એક સર્વે મુજબ દુનિયામાં સૌથી વધુ દુઃખ સહન કરનાર સ્ત્રીઓને માનવામાં આવે છે.માટે તમારે એક હિંમત અને અડગ વિશ્વાસ થી તમારી દીકરીને તેની દરેક પરિસ્થિતિમાં દીકરીની પહેલી મિત્ર તેની માતા હોય છે.દીકરીના જીવનમાં ડગલે ને પગલે માતા તેનો સાથ આપે છે. દરેક ઉંમરમાં દીકરીને માતાના સપોર્ટની જરૂર પડે છે.
તેમાં સૌથી વધારે સપોર્ટની જરૂર દીકરીને માસિક સમયે પડે છે.માસિક સંબંધિત જાણકારી દરેક માતાએ તેની દીકરીને અગાઉથી જ આપવી જરૂરી છે. કારણ કે માસિક પછી શરીરમાં કેટલાક ફેરફાર થાય છે જેના વિશે દીકરીને અવગત કરવી ખૂબ જરૂરી હોય છે. માસિક શરૂ થવાથી યુવતીઓમાં શારીરિક અને માનસિક ફેરફાર થાય છે.
જો યોગ્ય ઉંમરે દીકરીને માસિક વિશે જાણકારી આપવામાં ન આવે તો તે પહેલી વખતમાં ડરી જાય છે. આ ડર તેના મનમાં ન બેસે અને માસિકને તે એક સામાન્ય પ્રક્રિયા તરીકે સમજે તે માટે જરૂરી છે કે દરેક માતા તેની દીકરીને આ જાણકારીઓ અગાઉથી જ આપી દે.
માસિક સમયે શરીરની સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.સ્વચ્છતાને મહત્વ આપવું જરૂરી હોવાથી દર 5 કલાકે પેડ બદલી દેવું જોઈએ.જો વધારે કલાકો સુધી પેડ રાખવામાં આવે તો તેનાથી શરીરમાં ઈન્ફેકશન થઈ શકે છે.અને યોનીમાર્ગમાં
આ સાથે જ એ જણાવવું પણ જરૂરી છે કે સેનેટરી પેડનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેને ફેંકવું કેવી રીતે.શરૂઆતના સમયમાં માસિક અનિયમિત હોવાની ફરિયાદ મોટાભાગે દરેક યુવતીને થાય છે. પરંતુ આ સ્થિતી સામાન્ય છે અને અનિયમિત માસિકથી ગભરાવવું નહીં તે પણ દીકરીને સમજાવવું જરૂરી છે.
કારણ કે દીકરીના આવા સમય પર તમારા સિવાય બીજું કોઈ તને સમજાવી શકે તેમ નથી માટે તમારે આવત પર તમારી ગઁભીરતા વધારે રાખવી જોઈએ.