નવા કામ માટે સૌથી શ્રેષ્ઠ સમય છે નવરાત્રી, જો તમેં પણ કંઈ નવું કરવાનું વિચારી રહ્યા છો તો જાણી લો આ ઉપાય

નવું કામ, કંઈ પણ નવું કામ કરવા માટે લોકો હંમેશા સારા મૂહરત અને સારા સમય ની રાહ જોતા હોય છે પરંતુ શું તમે ખબર છે કે સૌથી સારું અને શુભ મૂહરત કયું છે. શાસ્ત્રો મુજબ નવરાત્રી એ ખુબજ પવિત્ર અને સારું મુહરત ઘણાઈ છે.

નવરાત્રી પર પૂજા પાઠ કરવાથી મનોવાંચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. જરૂર હોય છે માત્ર શુદ્ધ આચરણ, યોગ્ય પદ્ધતિ અને ઉપાસના માટે યોગ્ય સ્થાનની પસંદગીની.નવરાત્રીમાં કરવામાં આવેલા દરેક કાર્ય પણ શુભ ફળદાયી નીવડે છે.

આવો મિત્રો જાણીએ આ મુહરત નો લાવો લેવાના સાચા ઉપાયો. ઉત્તર પૂર્વ દિશામાં વાસ્તુ પુરુષનો માથાનો ભાગ હોય ​​છે. આ સ્થાન ઘરમાં રહેલા લોકોની મનની ગતિવિધિઓને નિયંત્રિત કરે છે. જરૂરી એ નથી કે તમે કેટલા સમય સુધી પૂજા કરો છો પરંતુ તે જરૂરી છે કે તમે કેટલી નિષ્ઠાપૂર્વક પૂજા કરો છો.

એક કહેવત મુજબ દેવી દેવતા ભક્ત ભાવના ના ભૂખ્યા હોઈ છે. માટે પુરી શ્રધ્ધા થી તેમની પૂજા કરવી. તેના માટે યોગ્ય જગ્યાએ બનાવવામાં આવેલું પૂજા સ્થાન મનની એકાગ્રતા પ્રદાન કરે છે. આ સ્થાન જ પૂજાને ફળદાયી બનાવે છે. આ ઉપરાંત જે સ્થાનમાં પૂજા ઘર બનેલું હોય ત્યાં સૂર્ય પ્રકાશ આવતો હોય તે જરૂરી છે. પૂજારૂમમાં મૃતક પરીજનોના ફોટો ન રાખવા.

દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કોઈ પૂજા સ્થળ અથવા વેદી સ્થાપિત કરવી નહીં. આ સ્થાન પૂજા માટે સાર્થક નથી. આ જ રીતે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં કરવામાં આવતી પૂજા પણ બિનજરૂરી ખર્ચને આમંત્રણ આપે છે.

કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે અથવા તો રોકાણ માટે પણ નવરાત્રી શુભ માનવામાં આવે છે. લોકો ઘણીવાર નવરાત્રીમાં ઘર ખરીદવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું મહત્વપૂર્ણ માને છે. જો તમે પણ આ નવરાત્રી ઘર ખરીદવા અથવા બાંધકામ શરૂ કરવા જઈ રહ્યા હોય તો નીચે દર્શાવેલી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

1. બિલ્ડિંગના નિર્માણ માટે ખોદકામ યોગ્ય દિશાથી શરૂ કરવું જરૂરી છે. જો ખોદકામ અથવા ફાઉન્ડેશનનું કામ ખોટી દિશાથી શરૂ કરવામાં આવશે તો બાંધકામમાં અવરોધોનો સામનો કરવો પડે છે.

2. જો ઇમારતની આજુબાજુ પાણી વહેતું હોય તો આવું મકાન નિવાસ માટે સારું માનવામાં આવે છે. જો ઇમારતની આજુબાજુ પાણીનો સ્રોત છે, તો તે કઈ દિશામાં છે તે વાતને પણ ધ્યાનમાં લેવી. બિલ્ડિંગની ઉત્તર તરફ વહેતું પાણી લક્ષ્મીનું આગમન સૂચવે છે. તેથી જે બિલ્ડિંગમાં ઉત્તરમાં પાણીનો સ્ત્રોત છે તેમાં કરેલું રોકાણ સારું નફો આપે છે.

3. જો શક્ય હોય તો ઇમારતની આજુબાજુ ખાલી જગ્યા છોડી દેવી. દક્ષિણ, પશ્ચિમ કરતાં ઉત્તર અને પૂર્વમાં વધુ જગ્યા ખાલી હોવી જોઈએ.

4. ફ્લોરનો ઢાળ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રાખો.ભૂગર્ભ જળની ટાંકી માટે ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. દક્ષિણ પશ્ચિમ અથવા પશ્ચિમમાં ઓવરહેડ પાણીની ટાંકી બનાવી શકાય છે.

5. કેટલાક લોકોનો પ્રશ્ન હોય છે કે બહુમાળી ઇમારતો રહેવા માટે યોગ્ય નથી. કારણ કે તેમાં ગુરુત્વાકર્ષણનો અભાવ છે. પરંતુ આ સત્ય નથી.

બહુમાળી ઇમારતો પણ  રહેવા માટે સંપૂર્ણ યોગ્ય છે. આ મુજબ અનેક નવા કામ માટે નવરાત્રી ખુબજ સારું મુહરત છે. માટે જો તમે પણ કાઈ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારી માટે સૌથી શ્રેષ્ઠ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top