દરેક વ્યક્તિ ની સફળતા પાછળ કોઈને કોઈ ગુરુ મંત્ર રહેલો હોઈ છે જે તેને તેના ગુરુ તરફથી મળે છે.ગુરૂમંત્ર’ લીધા બાદ ચમકી કિસ્મત,વિશ્વના ધનિક ઉદ્યોગપતિઓ પોતાની લાઈફ અને ધંધાના અનેક મહત્વના નિર્ણયોમાં પોતાના સ્પ્રિચુઅલ ગુરૂઓની સલાહ અવશ્ય લે છે. મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ, ફોર્ટિસના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન શિવિંદર મોહન સિંહ આવા જ કેટલાક નામો છે, જે પોતાના આધ્યાત્મિક ગુરૂમાં અપાર શ્રદ્ધા ધરાવે છે.કહેવાય છે કે, અનેક ઉદ્યોગપતિઓ પોતાના ગુરૂઓની સલાહથી ધંધાનો વિકાસ કરવાની નવી દિશા મળી. અમે આજે તમને આવા જ કેટલાક ઉદ્યોગપતિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
અંબાણી પરિવાર ના ગુરૂ રમેશભાઈ ઓઝા,દેશના સૌથી ધનિક અંબાણી પરિવારના ગુરૂ રમેશભાઈ ઓઝા છે.રમેશભાઈ ઓઝા ગુજરાતના પોરબંદર સ્થિત સંદિપની વિદ્યાનિકેતન ચલાવી રહ્યા છે.ધીરૂભાઈ અંબાણીના સમયથી જ આ પરિવાર રમેશભાઈની સલાહ લે છે.મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન માટે પણ રમેશભાઈની મોટી ભૂમિકા હતી. આ ઉપરાંત ધીરૂભાઈ અંબાણીના અવસાન બાદ બન્ને ભાઈઓ વચ્ચે સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદમાં સમાધાન કરાવવામાં પણ રમેશભાઈનો મોટું યોગદાન હતું.અંબાણી પરિવાર ઉપરાંત રમેશભાઈ ઓઝાના આશ્રમમાં અનેક રાજનેતાઓ પણ જોવા મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણે તેમના આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે.
માર્ક ઝુકરબર્ગ-સ્ટીવ જોબ્સ ના ગુરૂબાબા નીમ કરોલી,27 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુકના હેડક્વાર્ટરમાં હતા.અહીં ટાઉનહૉલમાં કાર્યક્રમ દરમિયાન માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે, તેમની કંપનીના વિકાસમાં ભારતનું ખાસ યોગદાન છે. તેમણે જણાવ્યું કે, એક વખત તનાવમાં તેમણે ફેસબુક વેચવાનો વિચાર કર્યો હતો, ત્યારે એપ્પલના ફાઉન્ડર ) સ્ટીવ જોબ્સે (Steve Jobs) તેમને ભારતના એક મંદિરમાં જવાની સલાહ આપી હતી.જે બાદ મેં બાબા નીમ કરોલી આશ્રમની મુલાકાત લીધી હતી.આ દરમિયાન તેઓ એક મહિનો ભારતમાં રહ્યા અને મંદિરમાં પણ ગયા.આજ આશ્રમમાં 1974માં જોબ્સ પણ આવ્યા હતા.
શિવિંદર મોહન સિંહ ના ગુરૂ રાધાસ્વામી,હોસ્પિટલ ચેન ફોર્ટિસ હેલ્થકેરના ફાઉન્ડર શિવિંદર મોહન સિંહ જ્યારે પોતાની કેરિયરના ટોપ પર હતા, ત્યારે તેમણે ડેરા રાધાસ્વામી સત્સંગ બ્યાસ સાથે જોડાવવાનો નિર્ણય લીધો હતો.આ સંગઠનનું મુખ્ય કાર્યાલય અમૃતસરમાં છે. સિંહના જણાવ્યા પ્રમાણે, બે દાયકા સુધી ફોર્ટિસને બનવાથી લઈને તેને ચલાલા સુધી અમારૂ મિશન લોકોની જિંદગી બચાવવા અને તેને શ્રેષ્ઠ કરવાનો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, હું ભાગ્યશાળી છું કે, મને સત્સંગ બ્યાસમાં જોડાવવાની તક મળી રહી છે.
આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર,શ્રી શ્રી રવિશંકરના બેંગલુરૂ સ્થિત આશ્રમમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ અવારનવાર આવે છે.જેમાં સ્નેપડીલના ફાઉન્ડર કુનાલ બહલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક્સ ચેરમેન અરૂંધતી ભટ્ટાચાર્ય, એમાઝોન ઈન્ડિયાના હેડ અમિત અગ્રવાલ, HDFCના વાઈસ ચેરમેન કેકે મિસ્ત્રી વગેરે સામેલ છે.ગુરૂ તરીકે શ્રી શ્રી રવિશંકર કોર્પોરેટ જગતથી લઈને રાજનીતિની દુનિયા સૌથી વધુ ચર્ચિત છે. તેમને ફૉલો કરનારા અનેક ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ પણ છે.જો કે ઘણા લોકો નું માનવું છે કે જો તમે ગમેતે કામ કરો અને તેમાં તમારું પુરે પૂરું પરફોમન્સ આપો તો તમે જીવન માં સફળતા જરૂર પ્રાપ્ત કરી શકો છે.