ઇશાની હત્યાકાંડ, એરહોસ્ટેસ બનવાનું સપનું હતું ઇશાની પરમારનું

અમદાવાદ ના આંબાવાડી વિસ્તારમાં ધોળે દહાડે નડિયાદ ની યુવતી ઈશાની પરમારનું ગળુ કાપી હત્યા કરનાર યુવક નરેશ સોઢા આખરે પકડાયો છે. એકતરફી પ્રેમમાં યુવતીની નિર્દયીપણે હત્યા કરનાર નરેશ સોઢાને ક્રાઇમ બ્રાન્ચે બાયડના અમલિયારા ગામથી પકડી પાડ્યો હતો.

હત્યારો નરેશ સોંઢા કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજમાં આબાદ ઝડપાયો હતો. ગઈકાલે આંબાવાડીના અમૂલ્ય કોપ્લેક્ષના ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની યુવતી ઇશાની પરમારની ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. મૃતક ઇશાની પરમાર એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી.

તેણી નડિયાદથી અમદાવાદ અપડાઉન કરતી હતી. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઇશાની પરમારની 310 નંબરની ઓફિસમાં બપોરના સમયે હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારો ભાગી રહ્યો હતો ત્યારે ત્યાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

સીસીટીવીમાં એક શંકાસ્પદ યુવક જોવા મળ્યો છે. જેનું નામ નરેશ સોઢા હોવાનું સામે આવ્યું હતું. તેણે એકતરફી પ્રેમમાં પાગલ થઈને આ પગલુ ભર્યું હતું. નરેશ અને ઈશાની બંને સાથે અભ્યાસ કરતા હોવાથી એકબીજાને ઓળખતા હોવાની પારિવારિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું.

નરેશ ઈશાનીના પ્રેમમાં પાગલ હતો. જેથી તેને હેરાનગતિ વધી ગઈ હતી. એર હોસ્ટેસનો કોર્સ શરૂ કરનાર ઈશાનીને નરેશ વારંવાર તુ આવા કપડા કે પહેરે છે, તુ બીજા છોકરાઓ સાથે કેમ ફરે છે તેમ કહીને બોલતો હતો. આ મામલે ઈશાનીના માતાપિતાએ પણ નરેશને ઠપકો આપ્યો હતો. પણ તે માન્યો ન હતો.

મૂળ નડિયાદની અને અમદાવાદમાં કોમ્પ્યૂટર ઓપરેટર તરીકે કામ કરતી ઇશાનીની પ્રેમીએ હત્યા કરી. ભત્રીજીની લાશ જોઇ કાકા ફસડાઇ પડ્યા, આરોપીની બાયડથી ધરપકડ થઈ. નડિયાદ શહેરના કર્મવીરનગર નજીક સુંદરવનમાં રહેતી અને અમદાવાદના આંબાવાડીમાં એરહોસ્ટેસનો કોર્સ કરવાની સાથે વકીલની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી ઇશાની સંદિપભાઇ પરમારની બુધવારના રોજ તેની ઓફિસમાં જ ઘાતકી હત્યા થઇ હતી. આ હત્યાના પગલે ઇશાનીનો પરિવાર ભાંગી પડ્યો હતો.

આ સમાચાર સાંભળ્યા બાદ તેના પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યાં હતાં. દીકરીને એર હોસ્ટેસ બનાવવાનું સ્વપ્ન જોતા માતા અને પિતા લોહીથી લથપથ દિકરીનો મૃતદેહ જોઇ સુન થઇ ગયાં હતાં.

આરોપીનરેશ પરણેલો હોવા છતાં તેણે પ્રેમજાળમાં ફસાવી અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં નડિયાદની યુવતીની નિર્મમ હત્યા પ્રકરણમાં એલિસબ્રિજ પોલીસે હત્યારા શખસને ગઇકાલે જ સાબરકાંઠાના બાયડ-આંબલિયારા રહેતાં તેના ફઇબાએ પોલીસમથકમાં હાજર કરી દેતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં અનેક રહસ્યોના જાળા સર્જાયા છે.

નરેશના લગ્ન થઇ ગયા હોવા છતાં તેણે ઇશાનીને પ્રેમજાળમાં ફસાવી હતી. બીજી તરફ તેનો ભાંડો ફુટી જતાં આ સમગ્ર ઘટના ક્રમ સર્જાયો હોવાનું જણાઇ રહ્યું છે. નરેશ અવાર-નવાર ઈશાનીને મોંઘીદાટ ગિફ્ટ પણ આપતો, નડિયાદની ઇશાનીની હત્યા કરનારાં નરેશ અરવિંદભાઇ સોઢા પરિણીત હોવા છતાં તેણે ઇશાની પરમારને પ્રેમજાળમાં ફસાવી હતી.

તેને હરવા ફરવા પણ લઇ જતો હતો અને અવારનવાર મોંઘીદાટ ભેટ-સોગાદ આપતો હતો. આ સબંધ બાબતે મૃતક ઇશાનીના પરિવારને જાણ થઇ હતી અને તેથી અવારનવાર ઘરમાં તે બાબતે તકરાર થતી હતી.

મૃતકના પિતા સંદિપભાઇએ પણ નરેશને ઇશાની સાથે સબંધ નહિ રાખવા અગાઉ ઠપકો પણ આપ્યો હતો.છોકરો હેરાન કરે તેવી કોઈ વાત નહોતી કરી, નડિયાદ ખાતેના નિવાસસ્થાને ગુરુવારે મૃતક ઇશાની પરમારના કાકા સ્નેહલભાઇ નટુભાઇ પરમારે જણાવ્યું કે, નિત્યક્રમ મુજબ બુધવારે વહેલી સવારે 5.30 કલાકે એક્ટિવા પર ઇશાનીને અમદાવાદ જવા નડિયાદ રેલવે સ્ટેશને મુકવા ગયા હતા.

જ્યાં ઇશાની રૂટિન મૂડમાં જ હતી. તેણીએ કોઇ છોકરો તેને હેરાન કરતો હોવાની ક્યારેય પણ મને કોઇ જ વાત કરી ન હતી. તેમ મૃતકના કાકા સ્નેહલભાઇએ વાતચીતમાં જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યું કે, બુધવાર સાંજે લાડકવાયી ભત્રીજી ઇશાની સાથેના બનાવની જાણ થતાં તેના પિતા સંદિપભાઇને જાણ કરવામાં આવી હતી.

આથી, અમે પરિવારના સભ્યો તાબડતોબ અમદાવાદ દોડી ગયા હતા. જ્યાં અમારી લાડલી ઇશાનીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોઇ અમારા પગ તળેથી જમીન સરકી ગઇ હતી.

ક્યારેય ફરિયાદ કરી નોહતી: દાદા, ઇશાનીના દાદા નટુભાઇ કાળીદાસ પરમારે જણાવ્યું હતું કે, તેણીને નડિયાદ રેલવે સ્ટેશન મુકવા ગયેલાં કાકા સ્નેહલભાઇ લોહીના ખાબોચિયામાં પડેલી ભત્રીજીનો મૃતદેહ જોઇ ફસડાઇ પડ્યા હતાં.

ઇશાનીએ ક્યારેય પણ કોઇ ફરિયાદ કરી નથી.હત્યા કર્યા બાદ નરેશ સોઢાફોઈબાના ઘરે જતો રહ્યો હતો.આ ઘાતકી હત્યા પ્રકરણમાં આરોપી નરેશ સોઢાના બિલદરા ગામે રહેતાં પિતા અરવિંદભાઇ શનાભાઇ સોઢાએ જણાવ્યું હતું કે, પુત્ર નરેશના લગ્ન પાંચેક વર્ષ અગાઉ થયા હતા. જો કે, પુત્ર નરેશને અન્ય યુવતી સાથે પ્રેમ હોવાથી તેમણે સબંધ કાપી નાખવા ઘણીવાર સમજાવ્યો હતો. જેથી તેના પિતા અને પરિવારે તેને કંઇપણ કહેવાનું બંધ કરી દીધું હતુ.

નરેશે અડધા લાખનું દેવું કરી નાખ્યું હતું.હત્યા કર્યા બાદ નરેશ તેના બાયડ-આંબલિયારા ગામે રહેતાં ફોઇબાના ઘરે જતો રહ્યો હતો. જ્યાંથી તેની પોલીસે ધરપકડ કરી હતી. પુત્ર આડા રસ્તે જતો હોઇ પિતાએ તેની સાથે બોલવાનું ઓછું કરી દીધું હતુ. તેમણે ઉમેર્યું કે અપલક્ષણ જોઇ તેને માર્યો પણ હતો. ત્યારબાદ થીજ તેની સાથે ના વ્યવહાર ઓછા કરીદેવા મ આવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top