આ કપલ નો જુગાડ ખુબજ ફાયદાકારક સાબિત થયો,હવે આરીતે કરો પ્લાસ્ટિકની નકામી બોટલોનું નિરાકરણ.

યહલ સમગ્ર રાજ્ય તથા ભારત માં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાઈ ગયો છે ત્યારે તે ના વધેલા અવષેસ નો નિરાકરણ માટે કોઈ ને કોઈ તો ઉપાય લોકો શોધતા જ હોઈ છે ત્યારે અમે તમને એક કપલ વિષે જણાવવા ના છીએ જેનો જુગાડ પ્લાસ્ટિક નિરાકરણ માટે નો બેસ્ટ વિકલ્પ સાબિત થઇ ગયો છે.તો આવો જણીયે તેના વિશે.પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની વાતો જગ્યાએ જગ્યાએ થઇ રહી છે, ટીવી પર એડ, પોસ્ટર, ન્યુઝ પેપરમાં પણ સલાહ આપવામાં આવે છે, બને તેટલો પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો. પણ શું અખબારોમાં એડ આપી દેવાથી લોકો સમજી જશે. લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દેશે સરકાર પ્લાસ્ટિકને દુર કરવા ઘણા કામો કરે છે, પણ આપણે આમાં સહભાગી થઇ શકીએ છીએ.ઉત્તર પ્રદેશમાં એક કપલ, પહાડો પર જઇને રહેવા લાગ્યુ, જ્યાં જઇને તેમણે હોમ સ્ટે ઓપન કર્યું.

તમને જાણીને નવાઇ લાગશે કે, આ કપલે આ સ્ટે હોમ પ્લાસ્ટિકની બોટલથી બનાવ્યુ છે. મેરઠના આ કપલ જેમાં દિપ્તી એક ટીચર છે. જેને ફરવુ ગમે છે, અને પહાડોની યાત્રા પણ કરતી રહે છે. તે તેના પતિ અભિષેક સાથે વર્ષ 2017 માં લેસ ડાઉન ગઇ હતી. પણ જ્યાં જોઇએ ત્યાં પ્લાસ્ટિક, કુડા .પહેલા પ્લાસ્ટિકને રિસાઇકલ કરવાનો વિચાર આવ્યો.પછી તેમણે વિચાર્યું કે, પ્લાસ્ટિકનો યુઝ કરીને કંઇક બનાવવામાં આવે. તેમણે નૈનીતાલ જીલ્લામાં હરતૌલા ગામમાં પ્લાસ્ટિકનો યુઝ કરીને ઘર બનાવી લીધુ. જે બનાવવા 26000 બોટલોનો વપરાશ થયો હતો. આ કપલે 26000 બોટલોનો યુઝ કરીને આ હોમસ્ટેની દિવાલો ઉભી કરી છે.

આ સિવાય ટાયરથી સીડિયો બનાવવામાં આવી છે, તેમજ દારુની ખાલી બોટેલોનો ઉપયોગ લેમ્પ બનાવવામાં કર્યો હતો. આ ઘર બનાવવા માટે 1.50 લાખ રુપિયાનો ખર્ચ થયો છે. આ હોમ સ્ટેમાં 10×11 ના ચાર રુમ છે, જમીન તેમણે પહેલાથી જ ખરીદી લીધી હતી.આ હોમ સ્ટેમાં દીપ્તી અને અભિષેક 10,000 લીટરનો એક રેન હાર્વેસ્ટિક મોડેલ પણ ડેવલપ કરી રહ્યાં છે. જેના પર કામ ચાલુ છે. સ્થાનિય લોકો આ માટે તેમની મદદ પણ કરી રહ્યાં છે.

આ આઇડિયાને હોમ સ્ટેને આ કપલ જલ્દી જ બીજા લોકો સાથે શેર કરશે.જો આપણે પ્લાસ્ટિકનો એક રીતે સાચો વપરાશ કરીએ તેમજ જરુરત માટે કરીએ તો એક હદ સુધી આપણે સાચી દિશા તરફ જઇ રહ્યા છીએ. વધેલા ઘટેલા પ્લાસ્ટિકનું આપણે એવુ પણ કરી શકીએ કે જેનાથી આપણને નુકશાન નહી ફાયદો થાય.આ ઉપાય ખુબજ સારો સાબિત થયો છે અને ઘણા બધા સ્ટાર્સ પ્રચારકો એ પણ આ ઉપાય ને ખુબ વખાણ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top