વજન ને લઈને ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. દસ દિવસ જિમ માં કસરત કરી ને ઉતરેલી કેલરી એક પિઝા ખાવાથી પછી વધી જતી હોય છે. મેદસ્વીતા ના શિકાર લોકો ઘણી આવી સમસ્યાથી પીડાતા હોઈ છે.
હોરર ફિલ્મનું નામ સાંભળીને જ કેટલાક લોકોના માથે પરસેવો છૂટી જતો હોય છે. તો કેટલાક લોકો આ ફિલ્મ જોવાના શોખીન હોય છે. રાત્રે અંધારામાં બ્લન્કેટમાંથી માત્ર મોઢું બહાર કાઢીને હોરર ફિલ્મ જોવાની મજા જ કંઇક અલગ છે.
તેમ છતાં કેટલાક લોકો હોરર ફિલ્મના નામથી જ એટલા ડરી જાય છે કે તેમના માટે આવી ફિલ્મ જોવાની તો બહુ દૂરની વાત છે. પરંતુ શું તમને ખબર છે હોરર ફિલ્મ જોવાથી વજન ઘટાડી શકાય છે. વાંચીને ભલે થોડું અજીબ લાગે પણ હોરર ફિલ્મો જોઇને તમે તમારું વજન ઘટાડી શકો છો. તો આવો જાણીએ કે તેની પાછળ શુ તથ્ય રહેલું છે.
વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટમાં થયેલા એક અભ્યાસ અનુસાર, હોરર ફિલ્મ જોવાથી કેલરી બર્ન થાય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 90 મિનિટની હોરર ફિલ્મ આશરે શરીરની 113 કેલરી બાળી શકે છે.
સામાન્ય રીતે, જ્યારે 30 મિનિટનું વોક કરો ત્યારે આટલી કેલરી બર્ન થતી હોય છે. એટલે રોજ તમે જેટલી વધુ હોરર ફિલ્મ જોશો એટલી વધુ કેલરી બર્ન થશે. હવે વજન ઉતારવા માટે જીમ કે દોડવા જવાની જરૂરત નથી હોવી તમે ઘરડ બેઠા તમારું વજન ઉતારી શકો છો.
હોરર મુવી જોતા લોકો પર એક ખાસ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ એવા 10 લોકો પર કરવામાં આવ્યું જેઓ હોરર ફિલ્મો જોતાં હતાં. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, હોરર ફિલ્મ જોવાથી ધબકારા, ઓક્સિજનનું સેવન અને કાર્બન ડાયોક્સાઇડ આઉટપુટ વધે છે.
હોરર ફિલ્મમાં સંભળાતી ચીસો અને ડરામણા અવાજોથી તણાવ વધે છે. આ સ્ટ્રેસ ઈન્ટેન્સ ફિઅર અને એન્કઝાઇટીથી આવે છે, જે ભૂખ દૂર કરે છે અને મેટાબોલિક રેટમાં વધારો કરે છે. આ તથ્ય દર્શાવે છે કે હોરર મુવી જોવાથી તમારી કેલરી બર્ન થશે અને તમારું વજન પણ ઘટશે.