મોટા ભાગે સુરક્ષિત શારીરિક સંબંધો માટે લગભગ દરેક કપલની પહેલી પસંદ હોય છે કોન્ડોમ. આજે બજારમાં અનેક જાતના કોન્ડોમ ઉપલબ્ધ છે. પરંતુ જો તમે પણ આ સેક્સને સેફ સેક્સ માનતા હોવ તો સાવધાન થઈ જજો.
તાજેતરમાં માર્કેટમાં ઉપલબ્ધ જુદી જુદી બ્રાન્ડના કોન્ડોમની ગુણવત્તાનું પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં 5% કોન્ડોમ ફેલ થયા હતા. જેમાં મોટા ભાગે કોન્ડોમ પ્રેશન ન ઝીલી શક્યા અને તેના કારણે ફાટી જવું કે લિકેજ થઈ જવું છે.
પરિણામ ચિંતાજનક
કોન્ડોમની ગુણવત્તાની તપાસ અને તેના સંબંધીત બીજી માહિતીઓની જાણકારી માટે એક RTI ફાઈલ કરવામાં આવી હતી. જેના અનુસાર જૂનથી લઈને જુલાઈ સુધી દેશભરના તમામ બ્રાન્ડના 411 કોન્ડોમના સેમ્પલ લેવામાં આવ્યા.
આ સેમ્પલ સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબ દ્વારા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે હોશ ઉડી જાય તેવું પરિણામ સામે આવ્યું. જેમાં 411 પૈકી 22 એટલે કે 5% કોન્ડોમ તપાસમાં ફેલ થયા હતા. જેને લઈને હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
શું છે ભય
HIV કાર્યકર્તા ગણેશ આચાર્યે કહ્યું કે, ‘આટલા મોટા પ્રમાણે તપાસમાં કોન્ડોમ ફેલ થાય તે એક મોટી બાબત છે. આ બાબતની ગંભીરતાને જોતા સરકારે આ મામલે તપાસનો આદેશ આપવો જોઈએ.’ જ્યારે અન્ય એક કાર્યકર્તાએ કહ્યું કે, ‘આનાથી HIV જેવી બમારી ફેલાવાની શક્યતા વધી જાય છે તો ફેમિલી પ્લાનિંગ પણ પ્રભાવિત થાય છે.’ તો એક ડૉક્ટરે કહ્યું કે આની પાછળ કોન્ડોમની તપાસ કરવાના સેન્ટર ઓછા હોવાનું પણ એક કારણ છે. દેશમાં રોજ લાખો કોન્ડોમનો ઉપયોગ થાય છે. પરંતુ તેની ક્વોલિટી ચેક કરવા માટે હાલ એક જ સંસ્થા છે.
અમારો વ્યૂપોઇન્ટ
HIV સામે લડવાની દિશામાં આ નકારાત્મક સમાચાર છે. સરકારે આ અંગે ગંભીરતાથી વિચારવાની જરુરિયાત છે. કોન્ડોમ બનાવતી કંપનીઓની સમય સમય પર આ પ્રકારની તપાસ થવી જોઈએ. તેમજ તપાસ અંગે સેન્ટર્સ પણ વધારવા જોઈએ. જેથી સાચી રીતે અને યોગ્ય સમયે તપાસ થતી રહે અને તેનું પરિણામ પણ સામે આવતું રહે.