જો તમે પણ વારંવાર તમારી ચેટ હિસ્ટ્રી ડિલીટ કરો ચો તેનો અર્થ તમને ખબર છે. તો આવો જાણીએ આપણે તેના વિશે. ચેટ હિસ્ટ્રી ડીલીટ કરો છો, તમારા લાઈફ પાર્ટનર તમારી પાસે જ્યારે ફોન માંગે ત્યારે શું તમારે તમારી ફોટો ગેલેરી, વ્હોટ્સએપ ચેટ કે પછી તમે છેલ્લે કોન કોને કૉલ કર્યા કે કોના ફોન આવ્યા તે ચેક કરવું પડે છે.
જો આવુ હોય તો તમારે તમારી જાતને સવાલ પૂછવો જોઈએ કે આ રિલેશનશીપમાં તમારે રહેવું છે કે નહિ? જો કોઈ તમારો ફોન હાથમાં પકડે અને તમને પેનિક થઈ જતું હોય તો તમારે સ્વીકારી લેવું જોઈએ કે તમારા રોમાન્સમાં હજુ છીંડા છે. એ સમયે તમારી જાતને આ ચાર સવાલ પૂછી લેજો. શું હું ચીટીંગ કરુ છું, ચીટીંગનો અર્થ ફક્ત એ નહિ કે તમારે બીજા કોઈની સાથે શારીરિક સંબંધો છે.
જો તમે કોઈ બીજા સ્ત્રી કે પુરુષ સાથેની ચેટ ડીલીટ કરો છો તો તેનો અર્થ એમ થઈ શકે કે તમે કોઈની સાથે ફ્લર્ટ કરો છો અને તમને અંદર ક્યાંક એ વિષે ગિલ્ટ ફીલ થાય છે.વિશ્વાસનો અભાવ, કોઈક વાર ઉપર જણાવ્યું તેના કરતા સાવ ઉલ્ટું પણ હોઈ શકે.
જો તમારા મનમાં ચીટીંગનો વિચાર પણ ન હોય પરંતુ તમને એવું લાગે છે કે વિપરિત લિંગની વ્યક્તિ સાથેની નોર્મલ ચેટને કારણે પણ તમારા અને તમારા પાર્ટનર વચ્ચે ઝઘડો શરૂ થઈ જશે. આ કેસમાં તમારે આ પરિસ્થિતિનો નિવેડો લાવવો જરૂરી છે. ઓવર પઝેસિવ પુરુષ હોય તો સંબંધો સ્વસ્થ નથી રહી શકતા.
આ કારણે બંને વચ્ચે દરાર પડવાની શક્યતાઓ છે.મને શેનો ડર લાગે છે, તમને પ્રોબ્લેમની ખબર હશે તો સોલ્યુશન ખબર પડશે ને.શું તમે તમારા પાર્ટનરથી કોઈ બાબતે ડરો છો? શું તમે એવું કંઈ કર્યું છે જે તમારે નહતુ કરવું જોઈતું, શું તે તમારો પાર્ટનર તમને જજ કરશે તે વિચારથી ડરો છો, તમને એવું લાગે છે કે તમારો પાર્ટનર નાનકડી વાતનો મોટો મુદ્દો બનાવશે.
આ તમામ સવાલના જવાબ શોધો, તમને તમારી ઘણી મૂંઝવણના જવાબ મળી જશે. પારદર્શકતા વિના જીવી શકીશ, જ્યારે બે વ્યક્તિ વચ્ચે પરસ્પર વિશ્વાસ હોય, ત્યારે ડર માટે કોઈ જગ્યા બાકી નથી બચતી.
કોઈને પણ એવું ન ગમે કે કોઈ રિલેશનશીપ તેમને બદલવાનો કોશિશ કરે. તમે પાર્ટનરના ડરથી ચેટ ડીલીટ કરો છો મતલબ તમે તમારા પર પૂરેપૂરો ભરોસો નથી કરી શકતા. આથી તમારા સંબંધોને આગળ વધારતા પહેલા તમારે આ પ્રોબ્લેમ સોલ્વ કરવો જરૂરી છે.