પેહલા એક કેહવત હતી કે એન્જીનીઅર ની છોકરીજ એન્જીનીયર બને પરંતુ આ નવા ભરતી ની છોકરીઓએ હવે એ કેહવત ને ખોટી સાબિત કરી દીધી છે. તેવોજ કિસ્સો આજે અમે તમારા સમક્ષ લાવ્યા છે. ઓડિશાના માઓવાદી પ્રભાવિત મલકાનગિરિ જિલ્લાની એક આદિવાસી યુવતી કેટલાક વર્ષો પહેલા આકાશમાં ઉડવાનું સપનું જોયું. એન્જિનિયરિંગનો અભ્યાસ વચ્ચેથી છોડવો પડ્યો પરંતુ આખરે તેણે પોતાની ઈચ્છા પુરી કરી.
ગરીબી અને અભાવમાં જીવી રહેલા લોકો માટે 23 વર્ષીય અનુપ્રિયા લકડા આશાની કિરણ બની છે. પાઈલટ બનવાની ઈચ્છા ધરાવતી અનુપ્રિયા 7 વર્ષ પહેલા એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને 2012 માં તેમણે એવિએશન એકેડમીમાં એડમિશન લીધું.
પોતાની આવડત અને લગનને કારણે જે જલદી એક ખાનગી વિમાન કંપનીમાં કો-પાયલટ તરીકે સેવા આપશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે યુવતીને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે આ અન્ય માટે એક ઉદાહરણ રજૂ કરશે. પટનાયકે ટ્વીટ કર્યું ‘હું અનુપ્રિયા લકડાની સફળતા અંગે જાણીને ખૂબ ખુશ થયો છો.
તેમના દ્વારા સતત પ્રયત્નો અને દ્રઢતાથી મેળવેલી સફળતા અનેક લોકો માટે ઉદાહરણ છે. એક સફળ પાઈલટના રૂપમાં અનુપ્રિયાને વધુ સફળતા મળે તેવી શુભકામના. ’અનુપ્રિયાના પિતા મારિનિયાસ લકડા ઓડિશા પોલીસમાં હવલદાર છે અને મા જામજ યાસ્મિન લાકડા ગૃહિણી છે. અનુપ્રિયાએ 10માં સુધીનો અભ્યાસ કોન્વેન્ટ સ્કૂલમાં અને 12માં સુધીનો અભ્યાસ સેમિલિદુગાની એક સ્કૂલમાંથી કર્યો.
અનુપ્રિયાના પિતા મારિનિયાસે જણાવ્યું કે, ‘પાઈલટ બનવાની ઈચ્છાને કારણે તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો અને પાઈલટ પ્રવેશ પરીક્ષાની તૈયારી ભુવનેશ્વરથી શરૂ કરી. ’મારિનિયાસે જણાવ્યું 2012 માં અનુપ્રિયાએ ભુવનેશ્વર પાઈલટ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટમાં એડમિશન લીધું હતું. મારિનિયાસે કહ્યું કે, ‘પાઈલટ બનવાનું અનુપ્રિયાનું સપનું હકીકતમાં ફેરવાઈ જતા તે આજે ખૂબ જ ખુશ છે. અનુપ્રિયા એક ખાનગી વિમાન કંપનીમાં કો-પાઈલટ તરીકે સેવા આપશે.’
અનુપ્રિયાની માતાએ કહ્યું કે, ’હું ખુબ જ ખુશ છું. મલકાનગિરિના લોકો માટે આ ગર્વની વાત છે. તેની સફળતા અન્ય યુવતીઓને પ્રેરણા આપશે. આ આપણ માટે ખુબજ પ્રેરણા દાયક છે. આ કિસ્સો હવે તમામ કેહ્વતો ખોટી પડે છે જે કહેવત લોકો ના મનમાં ઘર કરી ગઈ હતી કે ડોક્ટર ની છોકરીજ ડોક્ટર બને પરંતુ હવે એવું રહ્યું નથી.