શું ‘તારક મેહતા’ શૉમાં હવે ડૉ. હાથીના કેરેક્ટરનો અંત આવી જશે?

ટીવીના પોપ્યુલર શૉ તારક મેહતા કા ઉલટા ચશમામાં એક મહત્વનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદ એટલે કે ડોક્ટર હાથીના એકાએક નિધનથી શૉના ફેન્સ અને આખી કાસ્ટ સ્તબ્ધ છે. પોતાના હસમુખા અને મિલનસાર સ્વભાવને કારણે તે સેટ પર દરેકના ફેવરિટ હતા અને તેમના કેરેક્ટરને પણ લોકો પસંદ કરતા હતા. કવિ કુમારના નિધન પછી હવે શૉમાં તેમના પાત્રનો અંત આવી જશે કે પછી મેકર્સ કોઈ નવો ચહેરો શોધશે?

8 વર્ષ પહેલા કવિ કુમારે બેરિએટ્રિક સર્જરી કરાવી હતી. આ સર્જરી ડો. મુફી લાકડાવાલાએ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, તે સમયે સલમાન ખાને કવિ કુમારની દવાઓ, ઓપરેશન થિએટર અને રુમનો ખર્ચ ઉપાડ્યો હતો.

ડોક્ટર લાકડાવાલાએ તેમને પૅડિંગનો ઉપયોગ કરીને કેમેરા ફેસ કરવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે આ વાત નહોતી માની. સર્જરી પછી તેમનું વજન 20 કિલો વધી ગયુ હતું, પરંતુ તે બીજી સર્જરી કરાવવા તૈયાર નહોતા થયા. બીજી સર્જરીથી તેમનું વજન 90 કિલો સુધી ઘટી શકતુ હતું, પરંતુ કવિ કુમારને લાગ્યું કે વજન ઘટી જશે તો તે બેરોજગાર થઈ જશે.

હવે પ્રશ્ન એ છે મેકર્સ શૉમાં ડોક્ટર હાથીના કેરેક્ટરનો અંત લાવી દેશે કે પછી કોઈ બીજાને કાસ્ટ કરશે? એક ઈન્ટર્વ્યુમાં શૉના પ્રોડ્યુસર અસિત મોદીએ વધારે જાણકારી આપવાની ના પાડી દીધી હતી, પરંતુ તેમણે જણાવ્યુ હતું કે, અમને કવિ કુમાર આઝાદના અવસાનથી અત્યંત દુ:ખી છીએ, પરંતુ તેમના કેરેક્ટરને શૉમાં ચાલુ રાખવામાં આવશે. અમે બીજા રિપ્લેસમેન્ટની શોધમાં છીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top