કેન્સરને અટકાવવા માટે વૃક્ષો ઉગાડ્યા.ત્યારે મને એક રસ્તો દેખાયો, કેન્સરને અટકાવવા માટે વૃક્ષો ઉગાડી શકાય, મારી જિંદગી તો ખરાબ થઈ હતી પરંતુ હવે આવનારી પેઢીની જિંદગી ખરાબ ન થાય તે માટે મેં વૃક્ષો ઉગાડવાની શરૂઆત કરી છે.