મોરારી બાપુના સ્વભાવના પારખાં કરવા હોઈ તો વાંચીલો આફ્રિકાનો આ ખાસ કિસ્સો, તમારું દિલ પણ બોલી ઉઠશે વાહ…બાપુ…વાહ…

મોરારીબાપુ રામાયણના કથાકાર છે.તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો.તેઓ પ્રખર રામકથા કાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો આપવામાં આવે છે.

આફ્રિકાના નૈરોબીમાં 24 ફેબ્રુઆરી 2018થી શરૂ થયેલી પૂજન મોરારીબાપુની રામકથા ગઈકાલ 4 માર્ચ રવિવારના રોજ સંપન્‍ન થઈ હતી. ગુજરાતી મૂળના કૌશિકભાઇ માણેકના યજમાનપદે યોજાયેલી આ કથામાં કેન્‍યાના પ્રથમ મહિલા સુશ્રી માર્ગારેટ મુખ્‍ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

કથા દરમિયાન પૂજય બાપુએ યજમાન કૌશિકભાઇને પૂછ્યું હતું કે અહીં કોઇ એવો વિસ્‍તાર છે કે જ્યાં લોકોને પેટપુરતુ અન્‍ન પણ મળતું ન હોય. જેના ઉત્તરમાં કૌશિકભાઇએ અમુક વિસ્‍તારો આવા છે તેમ જણાંવતા પૂજ્ય બાપુએ આ વંચિતોને મદદરૂપ થવા શ્રોતાજનોને વિનંતી કરી હતી.

સહુના આનંદ અને આશ્ચર્ય વચ્‍ચે એક જ મિનીટમાં એક કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઇ ગઈ હતી.જેનો ઉપયોગ અમુક વિસ્‍તારોના ભૂખ્‍યા જનોની પેટની આંતરડી ઠારવા માટે કરાશે.પૂજ્ય બાપુની આ કરૂણાથી ઉપસ્‍થિત લેડી માર્ગા રેટ પણ પ્રભાવિત થઇ ગયા હતા.

પૂજય બાપુએ જણાવ્‍યું હતું કે કેન્‍યાનો એક પણ વ્‍યક્‍તિ ભૂખ્‍યો ન સૂવો જોઇએ. આ જવાબદારી માત્ર સરકારની જ નહીં દરેક નાગરિકની પણ છે. બાપુની કથા વિષયક આ માહિતી સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top