રાજ્યના પોલીસ તંત્રમાં મંગળવારે રાતે આઇપીએસ અધિકારીઓની બદલીઓ થઈ છે. આ બદલીઓની ઘણા લાબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અંતે ગૃહવિભાગે રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કરતાં 31 આઈપીએસ અધિકારીઓ સાથે 9 રેન્જ IGની પણ બદલી કરી છે. આઈપીએસ અધિકારીઓના DCP ક્લિયર થયા બાદ આ બદલીઓ રથયાત્રા સુધી રોકી રાખવામાં આવી હતી. આ બદલીઓમાં રાજકોટ પોલીસ કમિશનર વડોદરા પોલીસ કમિશનર બોર્ડર રેન્જ ગોધરા રેન્જ સહિત ૩1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે સિંધે તાજેતરમાં જ પોતાની બદલી માટે માંગણી કરી હતી. પરંતુ રથયાત્રાના કારણે તે બદલી અટકી હતી આવનારા સમયમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ બદલાય તેવી શક્યતઓ છે. રાજકોટ પોલીસ કમિશનર અનુપમ ગેહલોતને વડોદરા પોલીસ કમિશનર બનાવાયા છે જ્યારે વડોદરા પોલીસ કમિશનર તરીકે પહેલા ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર જે.કે ભટ્ટનું નામ ચાલતું હતું પરંતુ તેમની બાદબાકી થઇ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરઃ રાજ્યમાં 31 IPS અધિકારીની બદલી, 9 રેન્જ IGની પણ બદલી
રાજકોટ CP તરીકે મનોજ અગ્રવાલ
વડોદરા CP તરીકે અનુપમસિંહ ગહેલોત
મોહન ઝાની જેલના વડા તરીકે નિયુક્તિ
મોહન ઝાના સ્થાને ટી.એસ. બિસ્ટની નિમણૂક
સંજય શ્રીવાસ્તવને લો એન્ડ ઓર્ડરનો હવાલો
શમશેરસિંહની આર્મ્ડ યુનિટના ADG તરીકે નિયુક્તિ
તીર્થરાજની માનવ અધિકારના DG તરીકે વરણી
કે.એલ. રાવની ADG ઈન્કવાયરી તરીકે વરણી
નરસિમ્હા કોમર ભાવનગરના IG તરીકે નિમાયા
રાજકુમાર પાન્ડિયાની સુરત IG તરીકે નિમણૂક
પોલીસ હાઉસિંહ કોર્પો.ના MD તરીકે હસમુખ પટેલની વરણી
કે.કે. ઓઝાની SC/ST વિભાગના ADG તરીકે નિમણૂક
પંચમહાલ IG તરીકે મનોજ શશીધરની વરણી
ખુર્શીદ અહેમદની GSRTCના એક્ઝિ. ડાયરેક્ટર તરીકે નિમણૂક
એસ.એમ ખતરીને ટ્રાફિક વિભાગ સોંપાયો
રાજકોટ રેંજના DIG તરીકે સંદિપસિંઘ નિમાયા
આર્મ્ડ યુનિટ IG તરીકે પિયુષ પટેલન વરણી
ACBના સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે ડી.એસ. ભટ્ટની વરણી
ગૌતમ પરમારની રેલવે પોલીસના DIG તરીકે નિમણૂક
અમદાવાદ સેક્ટર-1ના JCP તરીકે અમિત વિશ્વકર્મા