જેવી રીતે લોકો શક્તિ,બલ અને તાકાત મેળવવા માટે હનુમાનજી ની પૂજા કરે છે.તે જ રીતે જલદી લગ્ન કરવા માટે પણ ઘણા ભગવાનોની પૂજા કરવાંમાં આવે છે.
અને આ ભાગવાનો ને પ્રસન્ન કરીને લોકો ને તેમના જીવનસાથી મળી જાય છે.જે લોકોના પણ લગ્ન નથી થઈ રહ્યા.
જો એ લોકો પણ નીચે બતાવેલા પાંચ દેવી દેવતાઓ ની પૂજા સમય સમય પર કરતા રહ્યા તો તેમના લગ્નમાં આવનારી દરેક મુશ્કેલી જલદી દૂર થઈ જશે અને તેમના લગ્ન કોઈ સારા વ્યક્તિ સાથે થઈ જાય છે.
કામદેવ.
આપણા શાસ્ત્રો અનુસાર,આ ભગવાન બ્રહ્માના પુત્ર હતા અને કામદેવને પ્રેમના દેવ માનવામાં આવે છે. ભગવાન કામદેવની પૂજા કરવાથી લગ્નમાં આવતા તમામ સંકટો દૂર થઈ શકે છે.
કામદેવ ભગવાનની પૂજા લોકો દ્વારા સાચા જીવનસાથી મેળવવા માટે કરવામાં આવે છે.જેવી રીતે બીજા દેશોમાં કયુપીડ ને પ્રેમના દેવતા માનવામાં આવે છે.
એવી જ રીતે આપણા દેશમાં કામદેવને પ્રેમના દેવતા માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે જે યુવાનો આ ભગવાનની પૂજા કરે છે તેમને સારા જીવનસાથી મળે છે.
રતિ દેવી
રતિ દેવી રાજા પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. યુવતીઓ તેમનો પ્રેમ મેળવવા માટે આજે પણ રતિદેવીની પૂજા કરે છે.આ માતાની પૂજા કરવાથી જલ્દી જ સારા વર પ્રાપ્ત કરી શકાય છે.
એવું કહેવામાં આવે છે કે તે કામદેવ દેવીની સહાયક હતી અને એટલા માટે તેમની પૂજા કામદેવની સાથે પણ કરવામાં આવે છે.
ભગવાન શિવ
શિવની પૂજા કરવાથી કોઈ પણ વ્યક્તિ પોતાના માટે એક સારો જીવનસાથી મેળવી શકે છે.કહેવામાં આવે છે કે શિવજીની પૂજા જો સોમવારે કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
અને સારા જીવનસાથી આપે છે.તેમજ મહાશિવરાત્રી ના દિવસે શિવજી નો સારી રીતે જલાભિષેક કરવાથી છોકરીઓને જલદીથી તેમનો ઇચ્છીત વર મળી જાય છે.
અમારા શાસ્ત્રો અનુસાર, માતા પાર્વતીજીએ શિવજીને મેળવવા માટે સોમવારે વર્ત કર્યા અને આ વ્રત યોગ્ય રીતે કરીને તેમને મેળવ્યાં.એટલા માટે દરેક પંડિત સોમવારે છોકરીઓને વ્રત રાખવા સલાહ આપે છે.
ભગવાન કૃષ્ણ
ભગવાન શ્રીકૃષ્ણ તેમની રસલીલા માટે પણ જાણીતા છે.ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની પ્રેમ કહાની પણ દરેક વ્યક્તિ ને ખબર જ છે.એવું કહેવામાં આવે છે.
કે જો ભગવાન રાધા અને કૃષ્ણની એક સાથે પૂજા કરવામાં આવે છે, તો આ ભગવાન તમને તમારા સાચા પ્રેમથી પરિચિત કરશે, અને આ ભગવાનનો પ્રેમ જે રીતે અમર છે, તે જ રીતે તમારો પ્રેમ પણ અમર રહે છે.
ચંદ્ર અને શુક્ર
ચંદ્ર ભગવાન અને શુક્ર ભગવાનની પૂજા કરવાથી પણ લગ્નજીવનમાં આવતી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને આ ભગવાનોને પૂજા કરી ખુશ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના માટે સારા જીવનસાથી ઓછા સમયમાં જ મેળવી શકે છે.