ગત રાત્રે અમદાવાદ આવી પહોંચેલ ગાંધીનગર ના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમીતશાહને અત્યારે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
29 મી એ પણ અમીતશાહ અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ તેમની તબિયત થોડી ખરાબ હતી તેમ સૂત્રો તરફથી જાણકારી મળી હતી, જોકે તેઓ અહીં દાખલ થશે તેમ નહોતું નક્કી પણ અમદાવાદ ખાતે આવેલી KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં દાખલ, નાનકડી સર્જરી કરાશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શહેરમાં વૈષ્ણોવદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમને નાનકડી સર્જરી કરવામાં આવશે. સર્જરી બાદ સાંજે તેમને રજા આપી દેવામાં આવે તેવી સંભાવના છે.
રાત્રે અમદાવાદ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલે રાત્રે અમદાવાદમાં આવી પહોંચ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ તેમનું સ્વાગત જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ વાઘેલાએ કર્યું હતું. અમિત શાહ તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે તારીખ 4 અને 5 સપ્ટેમ્બરે ગુજરાતમાં રહેવાના છે.
શાહ રાજકીય મુલાકાતે ન હોવાથી કમલમમાં પણ કોઇ ખાસ સૂચના અપાઈ ન હતી. શુક્રવારે વિજાપુરમાં સાબરમતી નદીના બેરેજનું ખાતમૂહુર્ત કરશે. ગૃહમંત્રી અમિત શાહ 6 સપ્ટેમ્બરે વિજાપુર પાસેના હિરપુરા ગામે સાબરમતી નદીમાં આકાર પામનારા 213 કરોડ રૂપિયાના બેરેજનું ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ કર્યા બાદ ગૃહમંત્રી અચાનક અમદાવાદ આવ્યાં છે.
સાંજ સુધી શાહને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે તેવી શક્યતા. આ પેહલા પણ તેમને ગત વર્ષે દિલ્હી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે ડેંગ્યુ હોવાનું જાણવા મળેલ.