જીવન સથી મળતાની સાથેજ લોકો નું પહેલું સપનું ઘર નુજ હોઈ છે.દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે પોતાના માટે એક ઘર બનાવે જેમાં તે તેના પરીવાર સાથે સુખથી સમય પસાર કરે. પરંતુ પોતાનું ઘર લઈ શકવાની ઈચ્છા દરેક વ્યક્તિની પુરી થઈ શકતી નથી.ઘણા કારણો શર તેઓ આ કાર્ય પૂર્ણ કરી શકતા નથી.
ઘણા વિઘ્નો અને ઘરના અનેક પ્રશ્નો થઈ તે આ કરી શકતા નથી.તેનું કારણ છે આજના સમયની મોંઘવારી,આજે જ્યારે ઘરની કીમત લાખો, કરોડોમાં હોય છે તેવામાં સામાન્ય પરીવારના લોકો માટે ઘર ખરીદવું લગભગ અશક્ય થઈ જાય છે. તેવામાં જો તમને જાણવા મળે કે દુનિયામાં એક શહેર એવું છે જ્યાં માત્ર 80 રૂપિયામાં ઘર ખરીદી શકાય છે તો સાંભળ વામાં તમને નવાઈ લાગશે પરંતુ આ બિલકુલ સાચું.
ઘણા લોકો ને હજી પણ જાણીને આશ્ચર્ય થશે પરંતુ ઈટલીના સિસિલી ટાપુના સંબૂકા ગામમાં 1 યૂરો એટલે કે 80 રૂપિયામાં ઘર મળે છે.અહીંની નગર પરિષદએ આમ એટલા માટે કર્યું છે કે વિદેશીઓ અહીં આવી રહે.અધિકારીઓના જણાવ્યાનુસાર આ ગામમાં જનસંખ્યા ઘટી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખી અને આ યોજના તૈયાર કરવામાં આવી છે. તેમણે નક્કી કર્યું છે કે આ ગામમાં જે ઘર ખાલી પડેલા છે તેમને એક યૂરો એટલે કે 80 રૂપિયામાં વેંચી દેવામાં આવે.
2019માં પણ આ ગામમાં વસ્તી માત્ર 5800 લોકોની છે. આમ થવાનું કારણ છે કે અહીંના સ્થાનિકો વિદેશોમાં અથવા તો નજીકના શહેરોમાં રહેવા જતા રહ્યા છે.સંબૂકાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર નગર પરિષદએ અહીં પહેલા કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી અને પછી અહીં મકાન ખરીદ્યા છે અને હવે આ 16 મકાનની નીલામી કરી દેવામાં આવ્યા છે. આ મકાન ખરીદનાર વિદેશીઓમાં મોટાભાગે પત્રકાર, લેખકનો સમાવેશ થાય છે.જો કે તમે પણ ઇચ્છા રાખતા હોય તો તેને ખરીદી શકો છો.