અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી, 10 લોકોના મોતની આશંકા

રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જાય છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અકસ્માતની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના અંબાજી નજીકથી સામે આવી છે. જેમાં લક્ઝરી બસે પલટી મારી જતી પાંચ લોકોના મોત તથા 15 લોકોથી વધુ ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે.

અંબાજીના ત્રિસુળીયા ઘાટના રસ્તા પર એક ખાનગી લક્ઝરી બસે અચાનક પલટી મારી ગઈ છે. જેને પગલે બસમાં સવાર મુસાફરો લક્ઝરી નીચે દટાઈ ગયા છે. લગભગ 5 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે હજુ 15થી વધુ લોકો દટાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી જતા સમયે એક લક્ઝરી ત્રિસુળીયા ઘાટ પાસે ખાઈમાં ખાબકી છે, જેમાં તમામ મુસાફરો લક્ઝરી નીચે દબાયા છે. આ ઘટના સર્જાતા તુરંત સ્થાનિકો અને અન્ય રાહદારીઓ દ્વારા તુરંત તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર પણ હાલમાં બચાવ કામગીરી માટે લાગી ગયું છે.

જેસીબી દ્વારા લોકોને લક્ઝરીની નીચેથી બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. સ્થાનિકો અનુસાર, લગભગ પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. હાલમાં ઈજાગ્રસ્તોને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.

એકબાજુ વરસાદ પણ ખુબ વરસી રહ્યો છે. જેને પગલે રાહત બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોની મદદથી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી છે. બનાસકાંઠામાં ખાનગી બસના મુસાફરો સાથે મોટી દુર્ઘટના બની છે. અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ પલટી જતા 30 થી વધુ લોકોને ભારે ઈજા પહોંચી છે જ્યારે 10થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

અકસ્માતમાં ત્રીસથી વધુને ઇજા તેમાં 10 થી 12 મુસાફરોની મોતની આશંકા. અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર આવતા એક ભયજનક વળાંકમાં ખાનગી બસ પલ્ટી ખાતા 10 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વરસાદને કારણે લપસણા બનેલા રસ્તા પર પૂરપાટ ઝડપે દોડી રહેલી બસના ડ્રાઈવરે વળાંક પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો.

હાલ ફાયરબ્રિગેડ તેમજ મેડિકલની ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે, ત્રિશૂલિયા ઘાટ પર અગાઉ પણ આવા અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. આ ત્રિશુલીયા ઘાટ નજીક અવારનવાર અકસ્માતો બને છે ત્યારે ફરી એક વખત મોટા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મોટી જાનહાની થવા પામી છે. આ ખાનગી બસને બ્રેક ન લાગતા બસ પલટી હતી. આ બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા.

જેમાં 10 થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. જ્યારે 30 થી વધુ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે અકસ્માતમાં કેટલાક મુસાફરોના મોતની અટકળો છે.મળતી માહિતી અનુસાર, બ્રેક ન લાગતા બસ પલટી મારી હતી. ત્યારે અકસ્માતના પગલે ફાયર વિભાગ અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આપ્યું હતું.

અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. જોકે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ અકસ્માતમાં મોટી જાનહાની થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

બનાસકાંઠા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક ખાનગી લક્ઝરી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ પલટી ખાઈ જતાં 10 થી 15 લોકોનાં મોતની આશંકા છે.તો આ અકસ્માતમાં 30થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. બનાસકાંઠાના ત્રિશુલિયા ઘાટ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

આ ગમખ્વાર અકસ્માતને લઈ જિલ્લા વહીવટીતંત્ર ફાયર બ્રિગેડ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત બાદ 3 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. તો ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે.

લોકોમાં ચર્ચા અનુસાર વરસાદને કારણે બસ સ્લીપ ખાઈ ગઈ હતી. ઢાળ પર અચાનક બ્રેક મારવાને કારણે બસ સ્લીપ ખાઈ જવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ લક્ઝરી બસ અંબાજીથી દાંતા તરફ આવી રહી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top