ગુજરાત માં હાલ અવારનવાર દુષ્કર્મ ના ઘણા કિસ્સા સામે આવા હોઈ છે. લોકો ને જાણે હવે કાયદા ની કોઈ બીક રહીજ નથી. લોકો હવે મનફાવે તેમ છોકારોને અડપલાં કરતા હોઈ છે આ દેશ નું ભવિષ્ય તો જાણે ઠોરવાઈજ ગયું છે.
આજે અમે તમને જે કિસ્સો જણાવવાના છીએ તે ખુબજ દર્દ નાક છે. આ ઘટના દર્શાવે છે કે જો તમે તમારા પદોષી પાર વિશ્વાસ કરતા હોઈ તો હવે તે ભૂલી જજો, સુરત ના આ બનાવે તો લોકો ને જાગૃત કરીદીધા છે.
સુરત ના આ કિસ્સા એ સમગ્ર ગુજરાત માં લોકો ના હોશ ઉડી ગયા છે. ડિંડોલી માં રહેતી સગીરાને પડોશમાં રહેતા યુવકે બળજબરી કરી શૌચાલયમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ વારંવાર સગીરાનું શારીરિક શોષણ કરાયું હતું.
શારીરિક ફેરફાર જણાતા ચિંતાતૂર થયેલા પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવતા પુત્રીને પાંચ માસનો ગર્ભ હોવાની જાણી સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. આખરે પૂછપરછમાં પડોશીની કરતૂત બહાર આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ ઘટના એની જાણ કરાવે છે કે તમારે હવે પાડોશી પર પણ ભરોષો કર્ત્તા એક વાર વિચાર કરવો જોઈએ.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ડિંડોલીમાં આરડીનગર રેલવે ફાટક પાસે રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની 17 વર્ષની સગીરાના શરીરમાં છેલ્લા ઘણા સમયથી ફેરફાર જણાયા હતા. પગ પર સોજા આવવા લાગવા સાથે પેટ પણ ફૂલી રહ્યું હોય ચિંતાતૂર પરિવારજનો તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.
અહીં તબીબી પરીક્ષણમાં સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું નિદાન થતા સૌ કોઇ ચોંકી ગયા હતા. આખરે સગીરાની કરાયેલી પૂછપરછ માં પડોશી સોનુ પાટીલની કરતૂતોનો ભાંડો ફૂટયો હતો. ઘભરાયેલી સગીરાએ જેમ તેમ હિંમત કરી ને પોતાનું બયાન આપ્યું હતું.
ગત એપ્રિલ માસમાં સોનુ પાટીલે સગીરાને બળજબરી કરી નજીકના શૌચાલયમાં લઇ જઇ કુકર્મ આચર્યુ હતું. ત્યારબાદ તેણે વારંવાર સગીરાના સાથે સંબંધ બાંધ્યો હતો. જેને કારણે સગીરા ગર્ભવતી બની ગઇ હતી. આ મામલે ડિંડોલી પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો.
આરોપી સોનુ પાટીલ મહારાષ્ટ્રના સીંદખેડા ભાગી ગયો હોવાની માહિતી મળતા ડિંડોલી પોલીસની એક ટીમને સીંદખેડા મોકલી અપાઇ હતી. રવિવારે સાંજે તે સીંદખેડાથી પકડાઇ ગયો હતો અને ડિંડોલી પોલીસ તેને લઇ સુરત આવવા રવાના થઇ હોવાનું જાણવ મળે છે.
આવો દર્દનાક આ કિસ્સો સમગ્ર ગુજરાત ને કાળું બનાવે છે. ગુજરાત દિન પ્રતિદિન આવા કિસ્સા વધતા જાય છે. જે ગુજરાત માટે ખુબજ માઠાં સમાચાર છે. અને આ દર્શાવે છે કે હવે ગુજરાત માં પણ છોકરીઓ સુરક્ષિત નથી.