સોસિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઇ રહી છે, 1 રૂપિયા માં ઇડલી વેચતા દાદી કમલાથલની તશવીર – જાણો શું છે ખાસિયત આ ઈડલીની

હાલ સોસીઅલ મીડિયા પર પેરૂર નજીક વદિવેલમ્પાલાયમ ગામની આ ઇડલીની ખ્યાતિ આસપાસ પણ ફેલાઇ છે. હવે અહીં તમને પ્રશ્ન થશે કે આ ઇડલીમાં એવી તો શું ખાસિયત છે. વાત એમ છે કે કમલાથલ દરેક ઇડલી માટે માત્ર એક રૂપિયો લે છે. હા, તમે ઠીક વાંચ્યું, એક રૂપિયોમાં ઈડલી. જાણો કેમ વાઇરલ થઈ 1 રૂપિયામાં ઈડલી વેંચતા કમલાથલની વાત આ ઘટના કોયબતુર ના એક ગામ ની છે.

તે ગામનું નામ વદિવેલમ્પાલાયમ છે. કોયંબતૂરમાં એક 80 વર્ષી વૃધ્દ મહિલા ચૂલા પર ઈડલી બનાવી છે અને 1 રૂપિયા આ ઈડલી વેંચે છે. આ સ્ટોરીને બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેર અને મદદ કરવાનો પ્રસ્તાવ રાખ્યો. તમિલનાડુના વદિવેલમ્પાલાયમ વિસ્તારમાં કમલાથલ નામની આ મહિલા દુકાન ચલાવે છે.

આનંદ મહિન્દ્રાના ટ્વીટ પછી સરકારે કમલાથલને ગેસ કનેક્શન આપ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે, ‘કમલાથલની ભાવનાને સલામ અને આનંદ થયો કે, લોકલ ઓએમસી ઓફિસરોએ કમલાથલને એલપીજી કનેક્શન આપવામાં મદદ કરી’. કમલાથલની સ્ટોરી સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થઈ રહી છે. કમલાથલ પોતાની દુકાન પર ગ્રાહકોને સાંભાર અને ચટણીની સાથે એક રૂપિયામાં ઈડલી આપે છે.

મીડિયા સાથે વાત કરતા કમલાથલએ કહ્યું કે, વદિવેલમ્પાલાયમમાં રહેતા મોટાભાગના લોકો દૈનિક વેતન મેળવતા કામદારો છે. આ લોકો નિમ્ન મધ્યમ વર્ગના છે, જેની આવક ઘણી ઓછી હોય છે. જેથી એમને 15 થી 20 રૂપિયા ભોજન પાછળ ખર્ચવા ઘણા મોંઘા પડે છે. નફો મારી પ્રાથમિકતા નથી પરંતુ લોકોનું પેટ ભરવું છે. મને નફો તો થાય પણ માર્જીન ઓછો છે. મને આ કામ માટે પ્રેરણા મળે છે.

ટ્વિટર પર ઘણા સક્રિય રહેતા આનંદ મહિન્દ્રાએ મંગળવારે કમલનાથની સ્ટોરીને શેર કરી અને મદદ માટે પ્રસ્તાવ રાખ્યો. તે ઈચ્છતા હતા કે, ચૂલાની જગ્યાએ કમલાથલ ગેસ પર ઈડલી બનાવે. તેમનું આ ટ્વીટ વાયરલ થઈ ગયું અને 10 હજારથી વધુ લોકોએ રિ-ટ્વીટ્સ પણ કર્યાં.

આનંદ મહિન્દ્રાએ વીડિયો ટ્વીટ કરતા લખ્યુ કે, કેટલીક કહાણીઓ ખૂબ સામાન્ય હોય છે પરંતુ જો તમે પણ કમલાથલ જેવું પ્રભાવશાળી કામ કરતા હો તો ચોક્કસ તે દુનિયાને આશ્ચર્યમાં મૂકશે. મેં જોયું છે કે, કમલાથલ આજે પણ એક લાકડાથી ચાલાતા ચૂલાનો ઉપયોગ કરે છે.

જો કોઈ તેને ઓળખે છે તો હું તેમને એક એલપીજી ગેસ કનેક્શન આપવા માગુ છું અને કમલાથલના બિઝનેસમાં રોકાણ કરવામાં મને ખુશી થશે. આનંદ મહિન્દ્રાએ 10 સપ્ટેમ્બરના રોજ LPG ગેસ કનેક્શવાળા ટ્વિટનો જવાબ આપતાં ભારત ગેસ કોયંબતૂરે લખ્યું કે, “અમને જણાવતા ખુશી થાય છે કે, અમે કમલાથલને LPG ગેસ કનેક્શન આપી દીધું છે.” ત્યારબાદ યૂઝર્સોએ ભારત ગેસના જોરદાર વખાણ કર્યા.

આનંદ મહિન્દ્રાએ પણ ભારત ગેસની વખાણ કરતા લખ્યું કે, ‘આ શાનદાર છે. કમલાથલની મદદ કરવા બદલ આભાર ભારત ગેસ કોયંબતૂર. મેં અગાઉ પણ કહ્યું હતું કે, મને આનંદ થશે કે, હું આગળ પણ એલપીજી ખર્ચ માટે તેમની મદદ કરુ. કમલાથલ માટે ચિંત વ્યક્ત કરવા માટે ધર્મેન્દ્ર પ્રધાનનો આભાર’ કમલાથલનો વિડીયો મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ શેર કરી હતી.

તેમના બિઝનેસમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. લાકડાના ચૂલા પર ઈડલી બનાવતા દાદીનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તરફથી તેમને LPG ગેસ કનેક્શન આપવામાં આવ્યું. મદદ આટલેથી જ ના અટકી.

મુંબઈની એક ખાનગી કંપનીએ દાદીને ઈડલીનું ખીરું બનાવવા માટેનું મશીન પણ આપ્યું.હિન્દુસ્તાન પેટ્રોલિયમે પણ આનંદ મહિન્દ્રાને ટેગ કરતા લખ્યું કે, કમલાથલ એચપી ગેસનો ઉપયોગ કરી રહી છે. અમારી તેમની સાથે મુલાકાત થઈ અમે તેમને બર્નર આપ્યું. હવે કમલાથલ મોટા પ્રમાણમાં ભોજન એક વખતમાં બનાવી શકે છે.

આનાથી તેમના બિઝનેસમાં પણ ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે, રિપોર્ટ પ્રમાણે, કમલનાથે લગભગ 30 વર્ષ પહેલા ઈડલી વેચવાનું શરૂ કર્યું હતું. તેઓ આ કામ નફો કમાવવા નહીં લોકોનું પેટ ભરવા માટે કરે છે. 80 વર્ષીય કમલાથાળ એક દિવસમાં 1000થી વધારે ઇડલી વેચે છે. તેમાંથી 200 રુપિયા તેમની પાસે રાખે છે.

કોયંબતૂર જિલ્લામાં માત્ર 1 રૂપિયામાં ઈડલી વેચતા 80 વર્ષના એમ કમલાથલની મદદ માટે ઘણા લોકો આગળ આવી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી લાકડાના ચૂલા પર ઈડલી બનાવતા કમલાથલને પોતાના જીવનમાં જરાય અસંતોષ નથી અનુભવાતો.

તેઓ રોજ 600 રૂપિયાની ઈડલી વેચે છે. જેમાંથી તે માત્ર 200 રૂપિયા પોતાના માટે બચાવી શકે છે. ત્યારે જિલ્લા તંત્રએ કમલાથલને તેમની જરૂરિયાતો વિશે પૂછ્યું તો તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું કે, તેમને કોઈ મદદ નથી જોઈતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top