ઠાકોર સમાજ અને ભાજપ વચ્ચે ફસાયા અલ્પેશ, સેના લાગી રહી છે ભાજપ સાથે બદલો લેવાના મુડમાં.

મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર માટે હોવી પછી કપરાં ચઢાણ ખુદ સમાજ હવે ભાજપથી બદલો લેવાના મૂડમાં.આવો જાણીએ વિગતે.એક બાજુ જ્યારે કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે તો,બીજી તરફ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. બહાર બધુય ભલે સમુસુતરૂ લાગે પણ વાસ્તવિકતા એ છે કે, ભાજપના પ્રદેશના નેતાઓનો જૂથવાદ બરોબર જામ્યો છે.

પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી માટે હવે વિધાનસભાના દ્વાર બંધ થઇ ગયાં છે. હવે શંકર ચૌધરી માટે ધારાસભ્ય બનવાની તક રહી નથી.નીતિન પટેલ અને શંકર ચૌધરીએ કર્યા પૂરતા પ્રયાસોનિતીન પટેલ અને જીતુ વાઘાણી જૂથે જ શંકર ચૌધરીને ટિકીટ ન મળે તેવા ભરપૂર પ્રયાસો કરતાં અલ્પેશ ઠાકોરને ફાવતુ ફાવ્યુ છે. જોકે, શંકર ચૌધરીનુ પત્તુ કપાતાં ચૌધરી મતદારો ભાજપથી ભારોભાર નારાજ છે.

જે ભાજપ અલ્પેશ ઠાકોરને સબક શિખવાડવાના મૂડમાં છે.છેલ્લા કેટલાંય વખતથી પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી જાણે ગુજરાતના રાજકારણમાંથી આઉટ છે.પરબત પટલેને સાંસદની ટિકીટ અપાવીને ધારાસભ્ય બનવા ઉછળકૂદ કરતાં શંકર ચૌધરીને જ ભાજપે ટિકીટ આપી નહીં.છેલ્લી ઘડી સુધી ધમ પછાડા શંકર ચૌધરીએ છેલ્લી ઘડી સુધી અલ્પેશ ઠાકોરને રાધનપુર નહીં પણ થરાદ બેઠક પર ટિકીટ મળે તેવા ધમ પછાડાં કર્યા હતાં પણ આ તરફ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના જૂથે શંકર ચૌધરીનો રસ્તામાં અવરોધ સર્જ્યો હતો.ભાજપના પ્રદેશ નેતાઓ જ ઇચ્છતા ન હતાં કે,શંકર ચૌધરીને ટિકીટ મળે. આ તરફ,ભાજપના પ્રદેશ નેતાઓએ અલ્પેશ ઠાકોરને સાથ આપ્યો જયારે શંકર ચૌધરીનુ પત્તુ કાપ્યુ હતું.

પટેલ ઠાકોર નેતાઓએ ઉત્તર ગુજરાતના ચૌધરી નેતાનુ રાજકીય કાસળ કાઢી નાખ્યુ હતું. ચૌધરી મતદારો ભરાયા હતા રોષે આ રાજકીય ડ્રામામાં અલ્પેશ ઠાકોરને ફાવતુ ફાવ્યુ હતું જયારે ચૌધરી મતદારો રોષે ભરાયાં છે. ચૌધરી મતદારો હવે શંકર ચૌધરીને ટિકીટ નહી આપવાનો બદલો લેવાના મૂડમાં છે. લુણાવાડા, રાધનપુર અને બાયડમા ભાજપ માટે જીત એટલી આસાન નથી. લુણાવાડામાં જીજ્ઞોશ સેવકને ટિકીટ આપતાં પાટીદારો રિસાયાં છે કેમ કે, જે.બી.પટેલ મજબૂત દાવેદાર હોવા છતાંય હાઇકમાન્ડે જ્ઞાાતિવાદ રાજકારણ ખેલીને બ્રાહ્મણ ઉમેદવારની પસંદગી કરી છે.

ભાજપ માટે આ છે મોટી મુસીબત.આંતરિક જૂથવાદને કારણે આ બેઠક પર ઓબીસી-એસટી મતો મેળવવા ભાજપ માટે અઘરાં છે. બાયડમાં ધવલસિંહ ઝાલાની મતદારોમાં પક્ષપલટુ તરીકેની છાપ છે.આ બેઠક પર શંકરસિંહ વાઘેલા પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ધવલસિંહની જીતમાં અવરોધ સર્જી શકે છે.

રાધનપુરમાં ય અલ્પેશ ઠાકોરને ત્રણ ઠાકોર ઉમેદવાર અને બે અપક્ષ ઉમેદવાર નડી શકે છે. રાજકીય અદાવત પણ નડી જશેઆ ઉપરાંત શંકર ચૌધરીની રાજકીય અદાવત પણ નડી શકે છે.ચૌધરી મતદારો વિના અલ્પેશ ઠાકોરની જીત શક્ય નથી પરિણામે શંકર ચૌધરીના શરણે ગયાં વિના અલ્પેશ ઠાકોરને છૂટકો નથી.આમ,ભાજપ માટે કોંગ્રેસની પરંપરાગત બેઠક રાધનપુર અને બાયડ પર જીત મેળવવી એટલી આસાન નથી.

અમરાઇવાડીમાં અસંતોષ, ડેમેજ કંટ્રોલ માટે નીતિન પટેલને મેદાને ઉતારાયાંઅમરાઇવાડી બેઠક કોગ્રેસ અને ભાજપના પાટીદાર ઉમેદવારો સામસામે છે. એસપીજીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. આ ઉપરાંત આનંદીબેન પટેલના નજીક અને ઉમેદવાર જગદીશ પટેલના સમર્થક નિલમ પટેલને પક્ષમાં થી સસ્પેન્ડ કરી દેવાતાં સૃથાનિક કાર્યકરો ભાજપથી નારાજ છે.

 

કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલને પાટીદારોને ટેકો સાંપડતાં ભાજપમાં દોડધામ મચી છે જેના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અમરાઇવાડીના પાટીદાર મતદારોની જવાબદારી સોંપાઇ છે. નીતિન પટેલે એસપીજીના નેતાઓ સાથે સંપર્ક સાધીને આખોય મામલો નિપટાવવા મેદાને આવ્યાં છે.થરાદમાં મતદારોએ ભાજપના સાંસદ પરબત પટેલનો ઉધડો લીધો. પેટાચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રચારને વેગવાન બનાવ્યો છે. થરાદ મતવિસ્તારના ગામડામાં પ્રચાર માટે ગયેલાં સાંસદ પરબત પટેલને મતદારોના રોષનુ ભોગ બનવુ પડયુ હતું.

થરાદમાં ઉમેદવારની પસંદગીને લઇને ઉકળતા ચરૂ જેવી સિૃથતી છે. ગામડામાં એક મતદારે સાંસદ પરબત પટેલને મોઢાં પર ચોપડાવી દીધું કે, 15 વર્ષ થયાં ભાજપ સરકારે અમારા માટે શું કર્યું. આવા આકરાં સવાલો કરતાં પરબત પટેલ એક તબક્કે મૂંઝાયા હતાં. એક મતદારે સાંસદનો ઉધડો લેતા આ ક્ષણનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. અગાવ પણ આવા અનેક કિસ્સો ઘટી ચુક્યા છે આ કિસ્સાઓ મુખ્યત્વે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાયા પછી જ જોવા મળી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top